સેવાલીયામાં પાટીદારોના બે જુથ વચ્ચેની તકરારમાં રાજકારણ ગરમાયુ

સેવાલીયામાં પાટીદારોના બે જુથ વચ્ચેની તકરારમાં રાજકારણ ગરમાયુ

News No Comments on સેવાલીયામાં પાટીદારોના બે જુથ વચ્ચેની તકરારમાં રાજકારણ ગરમાયુ

સેવાલીયામાં પાટીદારોના બે જુથ વચ્ચેની તકરારમાં રાજકારણ ગરમાયુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર

વિસનગર તાલુકાના સેવાલીયા ગામમાં મિત્રના ઝગડામાં વચ્ચે પડેલા યુવાનને છરીથી તથા ગડદાપાટુનો માર મારી ઈજા પહોચાડતા વિસનગર સીટી પોલીસ સ્ટેશને છ વ્યક્તિઓ  વિરૂધ્ધ ફરીયાદ નોંધાઈ છે જયારે સામે પક્ષે ફરીયાદી તથા અન્ય પાંચ વ્યક્તિઓએ ઉશ્કેરાઈ જઈ ગડદાપાટુનો માર મારી સોનાનો દોરો તોડી નાંખ્યો હોવાની છ વ્યક્તિઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાઈ છે. વિધાનસભાની ચુંટણી ટાણે પાટીદાર સમાજના બે પક્ષો વચ્ચે સામ સામે નોંધાયેલી ફરીયાદથી ગામમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. ઈજાગ્રસ્ત યુવાનને વિસનગર સિવિલમા સારવાર્થે લવાતા તેની ખબર અંતર લેવા માટે સિવિલમાં શહેર તથા તાલુકાના ગામોમાંથી પાટીદારોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે વિધાનસભાની ચુંટણી પ્રચારમાં ભાજપના કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહી તેવુ બેનર લગાવવાના મુદ્દે ઝઘડો થયો હોવાનુ ચર્ચાય છે. સેવાલીયા ગામના પટેલ જયેશકુમાર જયંતીભાઈએ વિસનગર સીટી પોલીસ સ્ટેશને એવી ફરીયાદ નોંધાવી છેકે બુધવારે સાંજના સુમારે હુ મારા ઘર તરફ જતો હતો તે દરમિયાન મારા ગામના પટેલ ત્રિભોવનદાસ નારાયણદાસ, પટેલ પ્રવિણભાઈ પ્રભુદાસ, પટેલ ભોગીલાલ કાશીરામ, પટેલ લક્ષ્મણભાઈ કાશીરામ(એલ.કે.પટેલ), પટેલ જયંતીભાઈ દલાભાઈ તથા પટેલ નરેન્દ્રભાઈ ભુદરભાઈ બધા ભેગા થઈને મારા મિત્રને કિરણભાઈ પટેલને ગડદાપાટુનો માર મારતા હતા ત્યારે તેને છોડાવવા હું વચ્ચે પડતા આ બધાએ મને કહ્યુ કે તુ કેમ છોડાવવા વચ્ચે પડયો છે તેમ કહીને હાથમાંથી છરી કાઢી મારા ડાબા હાથની કોણીના ભાગે ગંભીર ઈજા પહોચાડી હતી જયારે પહેરેલો દોઢ તોલાનો સોનાનો દોરો તોડી નાખ્યો હતો અને આ બન્ને જણાએ મને મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત જયેશભાઈના નિવેદનના આધારે પોલીસ તમામ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.        જયારે સામે પક્ષે ગામના ભાજપ અગ્રણી અને વિસનગર એપીએમસીના ડાયરેક્ટર  પટેલ લક્ષ્મણભાઈ કાશીરામે (એલ.કે.પટેલ) પોલીસને એવી ફરીયાદ આપી છે કે હુ ગામમાં મારા કુટુંબી ભાઈઓ સાથે સામાજીક ચર્ચા કરતો હતો તે દરમિયાન પટેલ કિરણ જયંતીભાઈ, પટેલ મેહુલભાઈ રમણલાલ, પટેલ ચિંતક કાન્તિલાલ, પટેલ હેમંત ગોપાળભાઈ, પટેલ જયેશભાઈ જયંતીલાલ, પટેલ ચતુરભાઈ બાલચંદભાઈએ આવી તમે ગામના આગેવાન થઈ ગયા છો અને તમે કાંઈને કંઈ પુછતા નથી. તેવુ કહેતા હુ કિરણને સમજાવવા જતા તેને ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી હતી. જયારે તેનુ ઉપરાણુ લઈને બધાએ ભેગા મળી ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઝપાઝાપીમા મારા ગાળામાં પહેરેલો ત્રણ તોલાનો સોનાનો દોરો તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પી.આઈ.વી.પી.પટેલે તમામ આરોપી ઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ તકરારમા ઈજાગ્રસ્ત યુવાનની ખબર પુછવા આવેલા ભાન્ડુના વતની અને પુર્વ મંત્રી કિરીટભાઈ પટેલે ભાજપના કાર્યકરો ઉપર રોષ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે કોઈપણ ચુંટણી આવે અને જાય પરંતુ વિધાનસભાની ચુંટણી સમયે ભાજપના કાર્યકરો  રાજકીય દ્વેષભાવ રાખીને નિદોર્ષ  યુવાન ઉપર છરીથી  આવા હુમલાઓ કરી તે નિદનીય બાબત છે. ત્યારે પોલીસે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. જો પોલીસ ભાજપના આ કાર્યકરો સામે કાંઈ તટસ્થ  કાર્યવાહી નહી કરે તો અમે અહિંસક પગલા લઈશુ.  જયારે ભાજપના નેતાઓની પ્રવેશબંધીના ગામેગામ લાગતા બેનરો બાબતે તેમને જણાવ્યુ હતુ કે પહેલા ભાજપ સરકારે સત્તાના નશામા પાટીદારો ઉપર ૧૪૪ કલમ લગાવી હતી ત્યારે હવે પાટીદારો ભાજપના નેતાઓ ઉપર ૧૪૪ની કલમ લગાવી હતી ત્યારે હવે પાટીદારો ભાજપનો નેતાઓ ઉપર ૧૪૪ની કલમ લગાવી રહ્યા છે. આ તકરારના વાયુવેગે સમાચાર ફેલાતા કોગ્રેસના જીલ્લા સદસ્ય મહેશભાઈ પટેલ (પાલડી), તાલુકા સદસ્ય સંદિપભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મધુબેન પટેલના પતિ અમૃતભાઈ પટેલ, ચેતનભાઈ પટેલ(બેટરી) સહીત શહેર તાલુકામાંથી પાટીદારોના ટોળેટોળા ઈજાગ્રસ્ત યુવાનની ખબર અંતર પુછવા દોડી આવી ભાજપ આગેવાનો સામે રોષ વ્યક્ત કર્યો હતો.સિવિલમાં પાટીદારોના ટોળેટોળા ઉમટી પડતા સ્થાનિક રાજકારણ ગરમાયુ છે.

Leave a comment

Back to Top