સામાન્ય તકરારને રાજકીય રંગ અપાયો હોવાની લોકમુખે ચર્ચા

સામાન્ય તકરારને રાજકીય રંગ અપાયો હોવાની લોકમુખે ચર્ચા

Prachar News No Comments on સામાન્ય તકરારને રાજકીય રંગ અપાયો હોવાની લોકમુખે ચર્ચા

સામાન્ય તકરારને રાજકીય રંગ અપાયો હોવાની લોકમુખે ચર્ચા

વિસનગર પાસેના સેવાલીયા ગામે રાત્રીના સમયે નજીવી બાબતે થયેલી બોલાચાલીને પગલે સામસામે થયેલી ફરીયાદોની વિગતથી તદ્દન અલગ સ્વરૂપે સમગ્ર બનાવને રાજકીય રંગ આપવાના અને તાલુકાની શાંતીને ભંગ કરવાના પ્રયત્નને લઈને વિસનગરની પ્રજામાં જાત-જાતની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ પ્રકારના સામાન્ય ઝઘડાને પાછળથી કેટલાક લોકોએ રાજકીય રંગ આપવાનો પ્રયત્ન કર્યો હતો. સામ-સામે થયેલ બંનેમાંથી એક પણ ફરીયાદમાં ભાજપ-કોંગ્રેસ કે પાટીદાર આંદોલનનો કોઈપણ ઉલ્લેખ ન હોવા છતાં અત્યારના ચુંટણીના માહોલમાં મનઘડત વિષયો ઉમેરી સોશીયલ મીડીયામાં અને પ્રિન્ટ મીડીયામાં આ ઘટનાને રાજકીય રંગ આપવાનો અને લોકોની લાગણી ઉશ્કેરી ગામની શાંતી ભંગ કરવાનો હીન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઈજા ન થઈ હોવા છતાં હોસ્પિટલમાં દાખલ થવાની અને સારવાર બાદ તરતજ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છતાં બળજબરીથી હોસ્પિટલમાં દાખલ રહીને આ આખી ઘટનાને રાજકીય વળાંક આપવા માટે ઈરાદાપૂર્વક પ્રયત્નો થઈ રહ્યા છે જે નિંદનીય છે. પાટીદારોમાં વિખવાદ ઉભા કરી, વિખવાદોને ખોટુ પ્રોત્સાહન આપી અત્યારના ચુંટણીના માહોલમાં રાજકીય રોટલો શેકવા નીકળેલા તત્વોને ઓળખવા અને આવા તત્વોથી સાવધ રહેવા લોકલાગણી પ્રબળ બની છે.

Leave a comment

Back to Top