રાજ્ય સરકારે શ્રી વાળીનાથજીના મંદિરના વિકાસ માટે રૂ.૨.૫૦ કરોડ ફાળવ્યા વિસનગર તાલુકાના તરભમાં ભાવપુષ્પ અભિવાદન સમારોહ યોજાયો

રાજ્ય સરકારે શ્રી વાળીનાથજીના મંદિરના વિકાસ માટે રૂ.૨.૫૦ કરોડ ફાળવ્યા વિસનગર તાલુકાના તરભમાં ભાવપુષ્પ અભિવાદન સમારોહ યોજાયો

News, Prachar News No Comments on રાજ્ય સરકારે શ્રી વાળીનાથજીના મંદિરના વિકાસ માટે રૂ.૨.૫૦ કરોડ ફાળવ્યા વિસનગર તાલુકાના તરભમાં ભાવપુષ્પ અભિવાદન સમારોહ યોજાયો

રાજ્ય સરકારે શ્રી વાળીનાથજીના મંદિરના વિકાસ માટે રૂ.૨.૫૦ કરોડ ફાળવ્યા
વિસનગર તાલુકાના તરભમાં ભાવપુષ્પ અભિવાદન સમારોહ યોજાયો

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામે રાજ્ય સરકાર દ્રારા શ્રી વાળીનાથ મંદિરના વિકાસ માટે રૂ.૨.૫૦ કરોડ ફાળવ્યા હતા.જેના ભાગ રૂપે કોઠારી સ્વામીશ્રી ગોવિંદગિરિજી ગુરૂશ્રી બળદેવગિરિજી મહારાજના તથા અખાડાના સર્વે સંતગણ દ્વારા ભાવપુષ્પ અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ ભાવપુષ્પ સમારોહમાં રાજ્યસભા સાંસદશ્રી અમિત શાહ,નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ સહિતના મહાનુંભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિસનગરના તરભ ખાતે યોજાયેલ ભાવપુષ્પ અભિવાદન સમારોહમાં મુખ્ય મહેમાનો દ્વારા રૂ.૨.૭૦ કરોડના વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તરભ ગુજરાતના સમગ્ર રબારી સમાજની આસ્થાનું કેન્દ્ર છે.શ્રી વાળીનાથ ભગવાનના નવનિર્મિત ભવ્યાતિભવ્ય શિવાલયને પરિપૂર્ણ કરવા સંસ્થાને રૂ.૨.૫૦ કરોડ રૂપિયાની રકમનું યોગદાન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે.રાજ્ય સરકારના ભગીરથ ધાર્મિક અહોભાવને બિરદાવવા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તરભ ખાતે યોજાયેલ આ સમારોહમાં રાજ્યસભાના સાંસદશ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે દેશમાં ધાર્મિક યાત્રાધામોનો વિકાસ થાય તે દિશામાં સરકાર દ્રારા પ્રયત્નો થઇ રહ્યા છે. આગામી સમયમાં શ્રી વાળીનાથ મંદિરના વિકાસ માટે સરકાર નાણાં ફાળવશે તેમ જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે  શ્રી વાળીનાથ મંદિર લોકો માટે આસ્થાનું અને શ્રધ્ધાનું કેન્દ્ર બન્યું છે. યાત્રાધામોના સ્થળ પર લોકોને સુખાકારી સુવિધાઓ મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ બની છે. આગામી સમયમાં શ્રી વાળીનાથ મંદિરના વિકાસ માટે વધુ પાંચ કરોડ રૂપિયા તબક્કાવાર અપાશે તેમ જણાવ્યું હતું.         ભાવપુષ્પ  અભિવાદન સમારોહમાં મહેમાનશ્રીઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ભાવપુષ્પ અભિવાદન સમારોહમાં સંસદિય સચિવશ્રી રણછોડભાઇ રબારી,સંસદિય સચિવશ્રી ભરતસિંહ ડાભી,સાંસદશ્રી જયશ્રીબહેન પટેલ,ધારાસભ્ય સર્વેશ્રી ઋષિકેશભાઇ પટેલ,નારાયણભાઇ પટેલ,રજનીકાન્ત પટેલ,પુર્વ ધારાસભ્યશ્રી કાંકરેજ, સંતો મંહતો, સામાજિક અગ્રણીઓ, ધાર્મિક ભક્તજનો, પ્રબુધ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Back to Top