જોયા સમજ્યા વગર ગઠબંધનના સભ્યોએ ફરતો ઠરાવ કરતાજોયા સમજ્યા વગર ગઠબંધનના સભ્યોએ ફરતો ઠરાવ કરતા – વિસનગરમાં LED લાઈટથી અંધારપટની સ્થિતિ

News No Comments on જોયા સમજ્યા વગર ગઠબંધનના સભ્યોએ ફરતો ઠરાવ કરતાજોયા સમજ્યા વગર ગઠબંધનના સભ્યોએ ફરતો ઠરાવ કરતા – વિસનગરમાં LED લાઈટથી અંધારપટની સ્થિતિ

જોયા સમજ્યા વગર ગઠબંધનના સભ્યોએ ફરતો ઠરાવ કરતાજોયા સમજ્યા વગર ગઠબંધનના સભ્યોએ ફરતો ઠરાવ કરતાવિસનગરમાં LED લાઈટથી અંધારપટની સ્થિતિ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર

વિસનગર પાલિકાના ગઠબંધનના સભ્યોએ જોયા, સમજ્યા કે અનુભવ્યા વગર શહેરની સ્ટ્રીટ લાઈટો માટે એલ.ઈ.ડી.લાઈટ નાખતા સરકારના કોન્ટ્રાક્ટરને કાંડા કાપીને આપી દેતા શહેરમાં અંધારપટની સ્થિતિ જોવા મળી રહી છે. ટ્યુબલાઈટના પ્રકાશ કરતા એલ.ઈ.ડી. લાઈટ ઘણો ઓછો પ્રકાશ આપતા જુના જમાનામાં જે દિવડા લટકાવવામાં આવતા હતા તેવો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે. કેટલાક વિસ્તારમાંતો કોન્ટ્રાક્ટરના માણસો એલ.ઈ.ડી.લાઈટ નાખવા આવતા સ્થાનિક લોકો રોકી રહ્યા છે. વિસનગરમાં ગઠબંધનના શાસનમાં ઉજાસની જગ્યાએ અંધકાર છવાઈ રહ્યો છે. જેનુ એકમાત્ર કારણ છે પાલિકા સભ્યોનો વહિવટનો ઓછો અનુભવ. પાલિકામાં સિનિયર સભ્યો છે પરંતુ ચુપ છે તેની પણ અનેક શંકાઓ સેવાઈ રહી છે. પાલિકાઓ સ્ટ્રીટલાઈટનુ બીલ ભરવા આર્થિક સક્ષમ ન હોઈ બીલનુ ભારણ ઘટે અને વિજ બચત થાય તેવા હેતુથી સરકારે પાલિકા વિસ્તારમાં એલ.ઈ.ડી.લાઈટ નાખવા નિર્ણયો કર્યો હતો. જેમાં પાલિકા સંમત થાય તોજ કોન્ટ્રાક્ટર દ્વારા શહેરમાં એલ.ઈ.ડી.લાઈટ નાખવામાં આવનાર હતી. ગત વર્ષે સરકારનો આ પરિપત્ર પાલિકામાં આવતા ગઠબંધનના સભ્યો દ્વારા એલ.ઈ.ડી. લાઈટ નાખવાની મંજુરી આપતો ઠરાવ કરવા અસાધારણ ઉતાવળ કરવામાં આવી હતી અને ફરતો ઠરાવ કરાયો. જેમાં રંજનબેન પરમાર જેવા એક બે સભ્યોએ સહી કરી નહોતી. ફરતો ઠરાવ કરતા પહેલા ગઠબંધનના સભ્યોએ વિચાર કરવો જોઈતો હતો. જે પાલિકા વિસ્તારમાં એલ.ઈ.ડી.લાઈટ નાખી તેની મુલાકાત લઈ અનુભવ કરવો જોઈતો હતો. ત્યાના રહિસોના અભિપ્રાય લેવા જોઈતા હતા. ત્યારે એલઈડી લાઈટ નાખનાર સરકારના કોન્ટ્રાક્ટરે તત્કાલીન ચીફ ઓફીસર તથા કેટલાક અનુભવી સભ્યોને એવુ તે શુ બતાવ્યુ કે સભ્યો તાત્કાલીક ફરતો ઠરાવ કરવા લલચાયા? અત્રે ઉલ્લેખનીય છેકે ગત ભાજપના બોર્ડમાં શહેરમાં આર.ઓ.પ્લાન્ટ નાખતા પહેલા ભાજપના અનુભવી સભ્યોએ જ્યાં આર.ઓ.પ્લાન્ટ ચાલતા હતા તેવા ઉંઝા અને અન્ય શહેરોની મુલાકાત લઈ અભિપ્રાય લીધા હતા. એલ.ઈ.ડી.લાઈટ નંખાયા બાદ જે વિજ બીલ બચત થાય તેના ૫૦ ટકા નાણાં કોન્ટ્રાક્ટરને ખર્ચ પેટે આપવા પડશે. અમુક વર્ષ સુધી મેઈન્ટેનન્સ કોન્ટ્રાક્ટર કરશે એટલે પાલિકાના લાઈટ વિભાગનો સ્ટાફ છુટો કરી બેરોજગાર કરવામાં આવશે અથવા બેઠા બેઠા પગાર આપવામાં આવશે આવી કંઈક શરતો છે. અત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા શહેરના વિસ્તારોમાં એલ.ઈ.ડી.લાઈટો નાખવામાં આવી રહી છે. ટ્યુબલાઈટ ૬૦ વોટની હતી એક ટ્યુબલાઈટનો પ્રકાશ ક્યાં સુધી ફેલાય છે તેની ગણતરી કરી સ્ટ્રીટલાઈટનો બીજો થાંભલો નાખવામાં આવતો હતો. અત્યારે ૯ વોટની એલ.ઈ.ડી.લાઈટનો પ્રકાશ ટ્યુબલાઈટની સરખામણીમાં ઘણો ઓછો છે. એલ.ઈ.ડી.લાઈટ નાખવામાં આવતા બે થાંભલા વચ્ચે અંધારૂ જોવા મળે છે. ૯ વોટની

Leave a comment

Back to Top