વેપારી મહામંડળની મિટીંગના બે દિવસ પહેલા  –  ખેરાલુમાં અફવાઓ શરુ થઈ પણ પરિણામ શુન્ય

વેપારી મહામંડળની મિટીંગના બે દિવસ પહેલા – ખેરાલુમાં અફવાઓ શરુ થઈ પણ પરિણામ શુન્ય

News No Comments on વેપારી મહામંડળની મિટીંગના બે દિવસ પહેલા – ખેરાલુમાં અફવાઓ શરુ થઈ પણ પરિણામ શુન્ય

વેપારી મહામંડળની મિટીંગના બે દિવસ પહેલા

ખેરાલુમાં અફવાઓ શરુ થઈ પણ પરિણામ શુન્ય

(પ્ર.ન્યુ.સ.)      ખેરાલુ, રવિવાર

ખેરાલુ શહેરમાં વિધાનસભાની ચુંટણીના ઉમેદવારો જાહેર થયા પહેલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા ખેરાલુ વેપારી મહામંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈ વેપારી મહામંડળની વાર્ષિક સ્નેહમિલનમાં વેપારીઓનો ટેકો માંગવાનો છે તેવી અફવાઓ શરુ થઈ હતી પરંતુ વેપારી મહામંડળની મિટીંગમાં શહેરના વિકાસ તેમજ વેપારીઓના પ્રશ્નોનીજ ચર્ચાઓ થતા અફવા ફેલાવનારાના મોંઢા સિવાઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે વેપારી મહામંડળની મિટીંગ ૭-૧૧-૨૦૧૭ ના રોજ મંગળવારે મોદી સમાજની વાડીમાં રાત્રે ૮-૦૦ કલાકે યોજાઈ હતી. જેની શરુઆત પ્રખ્યાત કર્મકાંડી બ્રાહ્મણ અને રાજકીય અગ્રણી હરેશભાઈ દવેએ મંત્રોચ્ચાર સાથે કરી હતી. નાગરીક બેંકના ડીરેક્ટર હર્ષદભાઈ શાહે વેપારીઓને ટકોર કરી હતી કે લાઈસન્સ લઈ લેવા જેથી કોઈ તકલીફ પડે નહી લાઈસન્સમાં ૧૨ લાખથી ઓછા ટર્નઓવર વાળાને ૧૦૦/- રૂા. ફી છે તેમજ ૧૨ લાખથી વધુ ટર્નઓવર વાળાને ૨૦૦૦/- રૂા. ફી ભરવાની થાય છે. બીલો ફરજીયાત ફાડવાનો આગ્રહ રાખવા સમજ આપી હતી. વેપારી મહામંડળના ઉપપ્રમુખ ઓઘવદાસ સિંધીએ તમામ વેપારીઓને નૂતન વર્ષની શુભેચ્છાઓ આપી હતી. એલ.આઈ.સી.ના ડેવલપમેન્ટ ઓફીસર રઘુભાઈ ઓઝાએ ખેરાલુ શહેરના ધંધા રોજગાર વધે તેવા સાહસો કરવા જણાવ્યુ હતુ તેમજ નિષ્ઠાથી વેપાર કરી ક્વૉલીટી અને ક્વૉન્ટીટી દ્વારા ગ્રાહકોને આકર્ષવા જણાવ્યુ હતુ. વેપારી અગ્રણી નાથુભાઈ સોનીએ ખેરાલુમાં મોંઘી ચીજવસ્તુ વેચાતી નથી તેવુ કહેનાર વેપારીઓને દાખલા સાથે મોંઘી વસ્તુઓ ખુબજ વેચાય છે તેમ સમજાવ્યુ હતુ. અગ્રણી વકીલ તથા નોટરી ચેતનભાઈ ભાવસારે ૧૦૦ વેપારીઓ ભેગા મળીને નાની ટુર કરવા વિચાર મુક્યો તેને સૌએ વધાવી લીધો હતો તેમજ જી.એસ.ટી.