કોંગ્રેસ લાજવાના બદલે ગાજે છે-કાનજીભાઈ ચૌધરી

કોંગ્રેસ લાજવાના બદલે ગાજે છે-કાનજીભાઈ ચૌધરી

Prachar News No Comments on કોંગ્રેસ લાજવાના બદલે ગાજે છે-કાનજીભાઈ ચૌધરી

કોંગ્રેસ લાજવાના બદલે ગાજે છે-કાનજીભાઈ ચૌધરી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર

વિસનગર તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ ચૌધરી કાનજીભાઈ નરસિંહભાઈ પાલડીએ જણાવ્યુ કે કોંગ્રેસ જનતા જનાર્દન આગળ ખોટા પ્રલોભનો વાહીયાત વાતો બણગા મારી રહી છે. ગુજરાતની શાણી સમજુ, જાગૃત પ્રજાએ બન્ને પક્ષોની સરકાર જોઈ છે. કોંગ્રેસ ભ્રષ્ટાચારની વાતો કરે છે. સત્ય હકીકત એ છે કે સૌથી વધુ ભ્રષ્ટાચાર મનમોહનસિંહની સરકારમા થયો છે. મંત્રીઓ કરોડોના કૌભાંડો કરીને જેલમા ગયા છે. પુર્વ વડાપ્રધાન માનનીય રાજીવજીએ દુઃખ સાથે નગ્ન સત્ય કહ્યુ હતુ કે ‘હું દિલ્હીથી ૧ રૂપિયો મોકલુ છુ તે ગામડાઓમા પહોચતા ૧પ પૈસાનો થઈ જાય છે.’ આનાથી મોટુ શુ પ્રમાણપત્ર જોઈએ. આજેપણ કોંગ્રેસીઓ જ કોંગ્રેસના ધારાસભ્ય ઉપર છાતી ઠોકીને ભ્રષ્ટાચાર આક્ષેપ કરી રહ્યા છે તેજ બતાવે છે કે આજે પણ કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર ફેલાયો  છેે ૧૯૭પની કટોકટી યાદ કરતા આજેપણ ભયથી રૂવાટા ખડા થઈ જાય છે. પ્રજા ઉપર ભયંકર અત્યાચાર-જુલમ ગુજારવામા આવ્યો હતો. નિદોર્ષ વ્યક્તિને વાંક ગુના વગર રસ્તામાંથી ઘરમાંથી પકડીને જેલમા ધકેલી દેવામા આવતા હતા. વાણી સ્વતંત્રતાના હક્ક છીનવી લોકશાહીનુ ખુન કર્યા હતુ. કુંવારા યુવાનોને પકડી બળજબરીથી નસબંધી કરવામા આવતી હતી. ગરીબોના ઝુપડાઓ ઉપર બુલડોઝર ફેરવી દીધા હતા. સર્વોદય નેતા જયપ્રકાશજી, કૃપાચાર્યજી, મોરારજી, અટલજી, ચરણસિંહજી, અડવાણીજી, નરેન્દ્રભાઈથી લઈ નાનામાં નાના લોક સેવકોને જેલમા પુરી દીધા હતા. અંગ્રેજોને શરમાવે એવો અત્યાચાર કરવામા આવ્યો હતો.કોંગ્રેસની અન્યાયકારી ખોટી નિતિઓના કારણે ગુજરાતમા નવનિર્માણ આંદોલન થયુ હતુ. સ્વયંભુ પ્રજા યુવાનો, વિદ્યાર્થીઓ આંદોલનમા જોડાયા હતા. પ્રજા ગાંધી ચિંધ્યા માર્ગે ઉચીત માંગણીઓ કરી રહી હતી. આવા સમયે પ્રજાનો અવાજ સાંભળવાની જગ્યાએ પ્રજા ઉપર લાઠીઓ વરસાવવામા આવી. ગોળીઓ મારવામા આવી. ઘણા યુવાનો શહીદ થઈ ગયા. કોંગ્રેસ ભાગલા પાડો રાજ કરોની કુટીલ નિતિરૂપે ખામ થીયરી અમલમા લાવી આના કારણે અનામત આંદોલન ઉભુ થયુ. એક જ્ઞાતિ બીજી જ્ઞાતિના લોહીની તરસી બની. જ્ઞાતિવાદ-જાતિવાદ-કોમવાદનુ ઝેર ચારે બાજુ ફેલાવ્યુ હતુ. સુવર્ણો અને દલીતો વચ્ચે સંઘર્ષો થયા. હિન્દુ-મુસ્લમાનો  વચ્ચે હુલ્લડો થયા. જ્ઞાતિ-જ્ઞાતિ અંદરો અંદર ઝગડવા લાગી. ગુજરાત ભડકે બળવા લાગ્યુ. જયાં જુઓ ત્યાં મારો કાપોના નારા ગુજવા લાગ્યા. શહેરોમા કર્ફ્યુ  રોજનો મહેમાન બની ગયો. ગલીએ ગલીઓ દાદાઓના નામે ઓળખવા લાગી. રોજ ગોળીબારમાં યુવાનો શહીદ થતા હતા. એકબીજાના ઘરો સળગાવી દેવામા આવતા હતા. દવાખાનો ઘાયલોથી ઉભરાતા હતા. ચારે દિશાઓમાં ભય, આગ, ગોળીઓનો અવાજ ગુંજતા હતા. કોઈપણ વ્યક્તિની સલામતી ન હતી. ગુજરાતને અંધારયુગમાં  ધકેલી દીધુ. કોંગ્રેસની ખેડુત વિરોધી નિતિને કારણે મહેસાણા ખાતે  એક વિશાલ ખેડુત સભા રાખવામા આવી હતી.