ચુંટણી અધિકારી પ્રાન્ત ઓફીસર વી.જી.રોરની ટીમ ચુંટણી માટે દરેક રીતે સજ્જ  વિસનગર વિધાનસભા સીટમાં ૧૦૦ વર્ષ ઉપરની ઉંમરના ૨૮ મતદાર

ચુંટણી અધિકારી પ્રાન્ત ઓફીસર વી.જી.રોરની ટીમ ચુંટણી માટે દરેક રીતે સજ્જ વિસનગર વિધાનસભા સીટમાં ૧૦૦ વર્ષ ઉપરની ઉંમરના ૨૮ મતદાર

News No Comments on ચુંટણી અધિકારી પ્રાન્ત ઓફીસર વી.જી.રોરની ટીમ ચુંટણી માટે દરેક રીતે સજ્જ વિસનગર વિધાનસભા સીટમાં ૧૦૦ વર્ષ ઉપરની ઉંમરના ૨૮ મતદાર

ચુંટણી અધિકારી પ્રાન્ત ઓફીસર વી.જી.રોરની ટીમ ચુંટણી માટે દરેક રીતે સજ્જ

વિસનગર વિધાનસભા સીટમાં ૧૦૦ વર્ષ ઉપરની ઉંમરના ૨૮ મતદાર

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર

વિધાનસભાની ચુંટણીમાં વિસનગર સીટના ચુંટણી અધિકારી પ્રાન્ત ઓફીસર વી.જી.રોર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. વિસનગર સીટમાં કેટલા વર્ષની ઉંમરના કેટલા મતદાર છે તેની યાદી પ્રમાણે ૧૦૦ વર્ષથી ઉપરની ઉંમરના ૨૮ મતદારો નોંધાયા છે. જે મતદાન કરી શકે તે માટે બીએલઓના બે સહાયકોને જવાબદારી આપવામાં આવી છે. ફીઝીકલ હેન્ડીકેપની પણ યાદી તૈયાર કરવામાં આવી છે. વિસનગર સીટમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચુંટણી અધિકારીના માર્ગદર્શનમાં તેમની ટીમ સજ્જ બની છે. વિધાનસભાની ચુંટણીમાં મતદારો થોડો સમય લાઈનમાં ઉભા રહી મતદાન કરી પોતાની જવાબદારીમાંથી મુક્ત બનશે. પરંતુ મતદાર સરળતાથી મતદાન કરી શકે, મતદાન કરવામાં કોઈ તકલીફ ઉભી ન થાય તે માટે ચુંટણીપંચના આદેશથી ચુંટણી અધિકારી દ્વારા છેલ્લા એક વર્ષથી કેવી અને કેટલી તૈયારીઓ કરવામાં આવી છે તે માહિતી ખુબજ રસપ્રદ છે. વિસનગર સીટના ચુંટણી અધિકારી પ્રાન્ત ઓફીસર વી.જી.રોર વહીવટીય કાબેલ અધિકારી છે. તેમની આવડત, અનુભવ અને કુનેહથી ચુંટણી માટે ખુબજ બારીકાઈથી તૈયારીઓ કરવામાં આવી છે. અત્યારે રાત્રે ૧૦-૦૦ કલાક સુધી ઓફીસ ધમધમી રહી છે. ત્યારે મતદારોને લોકશાહીનુ પર્વ ઉજવવામાં કોઈ તકલીફ ન પડે કે ખલેલ ઉભી ન થાય તે માટે ચુંટણી લગત દરેકે દરેક બાબતમાં ખુબજ જીણવટભર્યુ ધ્યાન રાખવામાં આવ્યુ છે. વિસનગર વિધાનસભા સીટની ચુંટણી બાબતે ચુંટણી અધિકારીનો સંપર્ક કરવામાં આવતા જે માહિતી આપવામાં આવી છે તે ખુબજ રસપ્રદ છે. વિસનગર સીટમાં ૧૨૩ લોકેશનમાં ૨૩૮ બુથ છે. ૨૩૮ બુથને ૨૪ રૂટમાં વહેચવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાં ૧૭ લોકેશનમાં ૫૨ બુથ છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૬ લોકેશનમાં ૧૮૬ બુથ છે. જેમાં ૭૫ બુથ સંવેદનશીલ છે. વિસનગર સીટમાં કુલ મતદાર ૨,૧૧,૩૫૯ છે. જેમાં પુરુષ મતદાર ૧,૧૦,૧૧૪ તથા સ્ત્રી મતદાર ૧,૦૧,૨૪૫ છે. મતદારોની ઉંમર પ્રમાણે અલગ યાદી બનાવી છે. જેમાં ૧૮ થી ૧૯ વર્ષના ૫૯૧૨, ૨૦ થી ૨૯ વર્ષના ૪૬,૬૯૮, ૩૦ થી ૩૯ વર્ષના ૫૧૮૧૯, ૪૦ થી ૪૯ વર્ષના ૪૦૭૫૪, ૫૦ થી ૫૯ વર્ષના ૩૨૫૩૬, ૬૦ થી ૫૯ વર્ષના ૧૯૮૩૨, ૭૦ થી ૭૯ વર્ષના ૧૦૩૮૯, ૮૦ થી ૮૯ વર્ષના ૩૦૫૦, ૯૦ થી ૯૯ વર્ષના ૩૪૧ અને ૯૯ થી ઉપરની ઉંમરના ૨૮ મતદારો છે. ૯૦ વર્ષની ઉપરના મતદારોનુ તો સ્થળ ઉપર જઈ વેરીફીકેશન કર્યુ છે. જેની મોબાઈલ નંબર સુધીની યાદી છે. મતદાર યાદીમાં ફીઝીકલ હેન્ડીકેપ યાદી પણ તૈયાર કરવામાં આવી છે. જેમાં ૩૬૦ ફીઝીકલ હેન્ડીકેપ, ૨૯૬ લોવિઝન, ૨૩૭ અપંગ, ૪ મેન્ટલી ડીસેબલ, ૭ મલ્ટીપલ ફીઝીબીલીટી, ૫ અંધ, ૭ બહેરામુંગા અને ૪ લેપ્રસીક્યોર મતદાર છે. ૯૦ વર્ષથી ઉપરના ૩૬૯ મતદારો મતદાન કરી શકે તે માટે સહાયક બી.