ચીફ ઓફીસર અને પ્રમુખની અસરકારક રજુઆતના અભાવેચીફ ઓફીસર અને પ્રમુખની અસરકારક રજુઆતના અભાવે – રેન્જ ફોરેેસ્ટ ઓફીસરની અડોડાઈથી દેળીયુ તળાવ ભરવાનુ અશક્ય

News No Comments on ચીફ ઓફીસર અને પ્રમુખની અસરકારક રજુઆતના અભાવેચીફ ઓફીસર અને પ્રમુખની અસરકારક રજુઆતના અભાવે – રેન્જ ફોરેેસ્ટ ઓફીસરની અડોડાઈથી દેળીયુ તળાવ ભરવાનુ અશક્ય

ચીફ ઓફીસર અને પ્રમુખની અસરકારક રજુઆતના અભાવેચીફ ઓફીસર અને પ્રમુખની અસરકારક રજુઆતના અભાવેરેન્જ ફોરેેસ્ટ ઓફીસરની અડોડાઈથી દેળીયુ તળાવ ભરવાનુ અશક્ય

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર

વિસનગરનુ દેળીયુ તળાવ ભરવા માટે પાલડી રોડ ઉપર સાઈડમાં કેટલીક જગ્યાએ પાઈપલાઈન નાખવી તેમજ ખોદકામ કરવુ જરૂરી છે. પરંતુ વિસનગરના રેન્જ ફોરેસ્ટ ઓફીસર રંજનબેન ચૌધરીએ મંજુરી નહી આપતા દેળીયુ તળાવ ભરવુ અશક્ય બન્યુ છે. દેળીયુ તળાવ ભરવુ એ લોકહિતમાં છે ત્યારે લોકહિતની કામગીરીમાં રૂકાવટ બનનાર આર.એફ.ઓ.સામે ચીફ ઓફીસર કે પ્રમુખ કેમ રજુઆત નથી કરી શકતા તે ચર્ચાનો વિષય બન્યો છે. ગત જુલાઈ માસના અંતમાં ઉત્તર ગુજરાતમાં વરસાદી હેલી થતા ધરોઈ ડેમ ઓવરફ્લો થયો હતો. ત્યારથી વિસનગર પાલિકા દ્વારા ધરોઈ ડેમ ઓવરફ્લો પાણીથી દેળીયુ તળાવ ભરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેમાં સફળતા મળી નથી. તેનુ એકમાત્ર કારણ હોય તો તે છે વિસનગરના રેન્જ ફોરેસ્ટ ઓફીસર રંજનબેન ચૌધરી. પાલડી રોડ ઉપરની કેનાલમાંથી દેળીયામાં પાણી નાખવા માટે ધરોઈ સીંચાઈ વિભાગ દ્વારા સ્વસ્તીક ફાર્મ સુધી ૭૦૦ મીટરની ૬૦૦ એમ.એમ. ડાયામીટરની પાઈપલાઈન નાખી છે. ત્યાંથી રોડની સાઈડમાં ચોકડીઓમાંથી કુદરતી કાચી કેનાલ દ્વારા પાલડી ત્રણ રસ્તા સુધી અને ત્યારબાદ આગળ તરફ પાણી જાય છે. ખુલ્લામાં પાણી જાય તો નીચાણવાળા ખેતરોમાં પાણી ફરીવળે અને પાકનો બગાડ થાય તેમ હોઈ પાલિકામાં પ્રમુખ સ્થાનેથી. તાત્કાલીક પાઈપલાઈન નાખવા ઠરાવ થયો હતો. પાલિકા દ્વારા સ્વસ્તિક ફાર્મથી આગળ પાઈપલાઈન નાખવા માટે થોડુ ખોદકામ પણ શરૂ કર્યુ હતુ. પરંતુ પાણીના વહન માર્ગે રોડની સાઈડમાં ફોરેસ્ટ દ્વારા વાયર ફેન્સીંગ કર્યુ હોવાથી વિસનગરમાં મહિલા ફોરેસ્ટ ઓફીસરે વાયર ફેન્સીંગ હટાવવા મંજુરી નહી આપતા જરૂર પડે ત્યાં પાઈપ નાખવાની અને ખોદકામ કરવાની કામગીરી અટકી છે. આ મહિલા ફોરેસ્ટ ઓફીસરની અડોડાઈના કારણે દેળીયુ તળાવ ભરવુ અશક્ય બની ગયુ છે. પાલડી રોડ ઉપરની રોડ સાઈડની ચોકડીઓ અને કાચી કેનાલમાંથી દેળીયા તળાવમાં પાણીનો આવરો છે. જે વર્ષોથી છે ત્યારે ફોરેસ્ટ ખાતુ તળાવમાં પાણી લાવવા માટે જરૂરીયાત પ્રમાણે ખોદકામ કરતા કે પાઈપલાઈન નાખતા કંઈ રીતે રોકી શકે? આ બાબતે ચીફ ઓફીસરે તેમજ પ્રમુખે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવી જોઈએ. પરંતુ આ બન્નેમાં દેળીયુ તળાવ ભરવાની લાગણીનો અભાવ હોય તેમ જણાય છે. પ્રમુખ શકુન્તલાબેન પટેલ આવડત અનુભવ ધરાવતા બાહોશ મહિલા છે તો આ મહિલા ફોરેસ્ટ ઓફીસર સામે કેમ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી શકતા નથી? સ્વસ્તિક ફાર્મથી મહિન્દ્રા ટ્રેક્ટર શો-રૂમ આગળ સુધી ૭૦૦ મીટરની પાઈપલાઈન પાલિકા દ્વારા નાખવામાં આવે તો તળાવમાં પાણી લાવવાનો કાયમનો પ્રશ્ન હલ થાય તેમ છે. પરંતુ મતના રાજકારણમાં સ્મશાનમાં લાખ્ખો રૂપિયાના બ્લોક પાથરવાનો ખર્ચ કરતુ પાલિકાતંત્ર તળાવ ભરવા પાઈપલાઈન નાખવા રૂા.૧૦ થી ૧૫ લાખનો ખર્ચ કરી શકતુ નથી તે નવાઈની બાબત છે. પાલિકાએ ફોરેસ્ટ ઓફીસર વિરુધ્ધ રજુઆત કરી પાઈપલાઈન નાખવા મંજુરી મેળવી તાત્કાલીક પાઈપલાઈન નાખવા કામગીરી હાથ ધરવી જોઈએ. પાઈપલાઈન નાખવામાં નહી આવે તો તળાવમાં પાણીના આવરાના રોડ સાઈડના ફોરેસ્ટ ખાતાના તથા અન્ય દબાણોના કારણે દેળીયા તળાવમાં પાણી લાવવાનુ સ્વપ્ન બની જશે.

Leave a comment

Back to Top