પાક નુકશાનીની તથા જમીન વળતર અંગેની સ્પષ્ટતા કર્યા વગર  બાસણામાં વિજલાઈન ટાવર નાખવા સામે ખેડૂતોનો રોષ

પાક નુકશાનીની તથા જમીન વળતર અંગેની સ્પષ્ટતા કર્યા વગર બાસણામાં વિજલાઈન ટાવર નાખવા સામે ખેડૂતોનો રોષ

News, Prachar News No Comments on પાક નુકશાનીની તથા જમીન વળતર અંગેની સ્પષ્ટતા કર્યા વગર બાસણામાં વિજલાઈન ટાવર નાખવા સામે ખેડૂતોનો રોષ

પાક નુકશાનીની તથા જમીન વળતર અંગેની સ્પષ્ટતા કર્યા વગર

બાસણામાં વિજલાઈન ટાવર નાખવા સામે ખેડૂતોનો રોષ

(પ્ર.ન્યુ.સ.)              વિસનગર,રવિવાર

વિસનગર તાલુકાના બાસણા ગામના ખેતરોમાંથી ૪૦૦ કે.વી.ડબલ સર્કિટ લાઈનના ટાવર ઉભા કરવા વિજ કંપની દ્વારા સર્વે થતા તેનો ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનો રોષ છેકે પાક નુકશાની તથા જમીન વળતર અંગેની સ્પષ્ટતા કર્યા વગર વિજ લાઈનના ટાવર ઉભા કરવામાં આવશે તો તેની સામે જલદ કાર્યક્રમો આપવામાં આવશે.

ભાજપ સરકારમાં ખેડૂતોના હિતની ફક્ત વાતો થાય છે. પરંતુ જ્યા ખેડૂતોને અન્યાય થતો હોય ત્યાં સરકારના એક પણ મંત્રી કે ધારાસભ્ય ખેડૂતોના હિતની રક્ષા કરવા આગળ આવતા નથી. ખેડૂત લક્ષી સરકાર ફક્ત નામની હોય તેમ જણાય છે. વર્ષ ૨૦૧૬ માં ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છેકે જમીન માલિકની સંમતી વગર જમીન માલિકના ખેતરમાં વિજ કંપનીઓ વિજલાઈન નાખી શકશે નહી. વિજકંપની દ્વારા ૪૦૦ કેવી ડબલ સર્કિટ માણસા તાલુકાના સોજા ગામથી ડીસા તાલુકાના ઝેરડા સબ સ્ટેશન સુધી ટ્રાન્સમીશન લાઈન નાખવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં ચાર બેઝવાળા મોટા ટાવર ઉભા કરવામાં આવશે. જે પણ ખેડૂતના ખેતરમાં ટાવર ઉભુ કરવામાં આવે તે ખેડૂતની અડધોથી પોણો વિઘો જમીન કપાત થાય તેમ છે. જમીનોની કિંમત વધી છે ત્યારે જે ખેતરમાં ટાવર ઉભુ કરવામાં આવે તે ખેતરની જમીન સંપાદન કરવાની અને જમીન માલિકને વળતર આપવાની હજુ સુધી વિજ કંપની દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ખેતર માલિક જમીન આપવા માગતા ન હોય તો ટાવર ઉભુ કરવામાં વપરાતી જમીનમાં પાકનુ નુકશાન થાય તેના વળતર અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વિજ કંપની પોલીસ પ્રોટેક્શન સાથે ટાવર ઉભા કરવાની કાર્યવાહી કરી રહી હોવાનુ જણાતા બાસણાના ખેડૂતોએ ગુજરાત એનર્જી ટ્રાન્સ કોપ.લી.(જેટકો)ને એક લેખીત આવેદન આપી જણાવ્યુ છેકે, એક માસ પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સમક્ષ રજુઆત કરતા ખેડૂતોની ન્યાયીક માગણી સ્વિકારવામાં આવી હતી. જેનો આજદિન સુધી કોઈ અમલ કરાયો નથી.        ટાવરો ઉભા કરવામાં પાક નુકશાનીનુ વળતર તથા જમીન વળતર અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ત્યારે વિજ કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ કે કોન્ટ્રાક્ટર જમીનમાં પ્રવેશ કરશે તો હાઈકોર્ટને ચુકાદા પ્રમાણે અનઅધિકૃત પ્રવેશ કર નુકશાન પહોચાડનાર તમામ સામે કોર્ટ રાહે કાનુની કાર્યવાહી કરવાની ફરજ પડશે. વિજ કંપની દ્વારા જમીનોને નુકશાન પહોચાડવાનો જોહુકમીભર્યા નિર્ણય કરવામાં આવશે તો ગાંધી ચીન્ધ્યા માર્ગે ખેડૂતો આંદોલન કરશે. જરૂર પડે તો જલદ આંદોલન પણ કરવામાં આવશે. વિધાનસભાની ચુંટણી નજીકમાં છે ત્યારે વિજકંપની દ્વારા ખેડૂતોને વિશ્વાસમાં લીધા સીવાય જમીનમાં ટાવર ઉભા કરવાની કાર્યવાહી કરવામાં આવશે તો ખેડૂતોની નારાજગી ભાજપના ઉમેદવારને સહન કરવાનો વારો આવે તો નવાઈ નહી કહેવાય.

Leave a comment

Back to Top