રોટરેક્ટ કલબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉનના સભ્યો પુરગ્રસ્ત વિસ્તારની વ્હારે

રોટરેક્ટ કલબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉનના સભ્યો પુરગ્રસ્ત વિસ્તારની વ્હારે

News, Prachar News No Comments on રોટરેક્ટ કલબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉનના સભ્યો પુરગ્રસ્ત વિસ્તારની વ્હારે

રોટરેક્ટ કલબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉનના સભ્યો પુરગ્રસ્ત વિસ્તારની વ્હારે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વધુ પડતા વરસાદને બનાસકાંઠા જીલ્લામા વર્તાયેલી પુરગ્રસ્ત સ્થિતી સભ્યોની પુરગ્રસ્ત લોકોની સેવા માટે તેમને ફુડ પેકેટ પહોચડવાનુ એક ઉમદા કાર્ય વિસનગરની રોટરેક્ટ કલબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉનના સભ્યોએ કર્યુ હતુ. જે વિસનગરની જનતા માટે ગર્વની બાબત છે. જે માટે તા.રપ-૭-૧૭ના રોજ વિસનગરની રોટરેક્ટ રાઉન્ડ ટાઉનના પ્રમુખ બ્રિજેશ પટેલ તથા પ્રોજેક્ટ ચેરમેન ડૉ.ધવલ પટેલની આગેવાની હેઠળ સાત જેટલા મેમ્બરોએ આશરે ૩પ૦૦ જેટલા ફુડ પેકેટ તૈયાર કરીને બનાસકાંઠા જીલ્લાના અસરગ્રસ્ત ગ્રામજનોને પહોચતા કરીને ઉમદા સેવાકાર્ય પુરુ પાડયુ છે. બધા સ્થળે નહી પહોચી શકાતા બાકીના ફુડ પેકેટસ મામલતદાર કચેરી ડીસામા જમા કરાવ્યા હતા. જેથી હેલીકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત ગામોમાં પહોચાડી શકે. રોટરેક્ટની ટીમમા બ્રિજેશ પટેલ, ડૉ.ધવલ પટેલ, પ્રશાંત પટેલ, વિનીત પટેલ, લવ પટેલ, દર્શન વ્યાસ તથા સાહીલ પટેલઆ સેવા કાર્યમા જોડાયા હતા. પુરગ્રસ્તોને મદદ માટે કલબ દ્વારા દાનપેટીઓ વિસનગરમા જુદા જુદા સ્થળોએ મુકીને ડોનેશન એકઠુ કરવામા આવી રહ્યુ છે. ભંડોળથી જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદીને જરૂરીયાતમંદોને પહોચતી કરવામા આવી રહી છે. વિસનગરની જનતા ફુલ નહીતો ફુલની પાંખડી જેટલો પણ સહકાર આપીને આ યુવાનોના ઉમદા કાર્યમાં સહભાગી થવા અપીલ કરવામા આવી છે.

Leave a comment

Back to Top