ભાજપથી વિમુખ થયેલા પાટીદારો મોટી સંખ્યામાં હાજર રહેશેભાજપથી વિમુખ થયેલા પાટીદારો મોટી સંખ્યામાં હાજર રહેશે  વિસનગરમાં આજે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલગાંધીની જાહેરસભા

ભાજપથી વિમુખ થયેલા પાટીદારો મોટી સંખ્યામાં હાજર રહેશેભાજપથી વિમુખ થયેલા પાટીદારો મોટી સંખ્યામાં હાજર રહેશે વિસનગરમાં આજે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલગાંધીની જાહેરસભા

Prachar News No Comments on ભાજપથી વિમુખ થયેલા પાટીદારો મોટી સંખ્યામાં હાજર રહેશેભાજપથી વિમુખ થયેલા પાટીદારો મોટી સંખ્યામાં હાજર રહેશે વિસનગરમાં આજે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલગાંધીની જાહેરસભા

ભાજપથી વિમુખ થયેલા પાટીદારો મોટી સંખ્યામાં હાજર રહેશેભાજપથી વિમુખ થયેલા પાટીદારો મોટી સંખ્યામાં હાજર રહેશે

વિસનગરમાં આજે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલગાંધીની જાહેરસભા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર પાટીદાર અનામત આંદોલનમાં ભાજપ સરકાર દ્વારા પાટીદારો ઉપર અત્યાચાર થતા તેમજ પાટીદાર યુવાનોને ગોળીએ વિંધતા આજ ગુજરાતનો મોટાભાગનો પાટીદાર સમાજ ભાજપથી વિમુખ થયો છે. પાટીદારોની બહુમતીવાળા વિસ્તારમાં ચુંટણી સમયે કોંગ્રેસની મીટીંગ થતી નહોતી ત્યાં પાટીદાર વિસ્તારમાં કોંગ્રેસની જંગી જાહેર સભાઓ થઈ રહી છે. ભાજપ સામે પાટીદારોના રોષનો લાભ લેવા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અત્યારે પાટીદાર મત વિસ્તારમાં ફરી રહ્યા છે. ભાજપનો ગઢ ગણાતા પાટીદારોની બહુમતીવાળા વિસનગરમાં જ્યારે રાહુલગાંધીની મહાસભાનુ આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. સંમેલનમાં ૫૦ હજાર ઉપરાંત લોકો હાજર રહેવાની શક્યતા જોતા વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંમેલનમાં પાટીદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેમ જાણવા મળ્યુ છે. વિસનગરમાં રાહુલ ગાંધીની સભાથી અત્યારે કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં જ્યારે વિધાનસભાની ચુંટણીનું રણશીંગુ ફુંકાઈ ગયુ છે ત્યારે તમામ રાજકીય પક્ષોના નેતાઓમાં ગુજરાત પ્રવાસની રીતસરની હોડ જામી છે. જેમાં ખાસ કરીને ભાજપ તથા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ મહાસભાઓ ગજવીને આગામી વિધાનસભામાં વિજય પતાકા લહેરાવાની તૈયારીમાં લાગી ગયા છે. ચુંટણીની જાહેરાત થઈ તે પહેલાથીજ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના તમામ તાલુકાનો પ્રવાસ શરૂ કરી દીધો છે. જે અંતર્ગત પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર વિસનગરમાં આજે તા.૧૩-૧૧-૨૦૧૭ ના રોજ સાંજે ૫-૦૦ કલાકે કાંસા એન.એ.વિસ્તારમાં ગુરૂકુળ સ્કુલની પાસે આવેલ વિશાલ પાર્ટી પ્લોટમાં રાહુલ ગાંધી જંગી સભા ગજવશે. વિસનગરમાં રાહુલ ગાંધીનો રોડ-શો અને જાહેર સભાના કાર્યક્રમ બાબતે આયોજકોનો સંપર્ક કરતા તેમના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી પાટણ રાત્રી રોકાણ બાદ શંખેશ્વર, ત્યાંથી બહુચરાજીમાં મહાસભા કરી મહેસાણાથી ભાજપના ગઢ વિસનગરમાં એન્ટ્રી લેશે. જેમાં રૂટમાં આવતા તમામ ગામોમાં રોડ-શો કરી વિસનગર આવવાના હોઈ તમામ સમાજના આગેવાનો અને કાર્યકરો સ્વાગત કરવામાં આતુર છે. મહેસાણાથી વિસનગર આવતા રૂટમાં રાહુલ ગાંધી બાસણા અર્બુદા ધામમાં દર્શન કરવા જશે તેવુ ચૌધરી સમાજના ભાઈઓ દ્વારા જણાવવામાં આવ્યુ છે. જ્યાં રાહુલ ગાંધીનુ ચૌધરી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સવાલા ગામ પાસે પણ લઘુમતી તથા અન્ય સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સવાલાથી વિસનગરમાં એન્ટ્રી લેતા મહેસાણા ચાર રસ્તા, આઈ.ટી.આઈ. ત્રણ રસ્તા તથા કાંસા ચાર રસ્તા સરદાર ચોકમાં દરેક સમાજ દ્વારા રાહુલ ગાંધીનુ સ્વાગત કરવામાં આવશે. કાંસા ચાર રસ્તાથી કાંસા રોડ થઈ વિશાલ પાર્ટીપ્લોટમાં મહા સંમેલનમાં સંબોધન કરશે. રાહુલ ગાંધી સાથે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, ગુજરાતના પ્રભારી તથા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, અન્ય ઘણા પ્રદેશ કક્ષાના, મહેસાણા જીલ્લાના તથા તાલુકાના આગેવાનો, કાર્યકરો સભામાં હાજર રહેશે. હાલમાં ગુજરાતમાં ભાજપ માટે જે વિપરીત પરિસ્થિતિ ઉભી થઈ છે, પાટીદારો વિમુખ થયા છે તે જોતા આયોજકો દ્વારા આ મહાસંમેલનમાં ૫૦ હજાર ઉપરાંત લોકો ઉપસ્થિત રહે તેવુ અનુમાન લગાવી વ્યવસ્થા કરી છે. વિસનગર શહેર અને તાલુકામાંથી તો લોકો હાજર રહેશે પરંતુ વિજાપુર, મહેસાણા, વડનગર, ખેરાલુ, ઉંઝા વિગેરે તાલુકામાંથી પણ લોકો મોટી સંખ્યામાં હાજર રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. વિસનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મધુબેન પટેલ, પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ, કોંગ્રેસની ટીકીટના દાવેદાર મહેશભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ વિગેરે કોંગ્રેસના આગેવાનો દ્વારા રાહુલ ગાંધીની મહાસભા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. મહાસંમેલનને લઈ જીલ્લા ડેલીગેટ, તાલુકા ડેલીગેટ, પાલિકા સભ્યો, આગેવાનો, કાર્યકરો સાથે રાખી ઘેર ઘેર ફરી આમંત્રણ આપવાનો કાર્યક્રમ પણ પુર જોશમાં ચાલી રહ્યો છે. તાલુકાના તમામ ગામમાં પણ સભામાં આવવા આમંત્રણ આપવામાં આવ્યુ છે.

Leave a comment

Back to Top