વડનગર, ખેરાલુ, સતલાસણા તાલુકામાંથી કાર્યકરો ઉમટી પડતા  ખેરાલુમાં વિજય યુવા ટંકાર રેલીનું સ્થળ નાનુ પડ્યુ

વડનગર, ખેરાલુ, સતલાસણા તાલુકામાંથી કાર્યકરો ઉમટી પડતા ખેરાલુમાં વિજય યુવા ટંકાર રેલીનું સ્થળ નાનુ પડ્યુ

News, Prachar News No Comments on વડનગર, ખેરાલુ, સતલાસણા તાલુકામાંથી કાર્યકરો ઉમટી પડતા ખેરાલુમાં વિજય યુવા ટંકાર રેલીનું સ્થળ નાનુ પડ્યુ

વડનગર, ખેરાલુ, સતલાસણા તાલુકામાંથી કાર્યકરો ઉમટી પડતા

ખેરાલુમાં વિજય યુવા ટંકાર રેલીનું સ્થળ નાનુ પડ્યુ

(પ્ર.ન્યુ.સ.)        ખેરાલુ,            રવિવાર

ખેરાલુ શહેરમાં વિજય યુવા ટંકાર રેલી માટે માત્ર ભાજપના કાર્યકરોનેજ બોલાવ્યા હતા. સ્થાનિક પ્રજા તેમજ વડનગર, ખેરાલુ, સતલાસણા તાલુકાના શહેરો અને ગામડાઓમાં ખાસ પ્રચાર થયો નહોતો છતાં પણ પ્રજાપતિ સમાજની વાડીનો હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. કાર્યકરોને બહાર ઉભા રાખવા પડ્યા હતા. ખેરાલુ વિધાનસભા મત વિસ્તારમાં જો અગાઉથી જાહેરાત કરી હોત તો હજારોની સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હોત તેવુ જોવા મળતુ હતુ.

વિજય ટંકાર રેલીમાં સંસદીય સચિવ ભરતસિંહ ડાભી, રાષ્ટ્રીય કાર્યકારણીના સભ્ય હિતેષભાઈ ચૌધરી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચા મહામંત્રી કમલેશભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય પવનભાઈ ચૌધરી, જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ વિનેશભાઈ પ્રજાપતિ, ખેરાલુ એ.પી.એમ.સી.ના ચેરમેન તથા ટંકાર રેલીની સભાના ખર્ચના દાતા ભીખાલાલ ચાચરીયા, ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ કેશુભાઈ ચૌધરી, સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ પરમાર, વડનગર તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા યુવા મોરચા મંત્રી મયુરસિંહ પરમાર, ખેરાલુ શહેર ભાજપ પ્રમુખ હેમન્તભાઈ શુકલ, ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ રાણા, પૂર્વ જિલ્લા યુવા મોરચા પ્રમુખ તથા અગ્રણી બિલ્ડર સરદારભાઈ ચૌધરી હાજર રહ્યા હતા. સભાનું સંચાલન ચેતનજી ઠાકોરે કર્યુ હતુ.

સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ પરમારે જણાવ્યુ હતુ કે, આપણો વિજય તો થઈજ ગયો છે. ગત વિધાનસભામાં સતલાસણા તાલુકામાં ભાજપ ત્રણ હજાર વોટ પાછળ હતુ. આ વખતે ખેરાલુ તાલુકા કરતા પણ વધુ લીડ અમે સતલાસણા તાલુકામાંથી લાવીશુ. આજથી વિજયના શ્રીગણેશ થઈ ગયાજ છે.

જિલ્લા સદસ્ય બાબુજી ઠાકોર, પરથીભાઈ ચૌધરી અને કનકસિંહ થોડા લેટ પડ્યા હતા. જેથી બાબુજી ઠાકોરે કવિની શૈલીમાં સરસ વક્તવ્ય આપી યુવાનોને પ્રોત્સાહન આપતા જણાવ્યુ કે, છેલ્લા ૧૦ વર્ષમાં જે વિકાસ થયો છે તેવો વિકાસ છેલ્લા ૬૦ વર્ષમાં જોવા મળ્યો નથી. ખેરાલુ માર્કેટયાર્ડના ચેરમેન ભિખાલાલ ચાચરીયાએ જણાવ્યુ હતુ કે, લોકસભામાં ૪૪૪૦૦ મતની લીડ મળી હતી. આ વખતની વિધાનસભામાં ૫૧ હજારની લીડ મેળવવાની છે. સતલાસણા તાલુકો લીડ આપવામાં આપણા ખેરાલુ તાલુકાથી આગળ ન નીકળે તેની જવાબદારી યુવાનોની છે. રેલ્વે, રસ્તા, વિજળી, પાણીના તમામ પ્રશ્નો હલ થઈ ગયા છે. હાલ ચિમનાબાઈ સરોવરમાં ૨૪.૫ નું લેવલ છે. વરસંગ તળાવ ભરવા ૪૭ કરોડના ખર્ચે પાઈપલાઈન નંખાઈ રહી છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે બે નેશનલ હાઈવે ખેરાલુ વિધાનસભાને આપ્યા છે. ઉંડણી ફલાસણનો પુલ ૧૨ કરોડના ખર્ચે બની રહ્યો છે. બધાજ ગામોના કામો પૂર્ણ થઈ ગયા છે. ૫૧ હજારની લીડ અપાવવાની છે.

