વિસનગર પાલિકા કોંગ્રેસના શાસનની આ તે કેવી વિચિત્રતા  વડનગરી દરવાજા પોલીસ ચોકીના વિરોધમાં છ મત

વિસનગર પાલિકા કોંગ્રેસના શાસનની આ તે કેવી વિચિત્રતા વડનગરી દરવાજા પોલીસ ચોકીના વિરોધમાં છ મત

Uncategorized No Comments on વિસનગર પાલિકા કોંગ્રેસના શાસનની આ તે કેવી વિચિત્રતા વડનગરી દરવાજા પોલીસ ચોકીના વિરોધમાં છ મત

વિસનગર પાલિકા કોંગ્રેસના શાસનની આ તે કેવી વિચિત્રતા

વડનગરી દરવાજા પોલીસ ચોકીના વિરોધમાં છ મત

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગરમાં વડનગરી દરવાજા વિસ્તાર એ અસમાજીક તત્વોનો અડ્ડો છે. આ વિસ્તારની બદી ડામવા માટે પોલીસ ચોકી જરૂરી છે. આ વિસ્તારમાં રહેતા લોકોની સુરક્ષા માટે પોલીસ ચોકી મહત્વની છે. ત્યારે કોંગ્રેસ શાસીત પાલિકાની જનરલમાં પોલીસ ચોકીનો ઠરાવ મુલત્વી રાખવામાં પ્રમુખ સહિતના છ સભ્યો વિરોધમાં મતદાન કરે તે નવાઈની વાત છે. શું આ સભ્યોને આ વિસ્તારમાંથી બદી દુર થાય તેમાં રસ નથી? આ વિસ્તારના અસમાજીક તત્વોના ઈશારે તો વિરોધમાં મતદાન કરવામાં નથી આવ્યુ ને તેવી ચર્ચાઓ થઈ રહી છે. જોકે આ કોંગ્રેસના શાસનમાં શક્ય છે. ભાજપનુ શાસન હોત તો પોલીસ ચોકી ક્યારનીય બની ગઈ હોત. વિસનગરમાં જે વિસ્તારમાં ચરસ, ગાંજો છૂટથી વેચાય છે, અસમાજીક બદીઓ ફૂલીફાલી છે, આ વિસ્તારના ગરીબ પરિવારના લોકોના ઘરમાં અસમાજીક તત્વો ઘૂસીને બેન-દિકરીઓની છેડતી કરે છે, ચોરી અને લૂંટફાટ કરે છે તેવા વડનગરી દરવાજા પાસે પોલીસ ચોકી બનાવવા છેલ્લા એક વર્ષથી માગણી થઈ રહી છે. જ્યાં પોલીસ ચોકી માટે વર્ષોથી જગ્યા ફળવાઈ છે. પોલીસ ચોકી બનાવવા પાલિકાની જનરલમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. પોલીસની માલિકીની જગ્યામાં મકાન બનાવવા ઠરાવની કોઈ જરૂર નહોતી છતાં ચોકી બનાવવાના કામમાં ખોટી રૂકાવટ ઉભી કરવા ઠરાવ કરાયો. પોલીસ ચોકી બનાવવા ગઈ સભાનો ઠરાવ તા.૧૬-૧૦ ની જનરલમાં મંજુર કરવાનો હતો. ત્યારે કોંગ્રેસના શાસનમાં આ ઠરાવ મુલત્વી રાખવામાં આવ્યો હતો. જેનો ભાજપના તમામ સભ્યોએ ભારે વિરોધ કર્યો હતો. પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલે ઠરાવ મુલત્વી રાખવાના નિર્ણય સામે હોબાળો કરતા ગઠબંધનના કેટલાક સભ્યોને સાચી સમજ પડતા ચોકી બનાવવાના ઠરાવને મુલત્વી રાખવાના નિર્ણયનો ગઠબંધનના સભ્યોએ પણ વિરોધ કર્યો હતો. આ વિસ્તારમાં રહેતા હિન્દુ-મુસ્લીમ સમાજના હિત માટે પોલીસ ચોકી જરૂરીયાત છે. તેને સર્વાનુમતે મંજુરી આપવી જોઈએ ત્યારે નવાઈની વાત છેકે પોલીસ ચોકીના ઠરાવને બહાલી આપવી કે નહી તેના માટે વોટીંગ કરાયુ. જેમાં પ્રકાશભાઈ દાણી, રશ્મીનબેન બારોટ, કૈલાસબેન કંસારા, વૈભવીબેન પંડીત, રમેશભાઈ મોદી, રસીલાબેન પટેલ, અજમલજી ઠાકોર, ગીરીશભાઈ પટેલ, દમયંતીબેન પટેલ, ભરતકુમાર પટેલ, નયનાબેન પટેલ, રાજેન્દ્રકુમાર પટેલ, રંજનબેન પરમાર, પરેશભાઈ પટેલ, જગદીશભાઈ ચૌહાણ તથા ફુલચંદભાઈ પટેલ એમ ૧૬ સભ્યોએ પોલીસ ચોકીના ઠરાવને બહાલી આપવાની તરફેણમાં વોટીંગ કર્યુ હતુ. જ્યારે પ્રમુખ શકુન્તલાબેન પટેલ, ઈકબાલભાઈ મેમણ, રણછોડભાઈ ભીલ, ગોવિંદભાઈ પટેલ, કુસુમબેન ત્રીવેદી, સુરેશભાઈ સથવારા, મધુબેન ઠાકોર તથા સંગીતાબેન પટેલે ઠરાવને બહાલી નહી આપવાની તરફેણમાં મતદાન કર્યુ હતુ. જોકે ભુલ સમજાતા પાછળથી મધુબેન ઠાકોર અને સંગીતાબેન પટેલે ચીફ ઓફીસરને લેખીતમાં ઠરાવને બહાલી આપવાની તરફેણ કરી હતી. પોલીસ ચોકી આ વિસ્તારના સમાજના હિતમાં અને સુરક્ષા માટે જરૂરી છે. ત્યારે ચોકીના ઠરાવની વિરુધ્ધમાં આ સભ્યોએ કોના ઈશારે મતદાન કર્યુ. શું આ સભ્યો ઈચ્છતા નથી કે વડનગરી દરવાજા વિસ્તારમાં અસમાજીક પ્રવૃત્તિઓ બંધ થાય?

Leave a comment

Back to Top