વિસનગરના કડા રોડ ઉપર આવેલ સરદાર સોસાયટીના ખુલ્લા પ્લોટોમાં ભરાતા પાણીથી રહીશો ત્રસ્ત

વિસનગરના કડા રોડ ઉપર આવેલ સરદાર સોસાયટીના ખુલ્લા પ્લોટોમાં ભરાતા પાણીથી રહીશો ત્રસ્ત

News, Prachar News No Comments on વિસનગરના કડા રોડ ઉપર આવેલ સરદાર સોસાયટીના ખુલ્લા પ્લોટોમાં ભરાતા પાણીથી રહીશો ત્રસ્ત

વિસનગરના કડા રોડ ઉપર આવેલ
સરદાર સોસાયટીના ખુલ્લા પ્લોટોમાં ભરાતા પાણીથી રહીશો ત્રસ્ત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં મોટાભાગની સોસાયટીઓમાં ખાલી પડેલા પ્લોટ માલિકો પોતાના આર્થિક ફાયદા માટે કે અન્ય કોઈ કારણોસર પ્લોટમાં માટીપુરાણ કે સ્વચ્છતા ન જાળવતા ચોમાસાનુ વરસાદી પાણી પ્લોટમાં ભરાય છે. ચોમાસાના પાણીથી પ્લોટમાં ગંદકી થતા મચ્છરોનો ઉપદ્રવ વધતા આજુબાજુના રહીશો નાની-મોટી બિમારીમાં સપડાય છે. ત્યારે પાલિકાતંત્રએ આવા બેજવાબદાર પ્લોટ ધારકો સામે કડક કાર્યવાહી કરી પ્લોટ ધારકોને સબક શિખવાડવો જોઈએ.
વિસનગરના કડા રોડ ઉપર ના.વિ.કન્યા વિદ્યાલય પાસે આવેલ સરદાર સોસાયટીનુ એન.એ. વર્ષ ૧૯૮૦ માં થયુ હતુ. જેમાં મકાનનુ બાંધકામ કરવા માટે ૫૬ પ્લોટ પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન સોસાયટીમાં મોટાભાગના પ્લોટોમાં બાંધકામ થયા છે. પરંતુ કોઈ કારણોસર પ્લોટ નં.૧૨ ના માલિક પટેલ ચીમનલાલ શીવરામદાસ, પ્લોટ નં.૧૩ અને ૧૪ ના માલિક પટેલ રણછોડભાઈ કચરાલાલ, પ્લોટ નં.૧૫ ના માલિક પટેલ ઈશ્વરભાઈ કચરાલાલ તથા પ્લોટ નં.૧૬ ના માલિક પટેલ ચીમનભાઈ કચરાલાલે(રહે.રાંદલમાતાનો માઢ, દિપરા દરવાજા) પોતાના પ્લોટમાં બાંધકામ ન કરતા ચોમાસામાં વરસાદનુ પાણી વર્ષોથી પ્લોટમાં ભરાય છે. ચોમાસાનુ વરસાદી પાણી પ્લોટમાં ભરાતા ગંદકી થાય છે. ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધતા આજુબાજુના રહીસો નાની-મોટી બિમારીમાં સપડાય છે. પ્લોટોમાં ભરાતુ વરસાદી પાણી મહિનાઓ સુધી ન સુકાતા રહીસોને રોગચાળાનો ભય સતાવે છે.
આ બાબતે સોસાયટીના રહીસોએ પ્લોટ માલિકો સામે પગલા ભરવા વારંવાર પાલિકામાં રજુઆતો કરી છે. છતાં પાલિકાના અગાઉના એકપણ પ્રમુખોએ રહીશોને ન્યાય આપવામાં રસ દાખવ્યો નહતો. ત્યારે પાલિકા સભ્ય રશ્મીબેન બારોટે ગત અઠવાડીયે પાલિકાની જનરલ સભામાં સોસાયટીમાં ગંદકી ફેલાવતા પ્લોટ ધારકો સામે કડક પગલા ભરવા ચીફ ઓફીસર જયેશભાઈ પટેલને રજુઆત કરી હતી. જેમાં ચીફ ઓફીસરે આવા બેજવાબદાર પ્લોટ માલિકોને શબક શિખવાડવા માટે કડક વલણ અપનાવતા એવી ચીમકી આપી હતી કે, ગંદકી ફેલાવતા પ્લોટ ધારકો પોતાના પ્લોટમાં માટી પુરાણ નહી કરાવે તો તેવા પ્લોટમાં પાલિકા માટી પુરાણ કરાવી તેમની આકારણીમાં બોજો પાડી બમણી રકમ વસુલ કરશે. પાલિકા ચીફ ઓફીસરના નિર્ણય બાદ સરદાર સોસાયટીના રહીસોએ ચોમાસામાં ભરાતા વરસાદી પાણીથી વર્ષોથી ગંદકી થતા આવા પ્લોટ માલિકો સામે કડક કાર્યવાહી કરી માટી પુરાણ કરાવવાની માગણી કરી છે. ત્યારે પાલિકા ચીફ ઓફીસર જયેશભાઈ પટેલ તથા પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ વર્ષોથી માટી પુરાણ ન કરાવતા પ્લોટ ધારકો સામે ક્યારે કાર્યવાહી કરે છે તે જોવાનુ જ રહ્યુ?

Leave a comment

Back to Top