સભા શાંત વાતાવરણમાં ચાલી રહી હતી. અચાનક પોલીસ આવી અંધાધુધ ધોકાવાળી કરવા લાગી. ગામડાઓમાંથી આવેલા ભોળા ખેડુતો-મહિલાઓ ભયના મારા જીવ બચાવવા જયાં જગ્યા મળી ત્યાં સતાઈ ગયા. ખેડુતો આંતકવાદી-ત્રાસવાદી હોય તેમ બેફામ બનેલી પોલીસ શોધી શોધીને બહાર નિકાળી ઢોરમાર મારવા લાગી. ચારેબાજુ ખેડુતો મહિલાઓની ચીસો સાંભળવા મળતી હતી. આનાથી સંતોષ ન થતા ગોળીઓ મારી જેના કારણે ઘણા ખેડૂતો શહિદ થઈ ગયા હતા. લાઠીચાર્જથી ઘવાયેલા ખેડુતોથી દવાખાના ઉભરાવવા લાગ્યા. સભાના મેદાનમાં એક ટ્રક ભરી શકાય એટલા જુતા પડયા હતા. એજ બતાવે છેકે આ કાંડ જલીયાવાલાબાગ કરતા પણ વધુ ભયંકર હતો. આજે પણ ખેડુતો આ કાંડ યાદ કરી રહ્યા છે. આવા નરસંહાર કરવા છતા કોંગ્રેસ લાજવાના બદલે ગાજે છે.  ૧૯૯પમાં ભાજપનુ શાસન આવ્યુ અશાંત ગુજરાતને શાંત કરવા કઠોર પગલા લીધા. જેટલા દાદાઓ, અસમાજીક તત્વો હતા તેમને વીણી વીણી જેલ ભેગા કરી દીધા. ઘણા દાદાઓ ભયના માર્યા ગુજરાત છોડી ચાલ્યા ગયા. ઘણા ગોળીએ વિંધાઈ ગયા. જોત જોતામાં ગુજરાતમાં શાંતિ સ્થાપિત થઈ. શહેરોમાંથી કર્ફ્યુ, કોમી હુલ્લડો, જાતીઓના ઝગડા ગાયબ થઈ ગયા. ગુજરાત ગુંડા રાજમાંથી મુક્ત થઈ પ્રજા રાજમાં આવ્યુ. ડેમ બનાવેલા હતા પણ કેનાલો બનાવી ન હતી. જેના કારણે હજારો એકર જમીન તરસી રહેતી હતી. ખેડુતો ન પાણી મળે તો માટીમાંથી સોનુ પકવી શકે તેવો મહેનતુ છે પણ પાણીની વ્યવસ્થા ન હતી. ધરતીને નંદનવન બનાવવા ભાજપ સરકારે ૧૭૮ કરોડ રૂપિયા કેનાલોના નવીનીકરણ માટે વાપર્યા જેના કારણે આજે ખેતરે ખેતરે પાણી મળતુ થયુ.ખાતરમા થતો કાળોબજાર બંધ કરી પુરતા પ્રમાણમાં ખાતર આપ્યુ. ઉચ્ચગુણવત્તાવાળુ બીયારણ આપ્યુ. પુરતા પ્રમાણમાં પાણી આપ્યુ જેના પરિણામે ખેત પેદાશો ર૦ હજાર કરોડ હતી તે આજે ૧ લાખ ૩ હજાર કરોડ થઈ. ગામડાઓ ટેન્કરથી પાણી પીતા હતા તેની જગ્યાએ આજે ઘેર ઘેર નળથી પાણી મળતુ થયુ. આજે ગુજરાત વિકસીત, પ્રગતીશીલ, આધુનિક રાજ્ય બની ગયુ છે. કેન્દ્રમાંથી આવતો ૧ રૂપિયો સીધો ગ્રામ પંચાયતમા જમા થાય છે.જેના કારણે ૧ રૂપિયાનો ઉપયોગ પુરેપુરો થાય છે. ગુજરાતના અચ્છે દિન આવી ગયા છે.મોસાળમાં મા પિરસનારી હોય તો પુછવુ શું ? ગુજરાતના પનોતા પુત્ર આજે દેશના વડાપ્રધાન છે. આ ગુજરાત માટે ગૌરવની વાત છે. માગ્યા વિના આપે છે એકજ દિવસમા નરેન્દ્રભાઈએ ગુજરાતને ૩૬૦૦ કરોડ આપ્યા. આપણી અમદાવાદ-તારંગા રેલ્વે અંબાજી સુધી લંબાવી. જેના ખર્ચ પેટે ૧૭૦૦ કરોડ ફાળ્યા છે. એસ.કે.કોલેજને યુનિવર્સીટી બનાવી. વડનગરમા મેડીકલ કોલેજ આપી નરેન્દ્રભાઈએ ગુજરાતનુ ગૌરવ પુરા વિશ્વમા વધાર્યુ છે આવા નરેન્દ્રભાઈના નેજા નીચે ચુંટણી લડવાની છે. આપણી બાજુ રાષ્ટ્રવાદ છે. સામે પક્ષે જ્ઞાતિવાદ-જાતિવાદ છે. પ્રજાએ નક્કી કરવાનુ છે કે રાષ્ટ્રવાદ જોઈએ કે જ્ઞાતિવાદ ગુજરાતની પ્રજા બધુ જ સમજે છે.

Leave a comment

Back to Top