વિસનગરમાં ઈન ફેશન અને ઈન ટચ રેડીમેડ શો-રૂમના  ભાગીદારોના નામ લખી વેપારીની આત્મહત્યાનુ ઘેરાતુ રહસ્ય

વિસનગરમાં ઈન ફેશન અને ઈન ટચ રેડીમેડ શો-રૂમના ભાગીદારોના નામ લખી વેપારીની આત્મહત્યાનુ ઘેરાતુ રહસ્ય

News No Comments on વિસનગરમાં ઈન ફેશન અને ઈન ટચ રેડીમેડ શો-રૂમના ભાગીદારોના નામ લખી વેપારીની આત્મહત્યાનુ ઘેરાતુ રહસ્ય

વિસનગરમાં ઈન ફેશન અને ઈન ટચ રેડીમેડ શો-રૂમના

ભાગીદારોના નામ લખી વેપારીની આત્મહત્યાનુ ઘેરાતુ રહસ્ય

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં જાણીતા રેડીમેડ  શો-રૂમના ભાગીદારોના નામ લખી એક વેપારી દ્વારા દવા પી આત્મહત્યા કરવામાં આવતા આ બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે. પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ આધારે ગોવિંદચકલા પાટીદાર સમાજના ચાર વિરુધ્ધ આત્મહત્યા કરવા પ્રેરીત કર્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદી તરફે વિસનગરના જાણીતા યુવાન એડવૉકેટ દિનેશસિંહ વી.પરમાર સુદાસણાવાળાના માર્ગદર્શન અને રજુઆતથી પોલીસે કેસની જીણવટભરી તપાસ હાથ ધરી છે. વિસનગરમાં પરપ્રાન્તના વેપારીએ ભાગીદારોના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાના બનાવથી આ સમગ્ર પ્રકરણે ભારે ચકચાર જગાવી છે. આ બનાવની વિગતો જોઈએ તો મુળ રાજસ્થાન પાલી જીલ્લાના અને વર્ષોથી વ્યવસાર્થે વિસનગરમાં સ્થાયી થયેલા ડી.ડી.હાઈસ્કુલ રોડ ઉપર આવેલ શક્તિ ફ્લેટમાં રહેતા નરેન્દ્રસિંહ સેલસિંહ ચંપાવત શહેરના જાણીતા રેડીમેડ શો-રૂમ ઈન ટચ અને ઈન ફેશનમાં ભાગીદાર હતા. નરેન્દ્રસિંહ ચંપાવતની પત્ની બેબીકુવર ચંપાવતે આપેલી પોલીસ ફરિયાદ પ્રમાણે નરેન્દ્રસિંહ ચંપાવત રેડીમેડ શો-રૂમમાં ખરીદીનુ કામ સંભાળતા હતા. જેમને આ શો-રૂમના ભાગીદારોએ ગત માર્ચ મહિનામાં છુટા કર્યા હતા. જેના કારણે ધંધા વગર ઘરે બેસી રહ્યા હતા. ભાગીદારો દુકાનનો હિસાબ નહી કરતા હોવાથી નરેન્દ્રસિંહ ચંપાવત ટેન્શનમાં હતા. નરેન્દ્રસિંહ ચંપાવત ધંધાનો હિસાબ કરવાનુ તથા ઓરીજનલ ડોક્યુમેન્ટ માગતા ભાગીદારો ડોક્યુમેન્ટ આપવાની ના પાડતા બીજો ધંધો કરી શકતા નહોતા. ભાગીદારો અવારનવાર આવી પૈસાની માગણી કરતા હતા. મકાન ખાલી કરવા ધમકી આપતા હતા ત્યારે બેબીકુવર ચંપાવતે તેમના પતિને સમજાવી રાજસ્થાન લઈ જવા તૈયાર કર્યા હતા. તા.૬-૧૧ ના રોજ રાજસ્થાન જવાનુ હતુ. ત્યારે આ દિવસે નરેન્દ્રસિંહ ચંપાવત દાઢી કરાવવાનુ કહી ઘરેથી બજારમાં જવા નીકળ્યા હતા. ત્યારબાદ અવાર નવાર ફોન કરતા આવુ છુ તેમ કહેતા હતા. પરંતુ ઘરે આવેલા નહી. છેવટે બેબીકુવર ચંપાવતે નરેન્દ્રસિંહ ચંપાવતના મિત્ર અલકેશભાઈ પટેલને ફોન કરી જાણ કરતા અલકેશભાઈ પટેલે નરેન્દ્રસિંહ ચંપાવતને ફોન કરતા જણાવ્યુ હતું કે, હું દવા પી ગયો છુ. સુંશી રોડ ઉપર તળાવ પાસે છુ. જણાવેલ સ્થળે જતા નરેન્દ્રસિંહ ચંપાવત દવા પી તળાવમાં પડ્યા હતા. જેમને તળાવમાંથી બહાર કાઢતા ખીસ્સામાંથી એક ચીઠ્ઠી મળી આવી હતી. તળાવમાંથી દવા પીધેલી હાલતમાં મળી આવેલ નરેન્દ્રસિંહ ચંપાવતને ૧૦૮ દ્વારા વિસનગર સિવિલમાં સારવાર્થે દાખલ કરાયા હતા. જ્યાંથી વધુ સારવાર્થે મહેસાણા સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન નરેન્દ્રસિંહ ચંપાવતનુ મૃત્યુ થયુ હતુ. મૃતક નરેન્દ્રસિંહ ચંપાવત પાસેથી ભાગેદારોના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાની સ્યુસાઈડ નોટ મળતા મૃતકના પત્ની બેબીકુવર ચંપાવત દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે શો-રૂમના ભાગીદાર પટેલ પ્રકાશકુમાર કાન્તીલાલ, પટેલ હસમુખભાઈ બાબુભાઈ, પટેલ મહેશકુમાર કાન્તીલાલ તથા પટેલ કૌશીકકુમાર બાબુલાલ વિરુધ્ધ આત્મહત્યા કરવા મજબુર કરવા બદલનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદી પક્ષે શહેરના જાણીતા યુવાન વકીલ દિનેશસિંહ પરમારની રજુઆતો કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યા છે.

Leave a comment

Back to Top