સતલાસણાના ૧૦૦ ઉપરાંત અનુસુચિત જાતિના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. જેમાં યુવા મોરચા તાલુકા સતલાસણા પ્રમુખ કરણસિંહ ચૌહાણ અને જિલ્લા યુવા મોરચા મંત્રી મયુરસિંહ પરમારના પ્રયત્નોથી ૧૦૦ કાર્યકરો ભાજપમાં જોડાતા તેમનું પણ સન્માન કરાયુ હતુ. સરદારભાઈ ચૌધરીના પ્રયત્નોથી ફતેહપુરા સરપંચ દિનેશભાઈ ચૌધરી ભાજપમાં જોડાયા હતા. સરદારભાઈ ચૌધરીએ જણાવ્યુ હતું કે, યુવાઓએ ભારતનું ભાગ્ય છે. ભારતની ૬૫% વસ્તી યુવા છે. જેથી આપણે ભેગા મળીને ભવ્ય ભારતનું નિર્માણ કરવાનું છે. ૧૯૯૫ પહેલા કોંગ્રેસ હતી પછી ભાજપની સરકાર થઈ. પહેલા કોમી તોફાનો થતા હતા, કરફ્યુથી લોકો હૈરાન થતા હતા. મારો દિકરો ૧૮ વર્ષનો છે તે મને પાટીદાર આંદોલન વખતે પુછતો હતો કે, કરફ્યુ શું છે? તો ભાજપે શાંતિ અને સલામતી સાથે વિકાસ આવ્યો છે. તેની આ સાબિતી કહેવાય. હિતેશભાઈ ચૌધરીએ જણાવ્યુ કે, રાષ્ટ્રવાદી વિચારોને નરેન્દ્રભાઈએ સમર્થન આપ્યુ છે. ભાજપના વિકાસના મંત્રને કોઈ પહોચી ન શકે, ચુંટણી આજથી શરુ થઈ ગઈ છે. ૨૦૧૪ પહેલા કરોડોના કૌભાંડો થતા હતા. દેશના યુવાનોમાં જે ક્રોધ હતો તે મતમાં ફેરવાતા કોંગ્રેસ વિરોધ પક્ષમાં બેસી શકે તેટલી ૫૪ સીટો પણ લાવી શક્યુ નથી. ત્રણ વર્ષમાં ભ્રષ્ટાચારનો એકપણ આક્ષેપ થયો નથી. ૩ કરોડ મહિલાઓને ગેસના બાટલા મફત અપાય છે. ભારતની સરહદથી ચીને સૈન્ય પાછુ ખેંચ્યુ છે. ન્યુ ઈન્ડીયા એટલે શું? ખેતરમાં પાણી ઘરમાં લાઈટ, શિક્ષણ અને લોકો સુરક્ષિત હોય તે ન્યુ ઈન્ડીયા છે. ગુજરાત દેશમાં સૌથી વધુ ૮૩% રોજગારી આપતુ રાજ્ય છે. બનાસકાંઠામાં પુર આવ્યુ ત્યારે યુવા મોરચાએ ફુડપેકેટ, કપડા, ઘાસ મોકલી સેવા કરી છે. બનાસકાંઠામાં ૯ માંથી ૯ ધારાસભ્યો ભાજપના જીતાડીશું. ૨૦૧૭ની ચુંટણી યુધ્ધ જેવી છે. કોંગ્રેસ ગપગોળા જુઠાણા ચલાવે સોશીયલ મીડીયાની ટીમ કોંગ્રેસે હાયર કરી છે. ખેરાલુમાંથી કમળ મોકલજો ભરતસિંહ ડાભીએ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં ૧૫૦ બેઠકોનો લક્ષ્યાંક પાર કરવાનો છે. ખેરાલુની ત્રણ તાલુકા પંચાયતો કબ્જે કરી, રસુલપુર ખાતે ૨૦૦ ક્યુસેક પાણી નાંખી ચિમનાબાઈ અને વરસંગ તળાવમાં નંખાશે. વઘવાડીનું તળાવ રીવર્સ પાણીથી ભરાયુ છે. મોકેશ્વર ડેમથી પાણી આવ્યુ છે. ૧૭૦૦ એકરનુું તળાવ બારેમાસ ભરેલુ રહે તેવુ આયોજન કરવાનું છે. બે નેશનલ હાઈવેમાં ૨૦૦ કરોડ ફળવાયા છે. કોંગ્રેસે તારંગા રેલ્વે મંજુર ન કરી ભાજપે મહેસાણા-તારંગા-અંબાજી આબુ રોડ માટે ૧૮૦૦ કરોડ ફાળવ્યા છે. હેમન્તભાઈ શુકલએ આભારવિધી કરી હતી.

Leave a comment

Back to Top