વિસનગર પાલિકામાં કાયમી ચીફ ઓફીસર શા માટે નિમાતા નથી?

વિસનગર પાલિકામાં કાયમી ચીફ ઓફીસર શા માટે નિમાતા નથી?

News, Prachar News No Comments on વિસનગર પાલિકામાં કાયમી ચીફ ઓફીસર શા માટે નિમાતા નથી?

વિસનગર પાલિકામાં કાયમી ચીફ ઓફીસર શા માટે નિમાતા નથી?

(પ્ર.ન્યુ.સ.)        વિસનગર,રવિવાર

વિસનગર પાલિકામા વિકાસમંચ અને કોંગ્રેસના ગઠબંધનનુ ભાજપ વિરોધી બોર્ડ આવ્યુ છે ત્યારથી વિસનગર પાલિકામા કાયમી ચીફ ઓફીસરની નિમણુંક થાય છે અને બદલી થાય છે.  છેલ્લા દોઢ વર્ષથી મોટાભાગે ઈન્ચાર્જ ચીફ ઓફીસરથી કામ ચાલે છે. કાયમી ચીફ ઓફીસર નહિ નિમાવા પાછળ કોણ જવાબદાર? કોના દોરી સંચારથી કાયમી ચીફ ઓફીસર નિમાતા નથી ?

પ્રાપ્ત માહિતી મુજબ કોઈપણ નગરપાલિકામાં કાયમી ચીફ ઓફીસર હોય તો પાલિકાના વિકાસના કામો સારી રીતે ચાલે અને શહેરનો વિકાસ થાય. ઈન્ચાર્જ ચીફ ઓફીસર નીતિ વિષયક નિર્ણયો લેતા સાત વાર વિચારે, પાલિકાના પગાર, લાઈટબીલો, પાણીના બીલો, ટેલીફોન બીલો જે આવશ્યક જરૂરીયાત છે તેવા ચીલાચાલુ કામોજ ઈન્ચાર્જ ચીફ ઓફીસરના સમયગાળામા થતા હોય છે. વિસનગર પાલિકામા ભાજપ વિરોધી બોર્ડ હોવાથી કાયમી ચીફ ઓફીસરની નિમણુંક થતી નથી તેવી પાલિકા વર્તુળની ચર્ચા છે. જે પણ ઈન્ચાર્જ ચીફ ઓફીસરો નિમાયા છે તેમાં મોટાભાગના માથાભારે અધિકારીઓ આવ્યા છે જેથી ગઠબંધનના બોર્ડને સમજણ પાડી શકાય. વિસનગર સાથે ઓરમાયા વર્તન માટે જવાબદાર કોણ ? તા.૧પ-૯-ર૦૧૭ના રોજ વિસનગર પાલિકાના ચીફ ઓફીસર માટે રીટાયર્ડ થયેલા અધિકારીઓના ઈન્ટરવ્યુ કલેકટર ઓફીસમા લેવાઈ ગયા છે.આશરે દસથી પંદર સક્ષમ અધિકારીઓએ ઈન્ટરવ્યુ આપ્યા છે. જીલ્લા કલેકટર ઈચ્છે તો વિસનગરમા તાત્કાલિક ચીફ ઓફીસરની નિમણુંક થાય. રાજકીય દખલગીરીને લઈને ઈન્ટરવ્યુ બાદ પણ વિસનગરમા ચીફ ઓફીસરની નિમણુંક થઈ નથી. પ્રવર્તમાન ચીફ ઓફીસર ધારાસભ્યની ભલામણથી આવ્યા છે. તેવી પાલિકા વર્તૃળમા ચર્ચા છે. જો કે ધારાસભ્ય આ વાતનો ઈન્કાર કરે છે. પણ વાત તદ્‌ન સાચી હોઈ શકે. ઈન્ચાર્જ ચીફ ઓફીસરને કોંગ્રેસના પાલિકા પ્રમુખ શકુન્તલાબેન સાથે ભારે સેટીંગ થઈ ગયાનુ ચર્ચાય છે. ધારાસભ્ય ઈચ્છે છે કે જો આ ચીફ ઓફીસર ધારાસભાની ચુંટણી સમયે હશે તો ભાજપને ફાયદો થઈ શકે છે. પાલિકા પ્રમુખ ઈચ્છે છે કે જો આ ચીફ ઓફીસર ચુંટણી સમય હશે તો કોંગ્રેસને ફાયદો થશે. ચુંટણી સમયે પ્રવર્તમાન ચીફ ઓફીસર હશે તો ફાયદો કોને કરે છે તે સમય જ કહેશે. પ્રવર્તમાન ચીફ ઓફીસરને વિસનગર રાખવા માટે રાજકીય વગનો ઉપયોગ થઈ રહ્યો છે જેથી કાયમી ચીફ ઓફીસરની નિમણુંક લંબાવવામા આવે છે. નિમણુંક લંબાવવા પાછળનુ કારણછે આચાર સંહિતા લાગે તો નવીન ચીફ ઓફીસરની નિમણુંક ન થાય તે માટે નવા ચીફ ઓફીસરની નિમણુંક લંબાવાઈ રહી છે. આના પાછળનુ રહસ્ય શું છે તે લોકો સમજી શકતા નથી આનો જવાબ ફક્ત નવા ચીફ ઓફીસરની નિમણુંક ને અટકાવવા પાછળ જેમનુ નામ બોલાઈ રહ્યુ છે તે ધારાસભ્ય જ આપી શકે છે.

Leave a comment

Back to Top