વિસનગર વિધાનસભા સીટમાં કોંગ્રેસમાંથી ટીકીટની દાવેદારી કરનાર  – પ્રમુખ શકુન્તલાબેન પટેલના શાસનમાં રૂા.૧૭ કરોડના ખર્ચે વિકાસનો ધમધમાટ

વિસનગર વિધાનસભા સીટમાં કોંગ્રેસમાંથી ટીકીટની દાવેદારી કરનાર – પ્રમુખ શકુન્તલાબેન પટેલના શાસનમાં રૂા.૧૭ કરોડના ખર્ચે વિકાસનો ધમધમાટ

News No Comments on વિસનગર વિધાનસભા સીટમાં કોંગ્રેસમાંથી ટીકીટની દાવેદારી કરનાર – પ્રમુખ શકુન્તલાબેન પટેલના શાસનમાં રૂા.૧૭ કરોડના ખર્ચે વિકાસનો ધમધમાટ

વિસનગર વિધાનસભા સીટમાં કોંગ્રેસમાંથી ટીકીટની દાવેદારી કરનાર

પ્રમુખ શકુન્તલાબેન પટેલના શાસનમાં રૂા.૧૭ કરોડના ખર્ચે વિકાસનો ધમધમાટ

(પ્ર.ન્યુ.સ.)     વિસનગર,રવિવાર

મહિલાઓમાં રહેલી શક્તિનો સમાજને લાભ મળે તે માટે સરકારે ચુંટણીમાં અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા અનામતને પ્રાધાન્ય આપ્યુ. ત્યારે વિસનગરમાં કોંગ્રેસ શાસીત પાલિકાના મહિલા પ્રમુખ શકુન્તલાબેન પટેલ તેમના શાસનમાં એક સાથે રૂા.૧૭ કરોડના ખર્ચનો વિકાસ ધમધમતો કરી સાચી સ્ત્રી શક્તિનો પરિચય કરાવી રહ્યા છે. શકુન્તલાબેન પટેલ વિસનગર વિધાનસભા સીટમાં ટીકીટના દાવેદાર છે. ત્યારે પ્રમુખ શકુન્તલાબેન પટેલની વહીવટીય કુનેહ અને કામ કરવાની અપાર શક્તિઓ જોઈ કોંગ્રેસ વિસનગર સીટમાં શકુન્તલાબેન પટેલને ટીકીટ આપવાનુ વિચારે તો નવાઈ નહી. વિસનગરમાં કોંગ્રેસ શાસીત પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલના શાસનમાં ન ભૂતો ન ભવિષ્યતી જેવો વહીવટ અને વિકાસ થઈ રહ્યો છે. શકુન્તલાબેન પટેલના શાસનમાં એક સાથે રૂા.૧૭ કરોડના ટેન્ડર પાડવા અને એક સાથે વિકાસ કામ શરૂ કરવા તે પાલિકાના ઈતિહાસમાં પ્રથમ બનાવ છે. અત્યારે શહેરના મોટાભાગના વોર્ડમાં વિકાસ કામ ધમધમી રહ્યા છે. એક સાથે રૂા.૧૭ કરોડનુ ટેન્ડરીંગ નહી કરી અલગ અલગ પેકેજમાં ટેન્ડરીંગ કરી પાંચ થી છ કોન્ટ્રાક્ટરોને વર્કઓર્ડર આપવાના કારણે મોટાભાગના વિકાસ કામ શરૂ થઈ ગયા છે. રૂા.૧૭ કરોડના ખર્ચ હાથ ધરાયેલ વિકાસ કામમાં કયા વિકાસ કામ થશે તે જોઈએ તો, આદર્શ હાઈસ્કુલ આગળ સી.સી.રોડ, ત્રણ દરવાજાથી ટાવરથી પટેલવાડી સુધી રોડની સાઈડે સી.સી.રોડ, ભક્તોના વાસથી રામાપીર મંદિર સુધી વરસાદી પાણી નિકાલની પાઈપલાઈન, આદર્શ હાઈસ્કુલ ગેટથી કાળકા માતાના પરા સુધી પેવરબ્લોક, ગુરૂનાનક સોસાયટી નાળાથી શાસ્ત્રીનગર સોસાયટી થઈ જૈન મંદિર સુધી પેવર બ્લોક, એમ.એન.કોલેજ રોડ ઉપર આવેલ પાલિકા માર્કેટમાં પેવર બ્લોક, પંડ્યાના નાળાથી કોર્ટના દરવાજા સુધી સી.સી.રોડ, ડોસાભાઈ બાગ ફાયર સ્ટેશનમાં સંપની આસપાસ પેવર બ્લોક, સવાલા દરવાજા નાળાથી જમાઈપરા થઈ, અંબીકા આશીષ સોસાયટીના નાળા સુધી પાણી નિકાલની કેનાલ, સત્યનારાયણ મંદિર પાસે લોખંડનો પુલ, મહેસાણા રોડ નાળાથી શ્રીનગર સોસાયટી સુધી કેનાલ, રાજેન્દ્ર કોલોની પાછળથી મધેક તળાવ સુધી કેનાલ, કડા દરવાજા બહાર રામાપીર મંદિરથી દેપલ તળાવ તરફ કેનાલ, દિપરા દરવાજા ડ્રેનેજ કમ્પાઉન્ડ પાછળ નવી કેનાલ, પીંડારીયા તળાવ ડેવલપમેન્ટ આ સીવાય સી.સી.રોડ, સ્મશાનમાં પેવર બ્લોક, પાણીની લાઈનો, ગટરલાઈન, સ્મશાન વરંડા, સંરક્ષણ દિવાલ જેવા અનેક વિકાસના કામ થવાના છે. જે વિકાસ કામ એક સાથે શરૂ થયા છે તે મહત્વની બાબત છે. વિસનગર વિધાનસભા સીટમાં પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટરમાં કોંગ્રેસમાંથી લગભગ ૪૫ ઉપરાંત આગેવાનોએ ટીકીટની દાવેદારી કરી છે. પાટીદારો ભાજપમાંથી વિમુખ થયા હોવાથી વિસનગર સીટ કોંગ્રેસ માટે જીતની સીટ હોવાથી ટીકીટ લેવા માટે પડાપડી છે. ટીકીટની દાવેદારી માટે પાટીદાર આગેવાનોમાં લોબીંગ શરૂ થયુ છે. જેમાં પ્રમુખ શકુન્તલાબેન પટેલે પણ દાવેદારી કરી છે. શકુન્તલાબેન પટેલ પાલિકા પ્રમુખ પદે રહી કરોડોનો વિકાસ હાથ ધરી પોતાની સાચી સ્ત્રી શક્તિનો પરિચય કરાવી કોંગ્રેસને વિચારતી કરી મુકી છે. વિસનગર સીટમાં ઘણા પાટીદાર આગેવાનોએ દાવેદારી કરી છે ત્યારે કોંગ્રેસ માટે પણ નિર્ણય લેવો માથાના દુઃખાવા સમાન બની ગયો છે. આવા સંજોગોમાં કોંગ્રેસ પ્રમુખ શકુન્તલાબેન ઉપર પસંદગીનો કળશ ઢોળે અને શકુન્તલાબેન પટેલ કોંગ્રેસમાંથી ઉમેદવાર માટે આવે તો નવાઈ નહી. વૉટરવર્કસ ચેરમેન ગોવિંદભાઈ ગાંધી અને મહિલા સભ્ય કામિનીબેન પટેલના પતિ સુભાષભાઈ પટેલે આદર્શ વિદ્યાલય આગળની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ.

Leave a comment

Back to Top