દવા પી આત્મહત્યા કરી તેના અડધો કલાક પહેલા  નરેન્દ્રસિંહે ભાગીદાર પ્રકાશભાઈ પટેલને મદદનો ફોન કર્યો હતો

દવા પી આત્મહત્યા કરી તેના અડધો કલાક પહેલા નરેન્દ્રસિંહે ભાગીદાર પ્રકાશભાઈ પટેલને મદદનો ફોન કર્યો હતો

Prachar News No Comments on દવા પી આત્મહત્યા કરી તેના અડધો કલાક પહેલા નરેન્દ્રસિંહે ભાગીદાર પ્રકાશભાઈ પટેલને મદદનો ફોન કર્યો હતો

દવા પી આત્મહત્યા કરી તેના અડધો કલાક પહેલા

નરેન્દ્રસિંહે ભાગીદાર પ્રકાશભાઈ પટેલને મદદનો ફોન કર્યો હતો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર જીવનના અંત સમયે મદદ માટે જે પ્રથમ યાદ આવે તે સાચો સ્નેહી. નરેન્દ્રસિંહ ચંપાવતે દવા પી આત્મહત્યા કરી તેના અડધો કલાક પહેલા ભાગીદાર પ્રકાશભાઈ પટેલને મોબાઈલ ઉપર ફોન કરી મદદ માગી હતી. ત્યારે પ્રકાશભાઈ પટેલે કોઈ ખોટુ પગલુ ભરીશ નહી, હું બેઠો છુ તેવો જવાબ આપ્યો હતો. ત્યારે સ્યુસાઈડ નોટમાં પ્રકાશભાઈ પટેલ ત્રાસ આપે છે તેવુ લખેલુ છે તે નવાઈ પમાડે તેવુ છે. વિસનગરમાં ઈન ફેશન અને ઈન ટચના ભાગીદાર નરેન્દ્રસિંહ ચંપાવતે તા.૬-૧૧ ને સોમવારના રોજ સવારે દવા પી સુંશી રોડ ઉપર આત્મહત્યા કરી તેના અડધો કલાક પહેલા એટલેકે લગભગ સવારે સાડા નવ કલાકે ભાગીદાર પ્રકાશભાઈ પટેલના મોબાઈલ ઉપર ફોન કરી મદદ માટે વિનંતી કરી હતી. મોબાઈલ ઉપર થયેલી વાતચીતના કેટલાક અંશ જોઈએ તો, નરેન્દ્રસિંહ ચંપાવતે પ્રકાશભાઈ પટેલને મદદ માગતી વિનંતી કરી હતી કે, શેઠ હું સેલફોસની ગોળીઓ લઈને બેઠો છું, મારી લાશ સિવિલમાં આવે તો ઘેર મોકલજો, મારા છોકરાઓને ઘેર મોકલજો, આટલુ મારૂ રાખજો. ઘરમાં સામાજીક બબાલ થઈ છે, કંટાળી ગયો છુ. સિવિલમાં લાશ આવે તો ઘેર મોકલજો. પૈસાનો કોઈ લોચો નથી, ધંધામાં સેટ થયુ નથી. કંટાળી ગયો છુ. પાવડર પી ઉંઘી જવુ છે. આજ મરી જવાનો છુ. એક ખેતરમાં એકલો બેઠો છુ. તમારી પાસે મારે કોઈ લેવાનુ નથી. મારી લાશ સિવિલ આવે તો ઘરે મોકલજો. મારા મોટા ભાઈ હોય તો છોકરા ઘરે મોકલજો. નરેન્દ્રસિંહ ચંપાવત સાથેની વાતચીતમાં પ્રકાશભાઈ પટેલે શું જવાબ આપ્યા હતા તે જોઈએ તો, કેમ કંટાળ્યો છે, શું તકલીફ છે? પૈસાની તકલીફ છે, શું છે તે કહે હું બેઠો છું, ત્યાં ક્યાં બેઠો છે તે કહે હું આવું છું તારા છોકરાને ઘરે પહોચાડીશ. તારા ગમે તે કામમાં ઉભો રહીશ. તુ દારૂ પીવાનુ બંધ કર, ગોળીઓ ગળવી નથી. શું લોચો પડ્યો છે તુ કહે. ક્યાં માથાકૂટ થઈ છે. તારા ઘરે ખબર છે તુ ક્યા છે. પાવડર પીવાય નહી કોઈપણ વસ્તુનુ સમાધાન ઘરેથી નીકળે. શું સમસ્યા હતી તે કહે. પ્રકાશભાઈ પટેલે નરેન્દ્રસિંહ ચંપાવત ક્યા બેઠા છે તે જાણવા ઘણો પ્રયત્ન કર્યો હતો. પરંતુ નરેન્દ્રસિંહ ચંપાવતે કયા સ્થળે બેઠા છે તે જણાવ્યુ નહોતુ. જાણવા મળ્યા પ્રમાણે નરેન્દ્રસિંહ ચંપાવતને માર્ચ મહિનામાં છુટા કર્યા બાદ હિસાબ કરવા માટે વકીલ દ્વારા પ્રકાશભાઈ પટેલ અને ભાગીદારોને નોટીસ આપી હતી. ત્યારે સામે પક્ષે પ્રકાશભાઈ પટેલ અને ભાગીદારો દ્વારા વળતી નોટીસ આપી હતી કે, તમારા સમાજના ચાર આગેવાનોને હિસાબ કરવા ૩૦ દિવસમાં લઈને આવો. ૩૦ દિવસમાં હિસાબ કરવા નહી આવો તો તમારે કંઈ લેવાનુ નીકળતુ નથી તેમ સમજવામાં આવશે. ત્યારે નરેન્દ્રસિંહ ચંપાવત હિસાબ કરવા ગયા નહોતા.

Leave a comment

Back to Top