કાંસા સરપંચ ભરતભાઈ ગામીનો નવતર અભિગમ  ટ્રેક્ટરમાં કચરો ઠાલવનારને બોલપેન ભેટ

કાંસા સરપંચ ભરતભાઈ ગામીનો નવતર અભિગમ ટ્રેક્ટરમાં કચરો ઠાલવનારને બોલપેન ભેટ

News, Prachar News No Comments on કાંસા સરપંચ ભરતભાઈ ગામીનો નવતર અભિગમ ટ્રેક્ટરમાં કચરો ઠાલવનારને બોલપેન ભેટ

કાંસા સરપંચ ભરતભાઈ ગામીનો નવતર અભિગમ

ટ્રેક્ટરમાં કચરો ઠાલવનારને બોલપેન ભેટ

(પ્ર.ન્યુ.સ.)   વિસનગર,રવિવાર

વિસનગર તાલુકાના કાંસા ગામના સરપંચ સહિત પંચાયતના સભ્યોએ ગામમાં સ્વચ્છતા જાળવવા માટે ગામના દરેક વિસ્તારોમાં સપ્તાહમાં બે વખત ટ્રેક્ટર લઈને કચરો નાખવા આવનાર ગ્રામજનોને બોલપેન આપી પ્રોત્સાહિત કરવાનો અનોખો અભિગમ અપનાવ્યો છે. સરપંચ સહિતના પંચાયતના સભ્યોની ગામમાં સ્વચ્છતા જાળવવાના નવતર અભિગમને લોકો બિરદાવી રહ્યા છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-૨૦૧૪ માં સમગ્ર દેશને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાનું અભિયાન ઉપાડ્યુ હતુ. આ દરમિયાન સ્થાનિક નેતાઓ અને સરકારી કર્મચારીઓ હાથમાં ઝાડુ પકડીને પોતાના વિસ્તારોમાં પડેલો કચરો અને ગંદકી સાફ કરી ફોટા પડાવતા હતા. અને પોતાની કામગીરી બતાવવા સોશીયલ મીડીયામાં ફોટા મુકતા હતા. પરંતુ સમય થતા આજ નેતાઓ અને કર્મચારીઓ વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનને ભૂલી જતા આજે ઘણી જગ્યાએ કચરો અને ગંદકી જોવા મળે છે. ત્યારે વિસનગર તાલુકાના કાંસા ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ પટેલ (ગામી), ઉપસરપંચ દિપકભાઈ પટેલ તથા પંચાયતના સભ્યોએ ગ્રામજનોનું આરોગ્ય નિરોગી રહે તે માટે ગામમાં સ્વચ્છતા જાળવવા માટે સપ્તાહમાં સોમવાર અને ગુરુવાર બે દિવસ ગામના દરેક વિસ્તારોમાં ટ્રેક્ટર લઈને કચરો એકઠો કરવાનો ઉમદા અભિગમ અપનાવ્યો છે. આ સાથે કચરો નાખવા આવનારને ગામના સરપંચ ભરતભાઈ પટેલ(ગામી) ખડેપગે હાજર રહી બોલપેનની ભેટ આપી પ્રોત્સાહિત કરી રહ્યા છે. ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યોની ગામમાં સ્વચ્છતા જાળવવાના નવતર અભિગમને લોકો બિરદાવી રહ્યા છે.

Leave a comment

Back to Top