ગોઠવા હાઈસ્કુલમાં ભોળાભાઈ પટેલની પ્રતિમા તો વિસનગર એસ.કે.કેમ્પસમાં ભોળાભાઈની પ્રતિમા કેમ નહિ?

ગોઠવા હાઈસ્કુલમાં ભોળાભાઈ પટેલની પ્રતિમા તો વિસનગર એસ.કે.કેમ્પસમાં ભોળાભાઈની પ્રતિમા કેમ નહિ?

News, Prachar News No Comments on ગોઠવા હાઈસ્કુલમાં ભોળાભાઈ પટેલની પ્રતિમા તો વિસનગર એસ.કે.કેમ્પસમાં ભોળાભાઈની પ્રતિમા કેમ નહિ?

ગોઠવા હાઈસ્કુલમાં ભોળાભાઈ પટેલની પ્રતિમા તો
વિસનગર એસ.કે.કેમ્પસમાં ભોળાભાઈની પ્રતિમા કેમ નહિ?

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં શિક્ષણાવિદ સ્વ.ભોળાભાઈ ચતુરભાઈ પટેલના નિર્વાણ દિને જે.બી.વિદ્યાલય ગોઠવા દ્વારા ભોળાભાઈ પટેલની પ્રતિમાની અનાવરણ વિધિ વિદ્યાલય કમ્પાઉન્ડમાં કરવામાં આવી હતી. ભોળાભાઈ પટેલની પ્રતિમાની અનાવરણવિધિ ગોઠવા હાઈસ્કુલમાં થતાં ભોળાભાઈ પટેલના હજ્જારોની સંખ્યામાં સમર્થકોની લાગણી હતી કે ભોળાભાઈ પટેલની પ્રતિમા નૂતન એન્જીનીયરીંગ કોલેજ કેમ્પસમાં કેમ નહિ? સ્વ.ભોળાભાઈ પટેલના નિર્વાણદિને શ્રી ગોઠવા જુથ કેળવણી ઉત્તેજક મંડળ તથા ભોળાભાઈ પટેલ જન કલ્યાણ સમિતિના સંયુક્ત ઉપક્રમે મેસર્સ બી.પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી.ના સૌજન્યથી ભોળાભાઈ પટેલની પ્રતિમાની અનાવરણ વિધિ તારીખ ૧૪-૧૧-૨૦૧૭ ના રોજ કરવામાં આવી છે, ગોઠવા જે.બી.વિદ્યાલય કમ્પાઉન્ડમાં પ્રતિમાની અનાવરણ વિધિથી વિસનગર તાલુકાના ભોળાભાઈ પટેલના અસંખ્ય સમર્થકોની લાગણી હતી કે ગોઠવા જે.બી.વિદ્યાલયમાં ભોળાભાઈ પટેલ ફાઉન્ડર ટ્રસ્ટીઓ પૈકી નથી તેનું યોગદાન નૂતન કેળવણી મંડળમાં જેટલુ હતું તેટલું ગોઠવા જુથ કેળવણી ઉત્તેજક મંડળમાં નહતુ. છતાં ઓછા યોગદાન વાળી સંસ્થાએ ભોળાભાઈ પટેલની પ્રતિમા માટે વિચાર્યું તો જે સંસ્થાને નાના છોડમાંથી મોટું વટવૃક્ષ બનાવ્યું તે નૂતન કેળવણી મંડળે કેમ વિચાર્યું નહિ તે પ્રશ્ન છે. ગોઠવામાં પ્રતિમા અનાવરણ કરવા મેસર્સ બી.પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી.એ કદાચ મોટો ખર્ચ ઉપાડ્યો હશે. પણ શ્રી ગોઠવા જુથ કેળવણી ઉત્તેજક મંડળે જે.બી.વિદ્યાલયમાં જગ્યા આપી શક્ય એટલું યોગદાન આપ્યું તો અનાવરણ વિધિ થઈ શકી. ભોળાભાઈ પટેલના ૨૦ થી ૩૦ હજાર જેટલા સમર્થકોની લાગણી છેકે નૂતન કેળવણી મંડળમાં ભોળાભાઈ પટેલની હયાતીમાં જે ટ્રસ્ટીઓએ જલસા કર્યા છે. મામા-માસીના તગડા પગારથી ઠેકાણે પડ્યા છે તેવા ટ્રસ્ટીઓ આજે પણ ટ્રસ્ટમાં છે. તેમણે કેમ ભોળાભાઈ પટેલની પ્રતિમા મૂકવા માટે રજુઆત કેમ ન કરી? નવા આવેલા ટ્રસ્ટીઓ ભોળાભાઈ પટેલ સામે લડીને આવ્યા છે. જેથી કદાચ તેમને આજે પણ ભોળાભાઈ પટેલ સામે રોષ હોય જેથી પ્રતિમા મૂકવા માટેનો પ્રસ્તાવ ટ્રસ્ટીઓએ રજૂ કર્યો હોય છતાં ન સ્વીકાર્યો હોય પણ નૂતન કેળવણી મંડળ એન્જીનીયરીંગ કેમ્પસમાં જગ્યા આપવા ટ્રસ્ટી મંડળ સંમત થયુ હોત તો પ્રતિમાનો ખર્ચ કરવા તમામ સમર્થકો તૈયાર હતા. તાલુકામાં ભોળાભાઈ પટેલના ૨૦ થી ૩૦ હજાર જેટલા સમર્થકો છે. તેમણે દસ દસ રૂપિયા આપ્યા હોત તો પણ પ્રતિમા બની ગઈ હોત, આવી સમર્થકોની લાગણી છે. વેરઝેર જીવતા માણસ સાથે હોય, મર્યા પછી વેરનો અંત આવે છે. હાલ ભોળાભાઈ પટેલની હયાતી નથી પણ તેમના વાવેલા આંબાના ફળ જે ટ્રસ્ટીઓ ખાઈ રહ્યા છે તેમણે ઋણ અદા કરવું જોઈએ.

Leave a comment

Back to Top