કાંસાના યુવાનને કિડનીની સારવાર માટે દાતાઓ દ્વારા રૂા.૨.૫૦ લાખની હૂંફ

કાંસાના યુવાનને કિડનીની સારવાર માટે દાતાઓ દ્વારા રૂા.૨.૫૦ લાખની હૂંફ

News, Prachar News No Comments on કાંસાના યુવાનને કિડનીની સારવાર માટે દાતાઓ દ્વારા રૂા.૨.૫૦ લાખની હૂંફ

કાંસાના યુવાનને કિડનીની સારવાર માટે દાતાઓ દ્વારા રૂા.૨.૫૦ લાખની હૂંફ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના કાંસા ગામના પાટીદાર પરિવારના આધારસ્તંભ એકના એક પરણિત યુવાનની બન્ને કિડની ફેલ થતા તેની સારવાર કરાવવા રૂા.૮ લાખથી વધારે રકમની સહાયની જરૂરીયાત ઉભી થઈ છે. ત્યારે આર્થિક સંકડામણ ધરાવતા આ પરિવારે પ્રચાર સાપ્તાહિકના માધ્યમથી સમાજના દાતાઓ પાસે મદદની અપીલ કરી હતી. ત્યારે આ યુવાનની કિડનીની સારવાર માટે ગામ, સમાજ તથા વિદેશોમાં રહેતા પ્રચારના વાચકોએ માહિતી વાચી દાતાઓએ યથાશક્તિ દાન આપતા રૂા.૨.૫૦ લાખની સહાય મળી છે. પરંતુ કિડની બદલવાનો ખર્ચ વધુ હોવાથી આ પરિવારને બીજા દાતાઓ તરફથી મદદ કરવામાં આવે તો પરિવારના આધારસ્તંભ યુવાનની જીંદગી બચાવી શકાય તેમ છે. વિસનગર તાલુકાના કાંસા ગામના સ્વ.અમૃતલાલ દ્વારકાદાસ પટેલ(શેઠીયા)નો પુત્ર ધર્મેશ પટેલ(ઉ.વ.૨૫) ગામના આર.ઓ.પ્લાન્ટની ફેક્ટરીમાં સામાન્ય પગારમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ધર્મેશને પોતાનું ઘર, મિલ્કત કે બીજી કોઈ આવક નથી. જેમાં ધર્મેશની અચાનક બન્ને કિડની ફેલ થતા તેના પરિવાર માટે આર્થિક મોટુ સંકટ આવ્યુ હતુ. ત્યારે ધર્મેશની માતા મધુબેન પટેલે પોતાના એકના એક દિકરાની જીંદગી બચાવવા માટે સમાજમાં દાન-ભેટ કરતા દાતાઓ તથા સામાજીક સંસ્થાઓ પાસે મદદની જાહેર અપીલ કરી હતી. જેમાં ૫૦,૦૦૦ – અમૃત એન્જીનીયરીંગ, વિસનગર, ૩૫,૦૦૦ – પાટીદાર યુવક મંડળ હસ્તે કૃણાલભાઈ કુકરવાડા, ૩૩,૨૯૦- પાટીદાર યુવક મંડળ, લંડન, ૨૫,૦૦૦ શ્રી રામજી ભક્ત મંડળ કાંસા, ૨૫,૦૦૦ હેમાંગભાઈ કાન્તિલાલ પટેલ-માલોસણ(હાલ-અમદાવાદ), ૨૨,૦૦૦ – રામભરોસે, ૨૧,૦૦૦-ટ્રીનીટ મશીન, સાપર(વેરાવળ), ૧૮,૦૦૦ – હિરાબજાર એસોસીએશન વિસનગર, ૧૫,૫૦૦ – મધુર ડેરી, ૧૦,૦૦૦ પટેલ જીવતીબેન હરગોવનદાસ(કમાલપુર-જંત્રાલ), ૧૦,૦૦૦ રામભરોસે(રાજકોટ), ૧૦,૦૦૦ રામભરોસે(સુરત), ૧૦,૦૦૦ હસુભાઈ હિન્દુચા(શ્રીનાથજી ફર્નિચર), ૧૦,૦૦૦ પટેલ ત્રિકમલાલ હરગોવનભાઈ(છોગાળીયા-કાંસા), ૧૦,૦૦૦ સ્વ.પટેલ ગોપાળભાઈ રેવીદાસ(શેઠીયા-કાંસા), ૧૦,૦૦૦ પટેલ વિઠ્ઠલભાઈ શંકરભાઈ(શેઠીયા), ૧૬,૦૦૦ પટેલ પ્રકાશભાઈ મોહનભાઈ તથા પટેલ અપૂર્વ બિપીનભાઈ, ૧૦,૦૦૦ ર્ડા.મનુભાઈ, સ્વ.પટેલ પ્રહલાદભાઈ માધવલાલ(કાંસા-શેઠીયા) સહિત અન્ય દાતાઓએ યથાશક્તિ દાન આપી આ પરિવારને રૂા.૨.૫૦ લાખનો સહયોગ આપ્યો છે. જોકે કિડની બદલવાનો ખર્ચ વધુ થતો હોવાથી સમાજના અન્ય દાતાઓ મદદ કરે તેવી અપીલ કરવામાં આવી છે. આર્થિક મદદ કરવા માગતા દાતાઓએ બિપીનભાઈ પટેલ (ઉમિયા વેલ્ડીંગ-કાંસા એન.એ.)મો. ૯૯૨૪૬૭૨૮૦૦, જશુભાઈ વી.પટેલ(કાંસા) મો.૯૮૨૪૦૯૩૦૭૨, પ્રવિણભાઈ પટેલ મો.૯૯૨૪૧૫૨૯૫૯, બળદેવભાઈ પટેલ(જયઅંબે કિરાણા સ્ટોર્સ) મો.૯૮૨૫૭૪૯૩૭૨, મેહુલભાઈ પટેલ (હરીઓમ મેડીકલ, સ્ટેશન રોડ,વિસનગર) મો.૯૮૯૮૩૫૨૦૬૦, નવિનભાઈ પટેલ (કાંસા – જૂનુપરૂ) મો.૯૮૭૯૩૧૭૯૧૩ ઉપર સંપર્ક કરી જમા કરી શકાશે. આ ઉપરાંત જે દાતાઓ આ પરિવારના બેંક એકાઉન્ટમાં સીધા જમા કરાવવા માગતા હોય તેઓ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા- વિસનગર શ્રીજી માર્કેટ શાખાના બ્રાન્ચ કોડ નં.૬૦૨૪૬ માં પટેલ ધર્મેશકુમાર અમૃતલાલના ખાતા નંબર ૩૭૨૬૧૧૪૯૧૭૭ માં જમા કરાવી શકશે.

Leave a comment

Back to Top