વિસનગર સાર્વજનિક સ્મશાનગૃહ પૂર્ણતાને આરે  સ્મશાનગૃહમાં ટૂંક સમયમાં અદ્યતન શબવાહિની આવી રહી છે

વિસનગર સાર્વજનિક સ્મશાનગૃહ પૂર્ણતાને આરે સ્મશાનગૃહમાં ટૂંક સમયમાં અદ્યતન શબવાહિની આવી રહી છે

News, Prachar News No Comments on વિસનગર સાર્વજનિક સ્મશાનગૃહ પૂર્ણતાને આરે સ્મશાનગૃહમાં ટૂંક સમયમાં અદ્યતન શબવાહિની આવી રહી છે

વિસનગર સાર્વજનિક સ્મશાનગૃહ પૂર્ણતાને આરે

સ્મશાનગૃહમાં ટૂંક સમયમાં અદ્યતન શબવાહિની આવી રહી છે

(પ્ર.ન્યુ.સ.)              વિસનગર,રવિવાર

વિસનગર શહેરમાં બની રહેલ નવીન સ્મશાનગૃહમાં દશેરા પહેલા બનાવેલા મંદિરોમાં દાતાઓની સૂચના અનુસારની મૂર્તિઓની પ્રતિષ્ઠા થશે. ત્રણ મહિનામાં સ્મશાનગૃહનું કામ પૂર્ણ થવાની આશા સ્વસ્તિક ગૃપના ચેરમેન રાજુભાઈએ વ્યક્ત કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ વિસનગર શહેરમાં અંતિમ વિસામો ટ્રસ્ટના નેજા નીચે બની રહેલ સાર્વજનિક સ્મશાનગૃહના ટ્રસ્ટીઓ, દાતાઓ, પાલિકા પ્રમુખ તથા સભ્યોની એક મીટીંગ તાજેતરમાં મળી હતી. ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પટેલે પાલિકા પાસે કેટલાક કામો સૂચવ્યા હતા. જેમાં સ્મશાનગૃહમાં સ્ટ્રીટલાઈટ, સ્મશાનગૃહ સુધી ઊંચો રોડ, સ્મશાનગૃહ પાસેના ઉકરડા ઉઠાવી પાર્કીંગ કરવા સહિતના કામો જણાવવામાં આવ્યા હતા. પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલે શક્ય એટલા તમામ કામો કરવાની બાંહેધરી આપી હતી. ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈએ જણાવ્યુ હતું કે, ત્રણથી ચાર મહિનામાં સ્મશાનગૃહનુ કામ પૂરુ થવા જઈ રહ્યુ છે. દાતાઓ તરફથી મળેલી મૂર્તિઓની સ્થાપના દશેરા પહેલા કરવામાં આવશે. મૂર્તિઓના દાતાઓની સંખ્યા વધી જવાના કારણે એક જગ્યાએ સાતથી આઠ મૂર્તિઓ મૂકી નવીન સુંદર મંદિર બનાવવામાં આવશે. ટૂંક સમયમાં શબવાહિની આવી રહી છે. જે શબ્દવાહિનીમાં ડેડ બોડી સાથે ૧૫ સભ્યો બેસવાની સગવડ કરવામાં આવી છે. સ્મશાનગૃહ તૈયાર થઈ ગયા બાદ શહેરના તમામ દરવાજા અને જ્ઞાતિઓને આ સ્મશાન ગૃહનો લાભ લેવા સમજાવાશે. વિસનગર શહેર આ સ્મશાનગૃહમાં આવતુ થઈ ગયા બાદ વિસનગર તાલુકામાં ફરી દરેક ગામને આ સ્મશાન ગૃહનો લાભ લેવા માટે જણાવાશે. રાજુભાઈએ વધારામાં જણાવ્યુ હતું કે, પહેલા વર્ષમાં ૬૦ થી ૭૦ ડેડબોડી આ સ્મશાનગૃહમાં આવતા હતા. જેની સંખ્યા વધી ૧૪૦ થી પણ વધુ થઈ ગઈ છે. સ્મશાનગૃહમાં અદ્યતન બન્યા બાદ ડેડબોડીની સંખ્યા વધશે. ઓછા લાકડાથી ડેડ બોડી બાળવાની ભઠ્ઠી તૈયાર થઈ ગઈ છે. ગેસ આધારીત ભઠ્ઠી પણ તૈયાર થઈ ગઈ છે. જે લોકોને મૃતદેહ બાળવા માટે જેવી સગવડ જોઈએ તેવી સગવડ મળી રહેશે. ૨૦૦ માણસો બેસી શકે તેવો પ્રાર્થના હૉલ તૈયાર થઈ ગયો છે. સ્મશાનગૃહનું કામ પૂર્ણ થઈ ગયા બાદ બાગબગીચા વિકસાવી પર્યટક સ્થળ બનાવવા માટેની અમારી ઈચ્છા છે. પ્રમુખે છેલ્લે જણાવ્યુ હતું કે, લોકોએ અમારી અપેક્ષા કરતાં પણ વધારે મદદ કરી છે. કદિ અમને નાણાંભીડ વર્તાઈ નથી હજુપણ દાનનો પ્રવાહ ચાલુ છે. જેમ જેમ વધુ દાન મળશે તેમ તેમ સગવડો વધારવાની વહીવટકર્તાઓની મહેચ્છા છે.

Leave a comment

Back to Top