કેન્દ્રના પેટ્રોલીયમ મંત્રીને એ ખબર નથી  કે ડીઝલ-પેટ્રોલના વાપરનાર કોણ છે?

કેન્દ્રના પેટ્રોલીયમ મંત્રીને એ ખબર નથી કે ડીઝલ-પેટ્રોલના વાપરનાર કોણ છે?

News, Prachar News No Comments on કેન્દ્રના પેટ્રોલીયમ મંત્રીને એ ખબર નથી કે ડીઝલ-પેટ્રોલના વાપરનાર કોણ છે?

તંત્રી સ્થાનેથી

કેન્દ્રના પેટ્રોલીયમ મંત્રીને એ ખબર નથી

કે ડીઝલ-પેટ્રોલના વાપરનાર કોણ છે?

પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તાજેતરમાં ડીઝલ-પેટ્રોલના વધતા જતા ભાવો માટે નિવેદન કર્યુ છેકે પૈસાદાર વર્ગને ડીઝલ પેટ્રોલના ભાવ સહન કરવા પડશે. સામાન્ય વ્યક્તિ, સામાન્ય રાજકીય કાર્યકર ગમે તેવા સમજ વગરના નિવેદન કરે તો માની શકાય પણ કેન્દ્રના પેટ્રોલીયમ મંત્રીને એ ખબર ન હોય કે ડીઝલ અને પેટ્રોલ ફક્ત પૈસાદાર વર્ગ વાપરતો નથી. ગરીબીની રેખા નીચે જીવતા વ્યક્તિઓને પણ ડીઝલ પેટ્રોલ વાપરવું પડે છે. પ્રવર્તમાન સંજોગોમાં લેબરકામ કરતા લોકો શહેરનો વિસ્તાર વધી ગયો હોવાથી બાઈકોનો ઉપયોગ ના છૂટકે કરે છે. ડીઝલનો ઉપયોગ ખેડૂતો મોટા પ્રમાણમાં કરે છે. ડીઝલ પેટ્રોલના વધતા જતા ભાવોને લઈ એની સીધી અસર મોંઘવારી ઉપર પડે છે. વિશ્વ બજારમાં ક્રુડની કિંમત ૫૦ ટકા કરતાં ઓછી થઈ હોવા છતાં ભારત દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો સતત વધતા રહ્યા છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલને તેમની તિજોરીનું અક્ષયપાત્ર સમજે છે. છેલ્લા સાડાત્રણ વર્ષમાં NDA સરકારે ઉત્પાદન શુલ્કમાં ૧૧ વાર વધારો કર્યો છે. આ દરમ્યાન સરકારે પેટ્રોલ ઉપર એકસાઈઝ ડ્યુટી ૧૩૩ ટકાથી વધુ અને ડીઝલમાં ૪૦૦ ટકાથી વધુનો વધારો કર્યો છે. જેમ જેમ ક્રુડના ભાવો ઘટતા ગયા તેમ તેમ સરકાર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કરતી ગઈ. કેન્દ્ર સરકાર ઉત્પાદન શુલ્ક વધારી પોતાની તિજોરી ભરી રહી છે. સરકારનો કમાણીનો લાભ લેવાનો અંદાજ આના ઉપરથી જાણી શકાશે કે ૧૦૦ રૂપિયાના પેટ્રોલમાં ૫૧.૭૮ રૂપિયાનો ટેક્સનો હિસ્સો છે. રૂપિયા ૧૦૦ ના ડીઝલમાં સરકારોનો હિસ્સો ૪૪.૭૦ રૂપિયાનો છે. સરકારના આટલા બધા કરના ભારણને લઈ ડીઝલ પેટ્રોલના ભાવો ઘટતા નથી. ડીઝલના વધતા ભાવોની સીધી અસર પરિવહન ઉપર પડે છે, દેશમાં તમામ ખાદ્ય સામગ્રી અને અન્ય ચીજ વસ્તુઓ એકબીજા રાજ્યમાં મોકલવામાં આવે છે ત્યારે પરિવહન મોંઘુ થવાથી તેની સીધી અસર ભાવ ઉપર પડે છે. જેથી મોંઘવારી ઘટવાનું નામ લેતી નથી. પેટ્રોલથી રીક્ષાઓ અને ટેક્સીઓ ચાલે છે. પેટ્રોલના ભાવોના વધારાને લઈ રીક્ષા ભાડા, ટેક્સી ભાડા વધે છે, જેની સીધી અસર લોકો ઉપર પડે છે. ડીઝલના વધતા ભાવોને લઈ બસ ભાડા તો વધે જ છે સાથે ખેતી કરતા ખેડૂતોને તેમના ટ્રેક્ટરોમાં મોંઘા ભાવનુ ડીઝલ ભરાવવું પડે છે. મોંઘા ભાવના ડીઝલને લઈને ખેત ઉત્પાદનની કિંમત વધે છે અને ખેત ઉત્પાદનના ભાવો નીચા જવાના કારણે ખેડૂતો પાયમાલ થાય છે. ત્યારે નાછૂટકે તેઓ આપઘાત કરવા પ્રેરાય છે. ડીઝલ-પેટ્રોલનો ઉપયોગ સર્વવ્યાપી છે, છતાં કેન્દ્રના પેટ્રોલીયમ મંત્રીને એ ખબર ન હોય કે ડીઝલ પેટ્રોલ વાપરે છે કોણ? પૈસાદાર વર્ગના લોકોને તો પેટ્રોલ ડીઝલના ભાવો નડવાના નથી, પણ ગરીબ વર્ગનો માણસ ડીઝલ પેટ્રોલના વધતા ભાવો તેની રોટી છીનવનાર બની શકે છે. કેન્દ્ર સરકાર વિશ્વના ક્રુડના ભાવો આધારિત દૈનિક પેટ્રોલ-ડીઝલના ભાવો નક્કિ કરે છે તો તેના ઉપર લગાવાતી એક્સાઈઝમાં વધારો ઘટાડો કર્યા વિના દૈનિક ભાવો નક્કિ કરાય તો લોકોને ફાયદો થઈ શકે છે. સરકારનો અભિગમ એવો છે કે લાભ પોતાનો અને નુકશાન જનતાનું.

Leave a comment

Back to Top