અલગથી લાગે છે તેવા સ્ટીકર બનાવવા જણાવતા સર્વે વેપારીઓએ સંમતી આપી હતી વેપારી અગ્રણી જસુભાઈ પ્રજાપતિએ વેપારી મહામંડળના પ્રમુખ અને હોદ્દેદારોને ટકોર કરી હતી કે જે રીતે ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટી વગર જનરલ સભા ન મળે તેમ વેપારી મહામંડળમાં પ્રમુખ અને મંત્રી વગર સભા યોજાય તે યોગ્ય નથી. મંત્રી મનીષભાઈ શાહને ગમે તે મનદુઃખ હોય તો પણ તેમણે હાજર રહેવુ જોઈએ. ટ્રાન્સપોર્ટવાળા લેટ આવે છે જેથી ગામડાના વેપારીઓ પરેશાન થાય છે કાંઈક પગલા ભરો. વેપારી અગ્રણી ધીરેન્દ્રભાઈ શાહે ખુબજ સુંદર રીતે સ્વચ્છતાની વાત કરતા વેપારીઓ ખુશ થઈ ગયા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા ત્યાં સમૃધ્ધિ. દુકાનો આગળ ડસ્ટબીન મુકો અને પાલિકા ડસ્ટબીન મુકવાની ફરજ પાડે તે યોગ્ય કહેવાશે. બજારમાં ગાયો અને આખલા લડે છે તો પાલિકા પગલા ભરે પાલિકા પ્રમુખ પ્રેમજીભાઈ દેસાઈ એ તમામ વેપારીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. વેપારી મહામંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે અંગત પ્રશ્નોને કારણે કોઈ હોદ્દેદાર ગેરહાજર રહે તે વ્યાજબી ન કહેવાય. ટ્રાન્સપોર્ટ લેટ(મોડી) આવે છે. નવી ટ્રાન્સપોર્ટ લાવ્યા છતા પરિણામ શુન્ય છે. ટ્રાન્સપોર્ટવાળા ગાંઠતા નથી તેના માટે વિચારીશુ. વેપારી મહામંડળ જે નિર્ણય કરે તેને તમામ વેપારીઓએ સ્વીકારવો જોઈએ. જી.એસ.ટી.માટે અલગથી સ્ટીકર બનાવવામાં આવશે. ગ્રાહકોને સમજાવવુ પડશે. સફાઈ માટે ડસ્ટબીન રાખવુ જોઈએ. દરરોજ રાત્રે આંબલી ચૌટા પાસે ખુબજ કચરો થાય છે. બજારના વેપારીઓ બદનામ થાય છે. ક્વૉલીટી ક્વૉન્ટીટી અને ભાવ યોગ્ય હશે તોજ ધંધો વધશે. બેંક જોઈએ તેટલી લોન આપવા તૈયાર છે. દુકાનો આગળ પોતાના વાહનો મુકી ટ્રાફીક વધારશો નહી. દુકાનોની આગળનો ભાગ ખુલ્લો રાખો. ખેરાલુનો વેપાર હાઈવે તરફ જઈ રહ્યો છે. ગ્રાહકોને સગવડ આપશો તોજ શહેરમાં આવશે. નિયમિત બીલો બનાવી દેવા જોઈએ. વેપારીઓના ચોપડા લખતા મહેતાજીઓ (એકાઉન્ટન્ટોએ) ભાવ વધારી દીધા છે. નફો દિવસે દિવસે ઘટતો જાય છે. તમામ વેપારીઓ નાસ્તો કરી છૂટા પડ્યા. ઉપરોક્ત મિટીંગ ટાણે સરકારી અધિકારીઓ ફરજના ભાગરૂપે વિડીયો રેકોર્ડીંગ સાથે હાજર રહ્યા હતા. પી.આઈ. હર્ષ પણ હાજર રહ્યા હતા. મુકેશભાઈ દેસાઈએ વેપારીઓ પાસે કોઈ ટેકો માંગ્યો નહોતો. મુકેશભાઈ દેસાઈને કોંગ્રેસની ટીકીટ મળે તે પછી વેપારીઓનો ટેકો માંગવાની જરૂર પડે અને કદાચ જાહેરમાં વેપારીઓ મુકેશભાઈ દેસાઈ સાથે હોય કે ન હોય પણ કોંગ્રેસની ટીકીટ મળ્યા પછી તમામ વેપારીઓ ખાનગીમાં પણ વેપારી મહામંડળના પ્રમુખનેજ મદદ કરશે તેવુ મિટીંગમાં ખુણે ખાંચરે ચર્ચાતુ હતુ.

Leave a comment

Back to Top