એલ.ઓ.ને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. જે બુથમાં આ ઉંમરના મતદારો હશે તેની બી.એલ.ઓ.ને અલગથી યાદી આપવામાં આવશે. આ મતદારો મતદાન કરવા આવ્યા કે નહી અને મતદાન કરવા કેમ ન આવ્યા તેની વિગતો લઈ સહાયક બી.એલ.ઓ.કોન્ટેક્ટ કરી મતદાન કરાવશે. હેન્ડીકેપ મતદારો માટે વ્હીલચેર પ્રોવાઈડ કરવામાં આવશે જેથી મતદાન કરવામાં કોઈ મુશ્કેલી પડે નહી. દરેક બુથમાં મતદારોની કેટલી સંખ્યા છે તેની પણ યાદી તૈયાર કરવામાં આવી છે. જે જોઈએ તો ૬૦૦ થી ૭૦૦ મતદાર સંખ્યા ધરાવતા ૨૬ બુથ, ૫૦૦ થી ૬૦૦ મતદાર સંખ્યાવાળા ૧૮, ૪૦૦ થી ૫૦૦ સંખ્યાવાળા પ, ૩૦૦ થી ૪૦૦ સંખ્યાવાળા બે, ૭૦૦ થી ૮૦૦ વાળા ૩૨, ૮૦૦ થી ૯૦૦ વાળા ૩૫, ૯૦૦ થી ૧૦૦૦ મતદારવાળા ૪૨, ૧૦૦૦ થી ૧૧૦૦ મતદારવાળા ૩૬, ૧૧૦૦ થી ૧૨૦૦ વાળા ૨૭, ૧૨૦૦ થી ૧૩૦૦ વાળા ૧૩ અને ૧૩૦૦ થી ૧૪૦૦ વાળા બે મતદાન મથક છે. શહેરી વિસ્તારમાં વધુમાં વધુ ૧૪૫૦ અને ગ્રામ્ય વિસ્તારમાં વધુમાં વધુ ૧૨૫૦ મતદાર એક બુથમાં હોવા જોઈએ. ત્યારે આગામી ૧૦ વર્ષ સુધી બુથ બદલવા ન પડે તેવી દીર્ધદ્રષ્ટી રાખી બુથમાં મતદારો સામેલ કરવામાં આવ્યા છે. વિધાનસભાની ચુંટણીમાં આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થઈ શકે તે માટે ફ્લાઈંગ સ્કવોર્ડની ૩ ટીમ અને સ્ટેટીક સર્વેલન્સની ૩ ટીમ તૈયાર કરવામાં આવી છે. જે ટીમોએ નાકાબંધી ચાલુ કરી ચેકીંગ શરૂ કરી દીધુ છે. ચુંટણી અધિકારી દ્વારા ખાસ ઓબ્ઝર્વર ફાઈલ બનાવી છે. ઈલેક્શન મેનેજમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. જેમાં ચુંટણીની કામગીરીમાં સંકળાયેલા તમામ કર્મચારીના મોબાઈલ નંબર સાથેની યાદી છે. ઓબ્ઝર્વર ફાઈલમાં ચુંટણીને લગતી તમામ પ્રકારની વિગતો સામેલ કરવામાં આવી છે. વિસનગર સીટની મતદાર યાદી ૧૦૦ ટકા એપીક નંબર વાળી અને ૧૦૦ ટકા મતદારોના કલર ફોટાવાળી યાદી છે. જેથી ખોટુ મતદાન થવાની શક્યતા નહીવત રહેશે. આમતો દર વખતે આદર્શ વિદ્યાલયમાં ઈવીએમ માટે સ્ટ્રોગરૂમ બનાવાય છે. જ્યારે આ વખતે ઈવીએમ માટે નૂતન હાઈસ્કુલમાં સ્ટ્રોગરૂમ તૈયાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે દરેક મતદાર તેના મતદાન મથકનો જાણકાર હોય છે. તેમ છતાં મતદારને આસાનીથી મતદાન મથકનુ સ્થળ મળી રહે તે માટે મતદાર સ્લીપ પાછળ મતદાન મથકનો નકશો દર્શાવવામાં આવશે. મતદાર આસાનીથી મતદાન કરી શકે તે માટે દરેક બુથ ઉપર વોટર આસીસ્ટન્ટ રાખવામાં આવશે. જેની પાસે કક્કાવારી પ્રમાણેની મતદાર યાદી હશે. મતદારને બુથ નંબર યાદ ન હોય તો વોટર આસીસ્ટન્ટનો સંપર્ક કરવાથી કયા બુથ ઉપર મતદાન કરવુ તેની માહિતી મળી રહેશે. લોકો લોકશાહીનુ પર્વ શાન્તી અને સલામતીથી તેમજ સરળતાથી ઉજવી શકે તે માટે ચુંટણી અધિકારી વી.જી.રોર અને તેમની ટીમ દ્વારા જે જહેમત ઉઠાવવામાં આવી રહી છે તે ખરેખર કાબીલે દાદ માગી લે તેવી છે.

Leave a comment

Back to Top