ધારાસભ્ય વિસનગર તાલુકાની પ્રજાના વચ્ચે ન જઈ શકનાર  –  ધારાસભ્યઋષિભાઈએ માર્કેટયાર્ડને રાજકીય અખાડો બનાવ્યો છે-મહેશભાઈ પાલડી

ધારાસભ્ય વિસનગર તાલુકાની પ્રજાના વચ્ચે ન જઈ શકનાર – ધારાસભ્યઋષિભાઈએ માર્કેટયાર્ડને રાજકીય અખાડો બનાવ્યો છે-મહેશભાઈ પાલડી

Prachar News No Comments on ધારાસભ્ય વિસનગર તાલુકાની પ્રજાના વચ્ચે ન જઈ શકનાર – ધારાસભ્યઋષિભાઈએ માર્કેટયાર્ડને રાજકીય અખાડો બનાવ્યો છે-મહેશભાઈ પાલડી

ધારાસભ્ય વિસનગર તાલુકાની પ્રજાના વચ્ચે ન જઈ શકનાર ધારાસભ્યઋષિભાઈએ માર્કેટયાર્ડને રાજકીય અખાડો બનાવ્યો છે-મહેશભાઈ પાલડી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પોતાના પક્ષને વિજયી બનાવવા માટે ભાજપ-કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીના નેતાઓ ઠેર-ઠેર સભાઓ ગજવી મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેમા વિસનગરના ધારાસભ્ય તથા એ.પી.એમ.સી.ના ચેરમેન ઋષિકેશભાઈ પટેલ ભાજપના કાર્યક્રમો માર્કેટયાર્ડમા કરી રહ્યા છેત્યારે જીલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્રભાઈ પટેલ (મહેશભાઈ પાલડી) એ ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યુ છેકે છેલ્લા બે વર્ષથી ધારાસભ્ય ઋષિભાઈ ચુંટણી પ્રચાર કરવા તાલુકાના પાટીદારોના ગામોમાં જઈ શકતા નથી. જેથી ધારાસભ્ય ભાજપના તમામ કાર્યક્રમો માર્કેટયાર્ડમા કરી માર્કેટયાર્ડને રાજકીય અખાડો બનાવી ખેડુતોના પરસેવાના રૂપિયાથી તાગડધિન્ના કરી રહ્યા છે.  આ મુદ્દે કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ પટેલે, ભાજપ તથા ધારાસભ્ય ઋષિભાઈ ઉપર રોષ વ્યક્ત કરતા જણાવ્યુ છે કે ગુજરાત અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકારમાં ખેડુતો અને પ્રજાના ઉત્થાન માટે દરેક તાલુકાઓમાં માર્કેટયાર્ડ, જીલ્લા ડીસ્ટ્રીક્ટ બેન્કો, સંઘો, ગુજકોમાસોલ, ગ્રોફેડ, ય્.દ્ગ.હ્લ.ઝ્ર., ય્.જી.હ્લ.ઝ્ર, ઈફ્કો, સહકારી મંડળીઓ વગેરેની સ્થાપના કરવામા આવી હતી. જેમા વિસનગરમા સ્વ. સાંકળચંદકાકા તથા અન્ય કોંગ્રેસના આગેવાનોના અથાગ પ્રયત્નો અને મહેનતથી માર્કેટયાર્ડની સ્થાપના થઈ હતી. પરંતુ હાલની ભાજપ સરકારના આગેવાનોએ અગાઉ પ્રજાને ખોટા વચનો આપતા તેમના વચ્ચે જઈ શકતા નથી. આ આગેવાનોએ પૈસા અને સત્તાના જોરે આવી સંસ્થાઓ ઉપર કબજો જમાવી પોતાના સ્વાર્થ માટે આ સંસ્થાઓને રાજકીય અખાડો બનાવી દીધો છે. સંસ્થાના સાધનો અને વાહનનો  રાજકીય કામ માટે દુર ઉપયોગ કરી રહ્યા છે. જોકે હિટલરની માનસિક્તા વાળી ભાજપ સરકારની નિતી વિસનગર તાલુકાની જાગૃત પ્રજા સમજી ગઈ છે છતા પ્રજા ખેડુતો અને વેપારીઓ ભાજપ સરકારનો ત્રાસ સહન કરી રહી છે. ભાજપ સરકારથી હવે પ્રજા ત્રાસી ગઈ હોવાનુ લાગતા ભાજપના આગેવાનો પ્રજા વચ્ચે જતા ડરે છે અને પ્રજાને ફરીથી ગુમરાહ કરવા માટે માર્કેટયાર્ડ જેવી સંસ્થાનો દુરઉપયોગ કરી તેને રાજકીય અખોડો બનાવી રહ્યા છે. જેમા ધારાસભ્ય ઋષિભાઈ પટેલ પોતાની ટીકીટ લેવા માટે માર્કટયાર્ડમા કાર્યક્રમોને કરી પોતાનુ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. કાર્યક્રમોમા ધારાસભ્ય પોતાના વિકાસકામોના ગાણા ગાય છે ત્યારે ધારાસભ્ય  ઋષિભાઈ માર્કેટયાર્ડની તેમની ઓફિસની નજીકમાં છેલ્લા ૧પ વર્ષથી બંધ પડેલી વિસનગર નાગરિક સહકારી બેંકને ચાલુ કરવામા કેમ રસ નથી દાખવતા ? વિસનગર તાલુકાની જીવાદોરી સમાન આ બેંકમા વેપારીઓ, નોકરીયાતો, પેન્શનરો, ખેડુતો, વિધવાઓ સહિત અનેક લોકોના કરોડો રૂપિયા ડુબ્યા છે. હાલમા કેન્દ્રમા અને ગુજરાતમા તેમની સરકાર છે. જો ધારાસભ્ય ઋષિભાઈ સાચા કર્તવ્યનિષ્ઠ સરકારના પ્રતિનિધિ  હોયતો તેમને આજદીન સુધી આ બંધ પડેલી બેંક શરૂ કરવા કેમ કોઈ પ્રયત્નો ન કર્યો ? અગાઉ મહેસાણાના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલે યુ.પી.એ.ની કેન્દ્ર સરકારમા રૂા. ૪૦૦ કરોડ લાવી તમામ ખાતેદારોને રૂા. ૧ લાખ સુધીની રકમ અપાવી હતી. જે તાલુકાના લોકો જાણે છે. આમ ઋષિભાઈએ તાલુકાની પ્રજાના કામો કર્યા હોય તો આજે તેઓ બધાની વચ્ચે જઈ કાર્યક્રમો કરી શક્યા હોત અને માર્કેટયાર્ડને રાજકીય અખાડો બનાવી પોલીસની વચ્ચે ઘરમા કુસ્તી કરવાનો વારો ન આવ્યો હોત. હાલમા તો ભાજપના કાર્યક્રમો દરમિયાન પોલીસ દ્વારા નિદોર્ષ પાટીદાર યુવાનોને પકડી નજરકેદ કરવામા આવે છે. ભાજપના રોજના તાયફાઓના લીધે નોકરીયાત અને વેપારી વર્ગના પાટીદાર યુવાનોને આથિક અને સામાજીક  રીતે હાલાકી વેઠવી પડે છે ત્યારે પ્રજાના પ્રતિનિધિ બનેલા ભાજપના આ આગેવાનો પોતાના સ્વાર્થ માટે નિદોર્ષ પ્રજાને ત્રાસ આપવાની રાજનીતી બંધ કરવી જોઈએ.

Leave a comment

Back to Top