નાફેડ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરે છે તેમ વિસનગર માર્કેટયાર્ડમાં CCI કપાસની ખરીદી શરૂ કરે

નાફેડ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરે છે તેમ વિસનગર માર્કેટયાર્ડમાં CCI કપાસની ખરીદી શરૂ કરે

News, Prachar News No Comments on નાફેડ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરે છે તેમ વિસનગર માર્કેટયાર્ડમાં CCI કપાસની ખરીદી શરૂ કરે

નાફેડ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરે છે તેમ
વિસનગર માર્કેટયાર્ડમાં CCI કપાસની ખરીદી શરૂ કરે

રવિવાર(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર માર્કેટયાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરતા ખેડૂતો મગફળી વેચવા ઘસારો કરી રહ્યા છે. ત્યારે તાલુકામાં જેનુ મોટા પ્રમાણમાં ખેત ઉત્પાદન થાય છે તેવા કપાસની ટેકાના ભાવે ખરીદી ક્યારે શરૂ થશે તેવી ખેડૂતો દ્વારા માગણી થઈ રહી છે. ખેડૂતો કપાસનો માલ વેચે પછી સીસીઆઈ ટેકાના ભાવે ખરીદી શરૂ કરે તે શુ કામનું તેવો ખેડૂતોએ પ્રશ્ન કર્યો છે. વિસનગર માર્કેટયાર્ડના નાફેડ દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. વિસનગર તાલુકામાં મગફળીનો પાક લેવામાં આવતો નથી. ત્યારે માર્કેટયાર્ડમાં સારી વ્યવસ્થા અને માર્કેટયાર્ડના વેપારીઓનો સારો વ્યવહાર હોવાના કારણે આસપાસના તાલુકાના મગફળીનો પાક લેતા ખેડૂતો વિસનગર માર્કેટયાર્ડમાં મગફળી વેચવા માટે આકર્ષાઈ રહ્યા છે. અત્યારે માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીની આવકો થઈ રહી છે. વિસનગર તાલુકામાં કપાસનુ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. માર્કેટયાર્ડમાં મુખ્યત્વે કપાસની આવક વધારે થાય છે. ત્યારે નવાઈની બાબત છેકે કોટન કોર્પોરેશન ચીફ ઈન્ડીયા (સીસીઆઈ) દ્વારા હજુ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી નથી. ત્યારે તાલુકામાં કપાસ પકવતા ખેડૂતોની લાગણી છેકે સીસીઆઈ દ્વારા તાત્કાલીક ધોરણે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવી જોઈએ. એક ખેડૂતે તો એવી નારાજગી વ્યક્ત કરી હતી કે કાયમ માટે સીસીઆઈ ખેડૂતો કપાસ વેચી દે તે પછી જીનીંગવાળાની મીલીભગતથી પાછળથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરે છે. ખેડૂતો સસ્તામાં માલ વેચી દે ત્યારબાદ સીસીઆઈના અધિકારીઓ જીનીંગવાળા પાસે સેટીંગ કરે છે. જેમાં બન્નેને ફાયદો થાય છે અને કાળી મજુરી કરી ખેતી કરનાર ખેડૂતો છેતરાય છે. સીસીઆઈના ટેકાના ભાવે ખરીદીનો ખેડૂતોને કોઈ લાભ મળતો નથી. સીસીઆઈના અધિકારીઓ અને જીનીંગવાળાના ઘર ભરાય છે. આમેય દર વખતે કિસાન સંઘના આગેવાનો ફરિયાદ કરતા આવ્યા છેકે ખેડૂતોનો માલ વેચાયા બાદ સરકાર ટેકાના ભાવે ખરીદી શરૂ કરે છે. ખેડૂત ખેતપેદાશ લેવાનુ શરૂ કરે તે દિવસથીજ ટેકાના ભાવે ખરીદી શરૂ થવી જોઈએ જેથી ખેડૂતને તેનો લાભ મળે. આ બાબતે પ્રચારે માર્કેટયાર્ડના સેક્રેટરી કમલેશભાઈ પટેલનો સંપર્ક કરી પ્રશ્ન કર્યો હતો કે સીસીઆઈ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ખરીદી ક્યારે શરૂ કરશે. જેના પ્રત્યુત્તરમાં સેક્રેટરીએ જણાવ્યુ હતું કે, કપાસની ટેકાના ભાવે ખરીદી કરવા સીસીઆઈને પત્ર લખવામાં આવ્યો છે. મણે રૂા.૮૫૪ ના ભાવે ટુંક સમયમાં કપાસની ખરીદી શરૂ થશે. સીસીઆઈને કપાસ વેચનાર ખેડૂતને મણે રૂા.૧૦૦ બોનસ આપવામાં આવશે. જેથી ખેડૂતને એક મણ કપાસના રૂા.૯૫૪ ટેકાનો ભાવ મળશે. માર્કેટયાર્ડના ચેરમેન અને સેક્રેટરીએ તો ખેડૂતોના હિતમાં કપાસના ટેકાના ભાવે ખરીદી કરવા સીસીઆઈને પત્ર લખી દીધો છે ત્યારે જોવાનુ રહ્યુ કે સીસીઆઈ હવે ક્યારે ખરીદી શરૂ કરે છે?

Leave a comment

Back to Top