ધરોઈ શાખા-૨ નહેર સીંચાઈ સહકારી સંઘના પ્રમુખ જશુભાઈ પટેલની આગેવાનીમાં ધરોઈ ડેમમાં પાણીના વધામણા

ધરોઈ શાખા-૨ નહેર સીંચાઈ સહકારી સંઘના પ્રમુખ જશુભાઈ પટેલની આગેવાનીમાં ધરોઈ ડેમમાં પાણીના વધામણા

News, Prachar News No Comments on ધરોઈ શાખા-૨ નહેર સીંચાઈ સહકારી સંઘના પ્રમુખ જશુભાઈ પટેલની આગેવાનીમાં ધરોઈ ડેમમાં પાણીના વધામણા

ધરોઈ શાખા-૨ નહેર સીંચાઈ સહકારી સંઘના પ્રમુખ
જશુભાઈ પટેલની આગેવાનીમાં ધરોઈ ડેમમાં પાણીના વધામણા
(પ્ર.ન્યુ. સ.) વિસનગર,રવિવાર
રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતમાં આવેલા ભારે વરસાદથી ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતો ધરોઈ ડેમ છલોછલ ભરાતા જગતના તાત ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો હતો. જેમાં ધરોઈ શાખા-૨ નહેર સિંચાઈ સહકારી સંઘ વિસનગરના પ્રમુખ જશુભાઈ પટેલની આગેવાનીમાં ગત બુધવારે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિધિવત રીતે ધરોઈ ડેમના પાણીના વધામણા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધરોઈના નાયબ કાર્યપાલક ઈજનેર ડી.બી.પટેલ, વિસનગર તાલુકાની ૨૮ પિયત મંડળીના પ્રમુખ તથા મંત્રીશ્રીઓ અને ધરોઈ શાખાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે જીલ્લા ભાજપ અગ્રણી અને વિસનગર તાલુકા પિયત મંડળના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ધરોઈ શાખા-૨ નહેર સિંચાઈ સહકારી સંઘ દ્વારા જગતના તાત એવા ખેડૂતોને સિંચાઈ માટે પુરતા પ્રમાણમાં પાણી મળે અને ખેડૂતો આર્થિક રીતે સુખી-સમૃધ્ધ થાય તેવા હેતુથી વર્ષ-૨૦૧૧ થી દર વર્ષે ચોમાસામાં સારો વરસાદ આવતા તાલુકાની ૨૮ પિયત મંડળીના પ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓ લક્ઝરી ભરીને ધરોઈ ડેમ જઈએ છીએ. જ્યાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિધિવત પૂજા-અર્ચના કરાવી ધરોઈના પાણીમાં પુષ્પવર્ષા કરી ખેડૂતો ઉપર ઈન્દ્ર ભગવાનની સદાય કૃપા રહે તેવી પ્રાર્થના કરી તમામ પિયત મંડળીના પ્રમુખ-મંત્રીશ્રીઓ સાથે ભોજન લઈને અંબાજી, શામળાજી, ગઢડા તથા ખેડબ્રહ્મા મંદિરમાં માતાજીના દર્શન કરી ઘરે ફરીએ છીએ. જોકે સરકારના સહયોગથી ધરોઈ શાખા દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પુરતા પ્રમાણમાં પાણી મળતુ હોવાથી ખેડૂતોને સિંચાઈ કરવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. ખેડૂતો ઓછા પાણીએ વધુ સિંચાઈ કરી સારો લાભ મેળવી રહ્યા છે. આ ઉપરાંત સરકાર દ્વારા ખેડૂતોના તમામ પ્રશ્નોનુ નિરાકરણ લાવવામાં આવતા ખેડૂતો આર્થિક રીતે સમૃધ્ધ બન્યા છે. જોકે આ વખતે ધરોઈ ડેમનો ગેટ બંધ ન થતા આખો ડેમ ખાલી કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પરંતુ ખેડૂતોની પ્રાર્થના અને સરકારના પ્રયત્નોથી ધરોઈના અધિકારીઓએ ભારે જહેમત ઉઠાવી ડેમનો દરવાજો બંધ કરતા ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો.

Leave a comment

Back to Top