વિસનગરમાં રાષ્ટ્ર સેવિકા સમિતીની શિબિર યોજાઈ

વિસનગરમાં રાષ્ટ્ર સેવિકા સમિતીની શિબિર યોજાઈ

News, Prachar News No Comments on વિસનગરમાં રાષ્ટ્ર સેવિકા સમિતીની શિબિર યોજાઈ

વિસનગરમાં રાષ્ટ્ર સેવિકા સમિતીની શિબિર યોજાઈ

રવિવાર(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં આવેલ સહજાનંદ સ્કુલમાં રાષ્ટ્ર સેવિકા સમિતીની પાંચ દિવસીય શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં મહેસાણા અને ગાંધીનગર વિભાગના કુલ ૩૧ સ્થળોથી ૧૧૩ સેવિકાઓએ ભાગ લઈ સ્વરાષ્ટ્ર, સ્વધર્મ અને સ્વરક્ષણ વિશેનુ માર્ગદર્શન મેળવ્યુ હતુ. આ શિબિરની ગત શનિવારે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમાજમાં મહિલાઓ સ્વરક્ષણ બતાવી તેમની બૌધિક પાત્રતા, શારીરિક દ્રઢતા સાથે માનસિક શક્તિનો વિકાસ કરી જીવનમાં તેમને સ્વરાષ્ટ્ર, સ્વધર્મ અને સ્વસંસ્કૃતિની સુરક્ષા કરવાની પ્રવૃત્તીના હેતુથી ઈ.સ.૧૯૩૬ થી રાષ્ટ્ર સેવિકા સમિતી કાર્યરત કરવામાં આવી હતી. જેમાં દર વર્ષે માર્ગદર્શન શિબિરો અને વર્ગોનું આયોજન કરાય છે. શિબિરમાં સવારે ૫-૦૦ વાગ્યાથી રાત્રીના ૧૦-૦૦ વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો થાય છે. જેમાં વિસનગરમાં આવેલ સહજાનંદ સ્કુલમાં ગત તા.૨૪-૧૧ થી પાંચ દિવસની શિબિર યોજાઈ હતી. જેમાં મહેસાણા અને ગાંધીનગર વિભાગના ૩૧ સ્થળો ઉપરથી ૧૧૩ સેવિકાઓએ ભાગ લીધો હતો. આ શિબિરમાં શિક્ષિકાઓ તરીકે ૧૭ બહેનો તથા અધિકારી તરીકે પાંચ બહેનો દ્વારા સવારે ૫-૦૦ વાગ્યાથી રાત્રીના ૧૦-૦૦ વાગ્યા સુધી સ્વરાષ્ટ્ર, સ્વધર્મ, સ્વસંસ્કૃતિ તથા સ્વરક્ષણ વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ગત ગુરુવારે સાંજે શહેરની એમ.એન.કોલેજથી શહેરના જાહેર માર્ગો ઉપર પથ સંચલન(શોભાયાત્રા) કરી શિબિરની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પાંચ દિવસની શિબિર દરમિયાન સહજાનંદ સ્કુલના ટ્રસ્ટીઓ તથા વ્યવસ્થાપકોએ સારો સહયોગ આપ્યો હતો. જેમનો સંચાલકોએ આભાર માન્યો હતો.

Leave a comment

Back to Top