સંકલન સમિતિની મીટીંગમાં સભ્યોનો સુર – સંકલન સમિતિની મીટીંગમાં સભ્યોનો સુરપ્રમુખ શકુન્તલાબેન ઉપરના આક્ષેપો સત્યથી વેગળા

News No Comments on સંકલન સમિતિની મીટીંગમાં સભ્યોનો સુર – સંકલન સમિતિની મીટીંગમાં સભ્યોનો સુરપ્રમુખ શકુન્તલાબેન ઉપરના આક્ષેપો સત્યથી વેગળા

સંકલન સમિતિની મીટીંગમાં સભ્યોનો સુર

સંકલન સમિતિની મીટીંગમાં સભ્યોનો સુરપ્રમુખ શકુન્તલાબેન ઉપરના આક્ષેપો સત્યથી વેગળા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર

વિસનગર પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલના વહિવટ ઉપર આક્ષેપો થતા સંકલન સમિતિની મીટીંગ મળી હતી. જેમાં સભ્યોએ પ્રમુખ અને સભ્યો ઉપરના આક્ષેપો સત્યથી વેગળા ગણાવી પ્રમુખની કામગીરી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિસનગર પાલિકાના પ્રમુખ અને સભ્યો વચ્ચેના વિવાદમાં સંકલન સમિતિ દ્વારા જણાવાયુ છેકે, હાલમાં વિસનગર પાલિકામાં વિકાસમંચ અને કોંગ્રેસના ગઠબંધનવાળી સત્તા અસ્તિત્વ ધરાવે છે. આ ગઠબંધનને તોડવા માટે કેટલાક સત્તા લાલચુ અને વિઘટનકારી તત્વો વારંવાર શામ, દામ અને દંડના અવનવા પેતરા તેમજ હથકંડા અજમાવી રહ્યા છે. છેલ્લા ૨૧ માસથી ગઠબંધનની સત્તા નગરપાલિકાનુ સુકાન બહુજ વ્યવસ્થિત અને સુંદર રીતે સંભાળી રહ્યુ છે. ગઠબંધનના કેટલાક કોર્પોરેટરોને વિસનગરની પ્રજાની મૂળભૂત જરૂરીયાતો જેવી કે લાઈટ, પાણી, સફાઈ અને રોડના લગતા વ્યાજબી પ્રશ્નોના નિકાલ બાબતે પાલિકાની વહિવટી તંત્રની બેજવાબદારી પૂર્વકની કામગીરી સામે આક્રોશ અને વિરોધની લાગણી છે. સંકલન સમિતિ દ્વારા પાલિકા પ્રમુખ અને ગઠબંધનના તમામ કોર્પોરેટરોની સંયુક્ત મીટીંગ બોલાવવામાં આવી. જેમાં વિસનગરની પ્રજાના પ્રશ્નોના યોગ્ય અને સમયસર નિકાલની ખુલ્લા મને ચર્ચા વિચારણા કરવામાં આવી અને તેની યોગ્ય સ્તરે રજુઆત કરવા માટે નક્કી કરવામાં આવ્યુ. હાજર રહેલા તમામ સભ્યોએ પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ તથા સભ્યો ઉપરના આક્ષેપો સત્યથી વેગળા અને વાહિયાત છે તે સર્વાનુમતે સ્વિકારી જાકારો આપ્યો. વર્તમાન પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ પારદર્શક વહિવટી અને રાજકીય અનુભવ ધરાવે છે તેમના નેતૃત્વમાં, કાર્યક્ષમતામાં અને પ્રમાણીકતામાં બધાજ સભ્યોએ અતુટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રમુખે પણ દરેક સભ્યોને વિસનગરની પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે ખભેખભો મીલાવી, સાથે મળી નિરાકરણ લાવવા માટે આહ્‌વાન કર્યુ છે અને તેમાં જ્યાં પણ જરૂર હોય ત્યાં મદદરૂપ થવા તૈયારી બતાવી છે. હાજર રહેલા તમામ સભ્યોએ ગઠબંધનની સત્તા પાંચ વર્ષ પૂરા કરશેજ તેમાં કોઈ શંકાને સ્થાન નથી તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિસનગરની પ્રજાના હિતને ધ્યાનમાં રાખી તેના પ્રશ્નોની ગઠબંધનમાં જે તે સ્તરે વ્યાજબી અને યોગ્ય ચર્ચા ખુલ્લા મને કરવી તે સાચી લોકશાહીનું ઉદાહરણ છે. સાચી અને યોગ્ય ચર્ચાઓથીજ ગઠબંધનની એકતા અને અખંડીતતા ચોક્કસ જળવાઈ રહેશે તેમાં કોઈ શંકા નથી. ફરીથી હાજર રહેલા તમામ સભ્યોએ પ્રમુખ શકુન્તલાબેન પટેલના નેતૃત્વમાં અને કાર્યમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દરેક સભ્યો પ્રમુખને તન, મન અને ધનથી સહકાર આપવા કટીબધ્ધ છે તેવી ખાત્રી આપી છે. ફરી એકવાર વિઘટનકારી અને તકવાદી તત્વોને ગઠબંધનના સમજુ અને શાણા સભ્યોએ જાકારો આપ્યો છે. સંકલન સમિતિએ બોલાવેલ મીટીંગમાં તમામ સભ્યોએ ખુલ્લા મને ચર્ચા કરી ગઠબંધનની એકતા અને અતુટતાના જે દર્શન કરાવ્યા છે તે બદલ સંકલન સમિતિના તમામ સભ્યોએ આભાર માન્યો છે.

Leave a comment

Back to Top