જીલ્લા-તાલુકા આરોગ્ય ટીમની જહેમતથી સગર્ભા બહેનને મોતના મુખમાંથી ઉગાર્યા

જીલ્લા-તાલુકા આરોગ્ય ટીમની જહેમતથી સગર્ભા બહેનને મોતના મુખમાંથી ઉગાર્યા

News, Prachar News No Comments on જીલ્લા-તાલુકા આરોગ્ય ટીમની જહેમતથી સગર્ભા બહેનને મોતના મુખમાંથી ઉગાર્યા

જીલ્લા-તાલુકા આરોગ્ય ટીમની જહેમતથી

સગર્ભા બહેનને મોતના મુખમાંથી ઉગાર્યા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર તાલુકાના પ્રા.આ.કેન્દ્ર વાલમના સબસેન્ટર વાલમમાં વાલમ ગામના રહેવાસી શ્રીમતી મોદી આશાબેન હાર્દિકભાઈ ઉ.૨૬ સગર્ભા થતા સબસેન્ટરના ફી.હે.વ.પારુલબેન પી.પટેલ દ્વારા વહેલી નોંધણી કરી સગર્ભા બહેનને તેની નોંધણી તારીખથી આપવાની તમામ આરોગ્ય સારવાર, રસીકરણ, આહાર તેમજ જરુરી સલાહ સુચનો પુરા પાડવામાં આવેલ. મોદી આશાબેન હાર્દિકભાઈ ૭ માસે શ્રીમંત પ્રસંગ કરી તેમના પીયર કાંસા ગામ ગયેલ હતા. ત્યાં પણ તેમની તબિયત સારી હતી. તેમજ કોઈ ગંભીર લક્ષણો જોવા મળેલ નહોતા. જેમ જેમ સમય પસાર થતાં તેમના નવમા મહીના દરમ્યાન તેમને સામાન્ય માથાના દુખાવાની તકલીફ રહેતી હતી. જે અંતર્ગત તેમને પ્રાઈવેટ દવાખાના ખાતે સેવાઓ લીધેલ હતી. તેમ છતાં તા.૧૨-૧૧-૧૭ ના રોજ તેઓ બાથરુમ જતાં લપસી પડવાથી તેઓને ખેંચની તકલીફ જોવા મળેલ. જે દરમ્યાન જિલ્લાના ઈર્સ્ં ર્ડા.વીનોદભાઈ પટેલ તેમના પડોશી હોવાના નાતે સમય સુચકતા વાપરી મોદી આશાબેન હાર્દીકભાઈને તુરંતજ ૧૦૮ માં ફોન કરીને ૧૦૮ એબ્મ્યુલન્સમાં પ્રાથમીક સારવાર આપવામાં આવી. તથા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઈમરજન્સી સારવાર માટે જ્યોતી હોસ્પિટલ વિસનગર ત્યાંથી લાયન્સ હોસ્પિટલ મહેસાણા ખાતે ઈર્સ્ં, ટી.એચ.ઓ. ર્ડા.એસ.એ.રાવલ, ટી.એચ.ઓ. ઓફીસ, મે.ઓ પ્રા.આ.કેન્દ્ર વાલમ ર્ડા.કે.આર. ગજ્જર, આયુષ મે.ઓ ર્ડા.એ.બી.પટેલ દ્વારા તાત્કાલીક લાયન્સ હોસ્પિટલમાં દાખલ કર્યા. પરંતુ ત્યાં ગાયનેક ર્ડાક્ટર ન હોવાથી પ્રાઈવેટ ર્ડા.પ્રિયાંશુ પટેલને ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા. ર્ડા.પ્રિયાંશુ પટેલ દ્વારા સીજેરીયન ઓપરેશન કરવામાં આવ્યુ. ર્ડા.પ્રિયાંશુ પટેલની સલાહ મુજબ આ દર્દીને ઓબસ્ટેટ્રીક આઈ.સી.યુ.માં રાખવા ખુબજ જરૂરી હતા. પરંતુ મહેસાણા ખાતે ઓબસ્ટેટ્રીક આઈ.સી.યુ.ઉપલબ્ધ ના હોવાથી દર્દીને અમદાવાદ ખાતે શીફ્ટ કરી દાખલ કરવા જણાવ્યુ. પરંતુ દર્દીની હાલત ખુબજ ગંભીર હોવાથી અમદાવાદ લઈ જઈ શકાય તેમ નહોતા. તેથી દર્દીને પ્રાઈવેટ આઈ.સી.યુ. આસ્થા આઈ.સી.યુ.માં ર્ડા.ગીરીશ પટેલની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યા. જ્યાં તેમને તા.૧૨-૧૧ થી ૧૪-૧૧-૧૭ એમ ત્રણ દિવસ દાખલ કરી વેન્ટીલેટર ઉપર રાખતા દર્દીની તબીયતમાં સુધારો થયો હતો. ત્યારબાદ તેમને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા. એમ પુરા એક અઠવાડીયા સુધી જીલ્લા આરોગ્ય ટીમ, તાલુકા આરોગ્ય ટીમ તથા પ્રા.આ.કેન્દ્ર વાલમ આરોગ્ય ટીમ દ્વારા ભારે જહેમત કરી સગર્ભા બહેનને મોતના મુખમાંથી સફળતાપૂર્વક નવજીવન બક્ષ્યુ હતું. હાલમાં દર્દીની તબિયત ઘણી સારી છે.

Leave a comment

Back to Top