વિસનગર વિસ્તાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા વિસનગર ગાયત્રી પરિવાર પૂરપીડીતોની વહારે

વિસનગર વિસ્તાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા વિસનગર ગાયત્રી પરિવાર પૂરપીડીતોની વહારે

News, Prachar News No Comments on વિસનગર વિસ્તાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા વિસનગર ગાયત્રી પરિવાર પૂરપીડીતોની વહારે

વિસનગર વિસ્તાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા વિસનગર ગાયત્રી પરિવાર પૂરપીડીતોની વહારે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
બનાસકાંઠામાં આવેલ પૂરની તારાજીથી ગ્રસ્ત બેઘર પરિવારો માટે હરહંમેશની જેમ વિસનગર વિસ્તારના સતલાસણા, ખેરાલુ, વડનગર, વિજાપુર, કુકરવાડા, વિસનગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિસનગર ગાયત્રી પરિવારના સહયોગથી ૨૦૦ થી વધુ કાર્યકર્તા કામે લાગી પૂર પીડીતો માટે ૫૦,૦૦૦ થી વધુ ફૂડ પેકેટ તથા ૨,૫૦૦ નંગ કરીયાણાની કીટો તથા વાસણ કીટો તથા તાડપત્રીઓ અને પાણીના પાઉચ, સાગરદાણ, ઘાસચારો મોકલાવી સમાજસેવાનું ઉમદા કાર્ય કરેલ છે. જેમાં સમગ્ર વિસનગર નગરની સોસાયટીઓ-મહોલ્લા તથા તાલુકાના ગુુંજા, ગોઠવા, દેણપ, કામલપુર, કુવાસણા, ઘાઘરેટ, કમાણા, ખરવડા, કડા, વાલમ, પુરણપુરા, જેતલવાસણા, કાંસા, ઉમતા, દગાવાડિયા, રંગાકુઈ, આનંદપુરાના ઇજીજી કાર્યકર્તા દ્વારા ભારે જહેમત ઉઠાવી સેવાકીય કામગીરી કરી તથા ઉપરોક્ત તમામ તાલુકાના ઇજીજી ના ૨૦૦ થી વધુ કાર્યકર્તા પૂર પીડીતોની સેવા માટે ૭ દિવસથી વધુ સમય સેવામાં લાગેલા છે. આ તમામ કામગીરીમાં તમામ તાલુકાના દાનવીરો, વેપારી એસોસીએશનો તથા પ્રજાજનો તથા સેવાકીય સંસ્થાઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા ખૂબજ અભૂતપૂર્વ સહયોગ મળેલ હતો જે માટે સમગ્ર વિસ્તારના તાલુકાઓનો ઇજીજી પરિવાર આભાર વ્યક્ત કરે છે.

Leave a comment

Back to Top