બનાસકાંઠામા બે ગાડી પીકઅપ ડાલા ભરી રાહત સામગ્રી લઈ ખેરાલુ તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના સેવા કરવા પહોચી

બનાસકાંઠામા બે ગાડી પીકઅપ ડાલા ભરી રાહત સામગ્રી લઈ ખેરાલુ તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના સેવા કરવા પહોચી

News, Prachar News No Comments on બનાસકાંઠામા બે ગાડી પીકઅપ ડાલા ભરી રાહત સામગ્રી લઈ ખેરાલુ તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના સેવા કરવા પહોચી

બનાસકાંઠામા બે ગાડી પીકઅપ ડાલા ભરી રાહત સામગ્રી લઈ
ખેરાલુ તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના સેવા કરવા પહોચી
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ તાલુકાના ચાડા (અમરપુરા),નળુ અને ડભોડાના સરપંચોએ ભેગા મળીને તથા આગેવાનો અને ક્ષત્રિય ઠાકોર સેનાના સહકારથી ઘઉં, સાડીઓ, કપડા, અને ગોદડા એકઠા કરીને બનાસકાંઠાના થરા, ખારીયા અને રૂની ગામમાં જઈ રૂબરૂ રાહત સામગ્રીનુ વિતરણ કર્યુ હતુ.
ખેરાલુના ઈન્ચાર્જ મામલતદારશ્રી સોનેરીએ રાહત સામગ્રી ભરીને લઈ જતી બે પીકઅપ ગાડીઓને પાસ આપ્યા હતા ચાડા સરપંચ બાબુજી કચરાજી ઠાકોર, ભાજપ અગ્રણી સુરેશભાઈ પરમાર, પીકઅપ ગાડીઓ ડીઝલના ખર્ચા મોકલનાર ચાડાના ભગુભાઈ રાવળ, રમેશજી ઠાકોર (નળુ), બકાજી ઠાકોર (ડભોડા), રમણજી ઠાકોર અમરાપુર, ક્ષત્રિય ઠાકોર સેના ખેરાલુના પ્રમુખ ભવાનસિંહ ઠાકોર (ડભોડા), ભગાજી ગલબાજી ઠાકોર (ડભોડા),એ ભેગા મળીને ચારે ગામના આગેવાનોના સહકારથી ૧પ૦ મણ ઘઉં, ર૦૦ સાડીઓ, ૭પ જોડ કપડા, અને ૪૦ ગોદડાનુ રુબરુ વિતરણ કર્યુ હતુ. આ બાબતે ચાડા સરપંચ બાબુજી કચરાજી ઠાકોર અને ભાજપ અગ્રણી સુરેશભાઈ પરમાર જણાવ્યુ હતુ કે આગામી અઠવાડીયામા ફરીથી રાહતની સામગ્રી લઈ બનાસકાંઠામા સેવા કરવા જવાનુ છે જે કોઈ દાતાઓએ રાહત સામગ્રી બનાસકાંઠા મોકલવી હોય તો મો.નં ૯૪ર૭૯ ૩૧૩૬૦ અને ૯૪ર૭૪ ૮રર૬૧ ઉપર સંપર્ક કરવો.

Leave a comment

Back to Top