ધરોઈ ડેમમાં આવકના કારણે ડહોળાશ વધતા વિસનગરના લોકોને પાણી ઉકાળીને પીવા વૉટર વર્કસ ચેરમેન

ધરોઈ ડેમમાં આવકના કારણે ડહોળાશ વધતા વિસનગરના લોકોને પાણી ઉકાળીને પીવા વૉટર વર્કસ ચેરમેન

News, Prachar News No Comments on ધરોઈ ડેમમાં આવકના કારણે ડહોળાશ વધતા વિસનગરના લોકોને પાણી ઉકાળીને પીવા વૉટર વર્કસ ચેરમેન

ધરોઈ ડેમમાં આવકના કારણે ડહોળાશ વધતા
વિસનગરના લોકોને પાણી ઉકાળીને પીવા વૉટર વર્કસ ચેરમેન ગોવિંદભાઈની અપીલ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ધરોઈ ડેમમાં પાણીની આવક થતા પાણીમાં ડહોળાશ વધી છે. ત્યારે ધરોઈ પાણી પુરવઠા આધારીત વિસનગરમાં લોકોને પીવાનુ ડહોળુ પાણી મળતા શહેરના લોકોનો આરોગ્યનો ખ્યાલ રાખી વૉટર વર્કસ ચેરમેન ગોવિંદભાઈ ગાંધીએ પાણી ઉકાળીને પીવા અપીલ કરી છે.
ધરોઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ડેમમાં નવા પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે. પાણીની આવક સાથે માટી પણ તણાઈને આવતી હોવાથી ડેમનુ પાણી ડહોળાતા તેની અસર ધરોઈ પાણી પુરવઠાના વાવ ફીલ્ટરેશન પ્લાન્ટ ઉપર પડી છે. ડહોળાશના કારણે ફીલ્ટર ચોકઅપ થતા પૂરતા પ્રમાણમાં પાણી ફીલ્ટર નહી થતા તેની પુરવઠા ઉપર અસર પડી છે. હાલમાં ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી હોવા છતાં ડેમમાં ડહોળાશ હોવાના કારણે પાણી ફીલ્ટર થતુ નથી અને વિસનગરને ધરોઈનુ પૂરતા પ્રમાણમાં પાણી મળતુ નથી. જેથી છતા પાણીએ તંગીની સ્થિતિ ઉભી થઈ હોવાનુ વૉટર વર્કસ ચેરમેન ગોવિંદભાઈ ગાંધીએ જણાવ્યુ છે.
વિસનગરના લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી વૉટર વર્કસ ચેરમેને વધુમાં જણાવ્યુ છેકે, સામાન્ય સંજોગોમાં ડેમમાં ટર્બીલીટી ૧૦ યુનીટ જેટલી હોય છે. જ્યારે ડેમમાં પાણીની આવક થતા ટર્બીલીટી ૨૫૦ યુનીટ જેટલી થઈ જતા ધરોઈ ફીલ્ટરેશન પ્લાન્ટ દ્વારા ડહોળુ પાણી મળી રહ્યુ છે. જેનો સીધો ઉપયોગ કરવો એ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. ડહોળુ પાણી મળતુ હોવાથી જરૂરી જણાયે પાણીમાં ફટકડી નાખીને ઉકાળી તેનો ઉપયોગ કરવા, પાણી ડહોળુ આવે ત્યાં સુધી ચોમાસા દરમ્યાન પાણીના માટલામાં ક્લોરીનની ટીકડી નાખી તેનો ઉપયોગ કરવા વૉટર વર્કસ ચેરમેને નગરજનોને અપીલ કરી છે.

Leave a comment

Back to Top