ભાજપના ઉમેદવાર ઋષિભાઈ પટેલના સમર્થનમાં વિસનગરમાં ભાજપની વિશાળ રેલી નિકળતા કાર્યકરોમાં જીતની આશા

ભાજપના ઉમેદવાર ઋષિભાઈ પટેલના સમર્થનમાં વિસનગરમાં ભાજપની વિશાળ રેલી નિકળતા કાર્યકરોમાં જીતની આશા

News, Prachar News No Comments on ભાજપના ઉમેદવાર ઋષિભાઈ પટેલના સમર્થનમાં વિસનગરમાં ભાજપની વિશાળ રેલી નિકળતા કાર્યકરોમાં જીતની આશા

ભાજપના ઉમેદવાર ઋષિભાઈ પટેલના સમર્થનમાં
વિસનગરમાં ભાજપની વિશાળ રેલી નિકળતા કાર્યકરોમાં જીતની આશા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવતા ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષના ઉમેદવારોએ પોતાના વિસ્તારના મતદારોને રિઝવવા માટે ઠેર-ઠેર પ્રચારકાર્ય શરૂ કર્યો છે. જેમાં વિસનગર વિધાનસભાની બેઠક માટે ભાજપના ઉમેદવાર ઋષિકેશભાઈ પટેલે ગત શુક્રવારે સવારે શહેરમાં વિશાળ રેલી કાઢી હતી. આ રેલીમાં વિધાનસભાની ટીકીટના દાવેદારો સાથે શહેર-તાલુકામાંથી દરેક જ્ઞાતિના ભાજપના સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી દરમિયાન ભાજપના સમર્થકોએ ‘ઋષિભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ તથા ‘અબકી બાર ૧૫૦ કે પાર’ના નારા લગાવ્યા હતા. આ રેલીમાં કાર્યકરોનો ઉત્સાહ જોતા વિસનગરની બેઠક ઉપર હાલમાં ભાજપનુ પલ્લુ ભારે હોવાનુ રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે. જોકે રાજકારણમાં ક્યારે પરિસ્થિતિ બદલાય તે કહી શકાય નહી. સમગ્ર ગુજરાત વિધાનસભાની ચુંટણીનો રંગ ધીમેધીમે જામતો જાય છે. ભાજપ-કોંગ્રેસ સહિતની પાર્ટીઓના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ચુંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. જેમાં પાટીદાર અનામતનુ એ.પી.સેન્ટર ગણાતી વિધાનસભાની પ્રતિષ્ઠાવાળી બેઠક જીતવા માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ચુંટણી પ્રચારના કાર્યમાં વ્યસ્ત બની ગયા છે. જેમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલે તેમના દશ વર્ષના કાર્યકાળમાં તાલુકામાં સર્વાંગી વિકાસ કરી લોકચાહના મેળવી છે. જેના ફળસ્વરૂપે ભારતીય જનતા પાર્ટીએ આ પ્રતિષ્ઠાવાળી બેઠક જીતવા માટે ધારાસભ્ય ઋષિભાઈને સતત ત્રીજી વખત રીપીટ કર્યા છે. ત્યારે ઋષિભાઈ પટેલે શહેર-તાલુકાના પાર્ટીના વફાદાર સૈનિકોના પરિશ્રમથી વિસનગરમાંથી કમળ ખિલવી ગાંધીનગર મોકલવાની પાર્ટીને ખાત્રી આપી છે. જેમાં ગત શુક્રવારે સવારે સોના કોમ્પલેક્ષમાં આવેલ ધારાસભ્ય કાર્યાલયમાંથી ધારાસભ્ય ઋષિભાઈ પટેલના સમર્થનમાં ડી.જે.સાઉન્ડ સાથે શહેરમાં વિશાળ રેલી નિકળી હતી. આ રેલી ધારાસભ્ય કાર્યાલયથી નિકળી આઈ.ટી.આઈ.ચાર રસ્તા થઈ એમ.એન.કોલેજ, બસ સ્ટેશન, રેલ્વે સર્કલ, નૂતન હાઈસ્કુલ, માર્કેટયાર્ડ, થઈ ધારાસભ્ય કાર્યાલય પરત ફરી હતી. રેલી દરમ્યાન વિધાનસભાની ટીકીટના દાવેદારો અને ભાજપના સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં ભાજપના કાર્યકરોએ “ઋષિભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથે હૈ” તથા “અબકી બાર ૧૫૦ કે પાર” અને “આપણુ વિસનગર – આપણા ઋષિભાઈ”ના બુલંદ નારા સાથે સમર્થકોનો ઉત્સાહ વધાર્યો હતો. રેલી દરમિયાન ઋષિભાઈ પટેલે કાંસા ચાર રસ્તા પાસે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી આશિર્વાદ મેળવ્યા હતા. ત્યારે હાજર તમામ કાર્યકરોએ “સરદાર પટેલ અમર રહો” ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગજવી મૂક્યુ હતુ. ત્યારબાદ ધારાસભ્ય કાર્યાલય ખાતે રેલીનુ સમાપન કરાયુ હતુ. ભાજપની આવી વિશાળ રેલી જોઈને વિસનગરની બેઠક ઉપર હાલમાં ભાજપનુ પલ્લુ ભારે લાગે છે. જોકે કોંગ્રેસની આગામી રણનીતિ કેવી છે તે જાણ્યા પછી આ બેઠકનુ ચિત્ર સ્પષ્ટ થશે.

Leave a comment

Back to Top