કોંગ્રેસના ઓબીસી દાવેદાર ઓબીસીને ટીકીટની માગણી કરતા  –  વિસનગરમાં ભાજપ ઓબીસીને ટીકીટ આપવાનુ વિચારતી હોવાની ચર્ચા

કોંગ્રેસના ઓબીસી દાવેદાર ઓબીસીને ટીકીટની માગણી કરતા – વિસનગરમાં ભાજપ ઓબીસીને ટીકીટ આપવાનુ વિચારતી હોવાની ચર્ચા

Prachar News No Comments on કોંગ્રેસના ઓબીસી દાવેદાર ઓબીસીને ટીકીટની માગણી કરતા – વિસનગરમાં ભાજપ ઓબીસીને ટીકીટ આપવાનુ વિચારતી હોવાની ચર્ચા

કોંગ્રેસના ઓબીસી દાવેદાર ઓબીસીને ટીકીટની માગણી કરતા

વિસનગરમાં ભાજપ ઓબીસીને ટીકીટ આપવાનુ વિચારતી હોવાની ચર્ચા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર

વિસનગર સીટમાં ભાજપના પાટીદાર ધુરંધરોએ ટીકીટની દાવેદારી કરી છે. પરંતુ કોંગ્રેસમાંથી ઓબીસી દાવેદારોએ ઓબીસીને ટીકીટ ફાળવવા માગણી કરતા આ બદલાયેલા સમીકરણ પ્રમાણે ભાજપ પણ ઓબીસીને ટીકીટ આપવાનુ વિચારતી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ઓબીસી સામે ઓબીસી ઉમેદવાર ચુંટણીમાં ટક્કર આપી શકે તેવુ એક સમીકરણ રાજકીય પાર્ટીઓ વિચારી રહી હોવાનુ પ્રદેશ કક્ષાએથી જાણવા મળ્યુ છે. વિસનગર સીટમાં રાજકીય પાર્ટીઓએ પટેલ ઉમેદવાર સીવાય અત્યાર સુધી વિચાર કર્યો નથી. પટેલ મતદારો સામે ઈતર મતદારોની સંખ્યા વધારે છે. પરંતુ અત્યાર સુધી પટેલ સમાજ એક જુથ રહેતો હોવાથી ધાર્યુ પરિણામ મેળવી શકતા હોવાથી વિધાનસભાની ચુંટણીમાં પક્ષોએ પટેલ ઉમેદવાર સીવાય અન્ય જ્ઞાતિના ઉમેદવારને ટીકીટ આપવાનો ક્યારેય વિચાર કર્યા નથી. પરંતુ પાટીદાર અનામત આંદોલન બાદ ચીત્ર બદલાયુ છે. પાટીદારોમાં મતભેદ ઉત્પન્ન થતા તેનો રાજકીય લાભ અત્યારે અન્ય જ્ઞાતિને મળે તેવી પુરેપુરી શક્યતા છે. વિસનગર સીટમાં ભાજપમાંથી ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, જશુભાઈ પટેલ, રૂપલભાઈ પટેલ, પી.કે.પટેલ, મનુભાઈ પટેલ, નટુભાઈ પટેલ તિરૂપતી, પ્રકાશભાઈ પટેલ, દક્ષાબેન પટેલ, ઓબીસીમાંથી પરેશભાઈ ચૌધરી, રાજુભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ પૂજાજી ઠાકોર દ્વારા ટીકીટની દાવેદારી કરવામાં આવી છે. ભાજપ દ્વારા અત્યાર સુધી પાટીદાર દાવેદારનેજ ટીકીટ અપાય તેવુ લાગતુ હતુ, પરંતુ વિસનગર સીટમાં કોંગ્રેસમાંથી ૪૦ ઉપરાંત દાવેદારો પૈકી ઓબીસી સમાજના ૧૭ દાવેદારોએ ગમે તે એક ઓબીસીને ટીકીટ ફાળવવા માગણી કરતા વિસનગર સીટનુ ચીત્ર બદલાયુ છે. કોંગ્રેસના ઓબીસીના ૧૭ દાવેદારોની માગણીનો પડઘો પ્રદેશ અને દિલ્હી સુધી પડ્યો છે. ઓબીસી દાવેદારોએ માગણી કરી છેકે ૧૭ પૈકી ગમે તે એક ઓબીસી દાવેદારને ટીકીટ આપશો તો સાથે રહીશુ અને પરિણામ મેળવીશુ. ઓબીસી દાવેદારોની આ રજુઆત પગલે કોંગ્રેસ પણ વિચારતી થઈ ગઈ છે. વિસનગર તાલુકામાં ઓબીસી મતદારોની સંખ્યા વધારે છે. કોંગ્રેસ જો ઓબીસીને ટીકીટ આપે અને ભાજપ પાટીદારને ટીકીટ આપે તો કોંગ્રેસ પરિણામ મેળવી શકે તેમ છે. આવા બદલાયેલા ચીત્રથી ભાજપ પણ વિસનગર સીટમાં ઓબીસીને ટીકીટ આપવાનુ વિચારતુ હોવાનુ પ્રદેશ કક્ષાએથી જાણવા મળ્યુ છે. કોંગ્રેસમાંથી ઓબીસીમાંથી ટીકીટના ૧૭ દાવેદાર છે. જ્યારે ભાજપમાં ઓબીસીના પરેશભાઈ ચૌધરી, રાજુભાઈ ચૌધરી અને પૂજાજી ઠાકોર એમ ત્રણ દાવેદાર છે. પરેશભાઈ ચૌધરી શહેર ચૌધરી સમાજના પ્રમુખ છે. અન્ય સમાજ સાથે પણ સંકળાયેલા છે. રાજુભાઈ ચૌધરી તાલુકા પંચાયતના પ્રમુખ હતા ત્યારે તાલુકાનો અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. તાલુકાનુ એક પણ ગામ બાકી નહી હોય જ્યાં વિકાસ કર્યા ન હોય. ચૌધરી સમાજમાં પણ પ્રભુત્વ ધરાવે છે. જ્યારે પૂજાજી ઠાકોરના સરળ સ્વભાવથી આખો તાલુકો વાકેફ છે. ભાજપમાં પાટીદાર આગેવાનોની ટીકીટ લેવાની ખેંચતાણમાં અને એક બીજા વિરોધની રજુઆતમાં ભાજપ કોંગ્રેસના પગલે ઓબીસી સમાજના આ ત્રણમાંથી એકને ટીકીટ આપે તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે.

Leave a comment

Back to Top