વિસનગરમાં કોંગ્રેસના નવસર્જન રોજગાર અભિયાનમાં ૧૨૦૦૦ બેરોજગારોનુ રજીસ્ટ્રેશન

વિસનગરમાં કોંગ્રેસના નવસર્જન રોજગાર અભિયાનમાં ૧૨૦૦૦ બેરોજગારોનુ રજીસ્ટ્રેશન

News, Prachar News No Comments on વિસનગરમાં કોંગ્રેસના નવસર્જન રોજગાર અભિયાનમાં ૧૨૦૦૦ બેરોજગારોનુ રજીસ્ટ્રેશન

વિસનગરમાં કોંગ્રેસના નવસર્જન રોજગાર અભિયાનમાં ૧૨૦૦૦ બેરોજગારોનુ રજીસ્ટ્રેશન

ભાજપે બેરોજગારોનુ ઉત્પાદન કરતી ફેક્ટરીઓ

જેવી શૈક્ષણિક સંસ્થાઓને આડેધડ મંજુરી આપી પરંતુ રોજગારી ન આપી-કોંગ્રેસ

(પ્ર.ન્યુ.સ.)              વિસનગર,રવિવાર

ભાજપ સરકારની નિતિઓના કારણે અત્યારે ગુજરાતમાં અસંખ્ય બેરોજગાર યુવાનો ભટકી રહ્યા છે. ત્યારે વિધાનસભાની ચુંટણી ટાણે કોંગ્રેસે આ મુદ્દાનો લાભ ઉઠાવી નવસર્જન યુવા રોજગાર અભિયાન અંતર્ગત બેરોજગાર યુવાનોની નોંધણી શરૂ કરી છે. જેમાં વિસનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં ૧૨૦૦૦ બેરોજગાર યુવાનોનુ રજીસ્ટ્રેશન થયુ છે. તાલુકાના મોટા ગામડાઓમાં હજુ પણ રજીસ્ટ્રેશન કામગીરી ચાલુ છે.

કોંગ્રેસના મંતવ્ય પ્રમાણે ગુજરાતની ભાજપ સરકારે બેરોજગારોનુ ઉત્પાદન કરતી ફેક્ટરીઓ જેવી શૈક્ષણિક સંસ્થાઓને આડેધડ મંજુરી આપી પરંતુ યુવાનોને રોજગારી આપી શકી નથી. અત્યારે ગુજરાતમાં લાખ્ખોની સંખ્યામાં શિક્ષિત બેરોજગાર નોકરીની આશાએ ફરી રહ્યા છે. બેરોજગારોને રોજગારી આપવાની ભાજપની નિષ્ફળતાનો લાભ અત્યારે કોંગ્રેસ ઉઠાવી રહી છે. વિધાનસભાની ચુંટણીના જાહેરનામાની ઘડીઓ ગણાઈ રહી છે તેવા સમયે કોંગ્રેસે બેરોજગારીનો મુદ્દો બનાવી બેરોજગાર યુવાનોને આકર્ષવા નવસર્જન યુવા રોજગાર અભિયાન આરંભ્યુ છે. વિસનગર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા તા.૧૮-૯ અને ૧૯-૯ એમ બે દિવસ બેરોજગાર યુવાનોની નોંધણી કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલ અને શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોર આયોજીત આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખ રણજીતજી ઠાકોર, પૂર્વ મંત્રી કિરીટભાઈ પટેલ, જીલ્લા સદસ્ય મહેશભાઈ પાલડી, હસમુખભાઈ ચૌધરી, સુધીરભાઈ પટેલ, ગાયત્રીબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મધુબેન પટેલ, પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ, કોંગ્રેસ અગ્રણી હરેશભાઈ ચૌધરી, ગણપતભાઈ પરમાર, શામળભાઈ રબારી, પરીક્ષીતભાઈ પરમાર, તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ કિરણસિંહ ચાવડા, બાબુભાઈ વાસણવાળા, પાલિકા અને તાલુકા પંચાયતના સભ્યો, કોંગ્રેસના કાર્યકરો વિગેરેએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

નવસર્જન યુવા રોજગાર અભિયાનના કોંગ્રેસના આ બે દિવસના કાર્યક્રમમાં શિક્ષિત ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલા બેરોજગાર યુવાનોનો રજીસ્ટ્રેશન કરાવવા ભારે ઘસારો જોવા મળ્યો હતો. બે દિવસના આ કાર્યક્રમમાં ૧૨૦૦૦ જેટલા બેરોજગાર યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોરે જણાવ્યુ હતું કે, બે દિવસના આ કાર્યક્રમ બાદ તાલુકાના ઉમતા, દેલા, વાલમ, ભાન્ડુ, દેણપ જેવા મોટા ગામડાઓમાં ફરીને રજીસ્ટ્રેશનમાં બાકી રહી ગયેલા યુવાનોનુ રજીસ્ટ્રેશન કરાવવામાં આવશે. જેમાં લગભગ ૬૦૦૦ થી ૭૦૦૦ ફોર્મ ભરાયાની પુરેપુરી શક્યતા છે. વિસનગર શહેર અને તાલુકામાંથી ૨૦ હજાર ઉપરાંત્ત ફોર્મ ભરાશે. ફોર્મ ભરવા આવનાર બેરોજગાર યુવાનોનો ભાજપ સરકાર સામે રોષ જોવા મળતો હતો. રજીસ્ટ્રેશન કરાવનાર યુવાનોએ ભરોસો વ્યક્ત કર્યો હતો કે, કોંગ્રેસ બોલી છે તે પ્રમાણે પાળી બતાવશે. આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ આવશે. અમે કોંગ્રેસનેજ મત આપવાના છીએ. કોંગ્રેસના આ કાર્યક્રમથી અને બેરોજગાર યુવાનોનુ રજીસ્ટ્રેશન કરાવવાના ઘસારાથી ભાજપની ઉંઘ હરામ થઈ ગઈ છે.

Leave a comment

Back to Top