ચોમાસામાં ભાન્ડુ બોકરવાડા અને દેણપ ખદલપુર રોડ ઉપરનો વાહન વ્યવહાર બંધ થશે નહી  ધારાસભ્ય ઋષિભાઈના પ્રયત્નોથી પુલ-નાળા માટે રૂા.૮.૩૦ કરોડ મંજૂર

ચોમાસામાં ભાન્ડુ બોકરવાડા અને દેણપ ખદલપુર રોડ ઉપરનો વાહન વ્યવહાર બંધ થશે નહી ધારાસભ્ય ઋષિભાઈના પ્રયત્નોથી પુલ-નાળા માટે રૂા.૮.૩૦ કરોડ મંજૂર

Prachar News No Comments on ચોમાસામાં ભાન્ડુ બોકરવાડા અને દેણપ ખદલપુર રોડ ઉપરનો વાહન વ્યવહાર બંધ થશે નહી ધારાસભ્ય ઋષિભાઈના પ્રયત્નોથી પુલ-નાળા માટે રૂા.૮.૩૦ કરોડ મંજૂર

ચોમાસામાં ભાન્ડુ બોકરવાડા અને દેણપ ખદલપુર રોડ ઉપરનો વાહન વ્યવહાર બંધ થશે નહી

ધારાસભ્ય ઋષિભાઈના પ્રયત્નોથી પુલ-નાળા માટે રૂા.૮.૩૦ કરોડ મંજૂર

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના લોકોની સુવિધા મળે અને તાલુકામાં વધુમાં વધુ વિકાસ થાય તે માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોના કારણે કોઝવે તથા સાંકળ નાળા પર નવા પુલ બનાવવા, રોડના ધોવાણ અટકાવવા પ્રોટેક્શન વોલ તેમજ બોક્ષ કલવર્ટ માટે રૂા.૮.૩૦ કરોડની ગ્રાન્ટ મંજુર થઈ છે. જ્ઞાતિવાદને કોરાણે મુકી વિકાસને પ્રાધાન્ય આપવાના ધારાસભ્યના પ્રયત્નોના કારણે આજ તાલુકામાં લોકોનો ભાજપ પ્રત્યે વિશ્વાસ અકબંધ રહ્યો છે. પાટીદાર અનામત આંદોલનના કારણે જ્ઞાતિવાદનુ રાજકારણ વધુ છે. ત્યારે વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જ્ઞાતિવાદને ધ્યાનમાં રાખ્યા વગર ફક્ત વિકાસવાદનો ધ્યેય અપનાવતા તાલુકાની જનતાએ ધારાસભ્યના વિકાસવાદને વધાવ્યો છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલના આવા પ્રયત્નોના કારણે તાલુકાની પ્રજાનો ભાજપ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. આમેય જ્ઞાતિવાદના રાજકારણમાં હંમેશા નુકશાન છે. જેમાં ફક્ત રાજકીય પાર્ટીઓનેજ ફાયદો થયો છે. જ્ઞાતિવાદનો ભોગ બનનારને હંમેશા નુકશાન થયુ છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલે તેમના સમયમાં તાલુકાનો વધુમાં વધુ વિકાસ થાય તે માટે પ્રયત્નો કર્યા છે. જે પ્રયત્નોના કારણેજ તાલુકામાં કરોડોનો નહી પરંતુ અબજોનો વિકાસ થયો છે. ચોમાસાના ભારે વરસાદમાં નદી નાળામાં પાણીનો પ્રવાહ વધતા કોઝવેના કારણે વાહન વ્યવહાર અટકી જતો હતો. જેમાં તાલુકાના ભાન્ડુ, બોકરવાડા રોડ તથા દેણપ-ખદલપુર રોડ ભારે વરસાદમાં બંધ થઈ જતો હતો. આ કોઝવેમાં પુલ બને તે માટે ગ્રામજનોની રજુઆતને પગલે કોઝવેના પુલ બનાવવા ધારાસભ્ય દ્વારા ભલામણ કરવામાં આવતા ભાન્ડુ-બોકરવાડા રોડના કોઝવે ઉપર ન્યુ સ્ટ્રક્ચર અને બોક્ષ કલવર્ટ માટે રૂા.૨૫૦ લાખ તથા દેણપ ખદલપુર રોડ ઉપરના કોઝવે ઉપર બોક્ષ કલવર્ટ અને પ્રોટેક્શન વોલ માટે રૂા.૩૦૫ લાખ મંજુર કરી જોબ નંબર ફાળવવામાં આવ્યો છે. જે પુલ બનશે ત્યારે ભારે વરસાદમાં પણ આ રોડ ઉપરનો વાહન વ્યવહાર ચાલુ રહેશે. આ ઉપરાંત તાલુકાના ગ્રામજનોની રજુઆત અને માગણીના કારણે ધારાસભ્યની સરકાર સમક્ષ રજુઆતો તથા ભલામણથી વિસનગર ભાલક રોડ ઉપર ન્યુ સ્ટ્રક્ચર, આર.સી.સી.ગટર તથા પ્રોટેક્શન વોલ માટે રૂા.૪૦ લાખ, કુવાસણા એપ્રોચ રોડ માટે ન્યુ સ્ટ્રક્ચર બોક્ષ કલવર્ટ માટે રૂા.૪૦ લાખ, સવાલા કમાણા રોડમાં પ્રોટેક્શન વોલ માટે રૂા.૨૦ લાખ, રાલીસણા ગણેશપુરા રોડ ઉપર બોક્ષ કલવર્ટ માટે રૂા.૨૦ લાખ, ગુંજાળા લાખવડ રોડમાં પ્રોટેક્શન વોલ માટે રૂા.૩૦ લાખ, વાલમ લક્ષ્મીપુરા રોડમાં ન્યુ સ્ટ્રક્ચર બોક્ષ કલવર્ટ માટે રૂા.૨૦ લાખ, રામપુરા રાજગઢ રોડ ઉપર પ્રોટેક્શન વોલ માટે રૂા.૧૫ લાખ, ભાન્ડુ દેવીમાના રોડ ઉપર પ્રોટેક્શન વોલ માટે રૂા.૧૦ લાખ, સદુથલા એપ્રોચ રોડમાં પ્રોટેક્શન વોલ માટે રૂા.૨૦ લાખ, સદુથલા પુરણપુરા રોડમાં બોક્ષ કલવર્ટ માટે રૂા.૩૫ લાખ તથા લક્ષ્મીપુરા, ખરોડ રોડમાં બોક્ષ કલવર્ટ માટે રૂા.૨૫ લાખ મંજુર કરી જોબ નંબર ફાળવવામાં આવ્યો છે. વિધાનસભાની ચુંટણીઓ આવતી હોવાથી રાજકીય પક્ષોના આગેવાનો છેલ્લા છ મહિનાથી દોડાદોડી કરી રહ્યા છે. જ્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે તાલુકાના વિકાસની તક મળી છે ત્યારે છેલ્લામાં છેલ્લા સમય સુધી રજુઆતો અને પ્રયત્નો કરી તાલુકામાં વધુમાં વધુ ગ્રાન્ટ મંજુર થાય, તાલુકાનો વિકાસ થાય, પ્રજાના પ્રશ્નોનો નિકાલ થાય તે માટે જે પ્રયત્નો કર્યા છે તે સરાહનીય છે. ધારાસભ્યના આ પોઝીટીવ વલણના કારણેજ તાલુકામાં ફરીથી લોકપ્રીયતા પ્રાપ્ત કરી છે.

Leave a comment

Back to Top