ભાજપના ઉમેદવાર ઋષિભાઈ પટેલના ચુંટણી કાર્યાલયનો દબદબાભેર પ્રારંભ

ભાજપના ઉમેદવાર ઋષિભાઈ પટેલના ચુંટણી કાર્યાલયનો દબદબાભેર પ્રારંભ

News, Prachar News No Comments on ભાજપના ઉમેદવાર ઋષિભાઈ પટેલના ચુંટણી કાર્યાલયનો દબદબાભેર પ્રારંભ

ભાજપના ઉમેદવાર ઋષિભાઈ પટેલના ચુંટણી કાર્યાલયનો દબદબાભેર પ્રારંભ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સમગ્ર ગુજરાતમાં ચુંટણીની મોસમ પૂરબહારમાં જામી છે. એવામાં વિસનગર વિધાનસભાના ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલના મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનું મહેસાણા જીલ્લા ભાજપના પ્રમુખશ્રી નિતીનભાઈ પટેલના વરદ્‌ હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ઉપસ્થિત હજારોની જનમેદનીને સંબોધતા ઋષિકેશભાઈએ જણાવ્યુ હતુ કે, છેલ્લા દસ વર્ષથી વિસ્તારની જનતાની કરેલી સેવા અને પાર્ટીએ સોંપેલી જવાબદારી તરફથી નિષ્ઠાના કારણે વધુ એક વખત મારી પસંદગી કરી છે. ત્યારે વિસનગરના વિકાસમાં ક્યારેય કોઈ કચાશ નહી રાખું. આજદિન સુધીના જાહેર જીવનમાં એક પણ ડાઘ પડવા દીધો નથી અને ભવિષ્યમાં પડવા દઈશ નહી. વિસનગરની જનતાનો અગાઉ ૨૦૦૭ અને ૨૦૧૨ ની ચુંટણીમાં જે પ્રેમ અને સહકાર મળ્યો હતો. એનાથી પણ વધુ પ્રેમ અને મત ૨૦૧૭ ની ચુંટણીમાં મળશે એવો મને પુરો વિશ્વાસ છે. આ પ્રસંગે ઉપસ્થિત રાજુભાઈ પટેલે(આર.કે.જ્વેલ્સ) સમગ્ર વિસનગર શહેર અને તાલુકાની જનતાને એક થઈ ઋષિભાઈ અને ભાજપાને જંગી મતોથી જીતાડવા માટે હાંકલ કરી હતી. પ્રકાશભાઈ પટેલ(એસ.કે.)એ જણાવ્યુ હતું કે, ઋષિભાઈ દસ વર્ષના શાસનમાં વિસનગરનું દાયકાઓ જૂનું યુનિવર્સિટી મેળવવાનું સ્વપ્ન પરીપુર્ણ થયુ છે. માત્ર દસ કિ.મી. દુર વડનગરમાં મેડીકલ કોલેજ હોવા છતાં પણ વિસનગરને મેડીકલ કોલેજ મળી તેના યશના અધિકારી ઋષિકેશભાઈ જ છે. રૂપલભાઈ પટેલે પોતાના પ્રાસંગીક વક્તવ્યમાં કોંગ્રેસ દ્વારા વાવવામાં આવેલા ગાંડા બાવળોનું ઉદાહરણ આપી વિકાસરૂપી વૃક્ષને ઉછેરવા અને કોંગ્રેસના ગાંડા બાવળને જડમૂળથી ઉખાડી નાખવા હાંકલ કરી હતી. પૂર્વ સાંસદ પુંજાજી ઠાકોરે જણાવ્યુ હતું કે, સામાન્ય માણસની          ચિંતા કરનારા અને છેવાડાના માણસની સુખાકારી માટે કામ કરતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એવા શ્રી ઋષિભાઈને જંગી મતોથી જીતાડવા એક બનીને આપણે સૌએ કાર્યરત થવાનું છે. પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી જશુભાઈ પટેલે પોતાની આક્રમક શૈલીમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. દેશની જનતાએ વર્ષો સુધી કોંગ્રેસને સત્તા સોંપી પણ કોંગ્રેસીઓએ પોતાના ઘર ભરવા સીવાય બીજું કંઈ કર્યુ નથી. ભ્રષ્ટાચારની માઝા મૂકી છે. દેશને બરબાદ કરીને ખાડે નાંખ્યો હતો. છેલ્લા ૩ વર્ષથી ભાજપાની કેન્દ્ર સરકાર અને મા.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસન દ્વારા સમગ્ર દેશમાં વિકાસને કારણે હવે પ્રજા ફરીથી કોંગ્રેસને ઘૂસવા દેવાના નથી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ઉત્તરાખંડ ભાજપના ઉપાધ્યક્ષશ્રી રોહીલાજીએ અન્ય રાજ્યોની કોંગ્રેસ શાસિત સરકારશ્રીને ગુજરાતની ભાજપ સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોની તુલના કરીને ભાજપ સરકારની વિકાસલક્ષી કામગીરીને બીરદાવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત હજારોની જનમેદનીએ “ઋષિભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ”ના બુલંદ જયઘોષ સાથે પોતાના લોકલાડીલા ઉમેદવારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત કાર્યકર્તાઓ અને સમર્થકોના ઉત્સાહને કારણે સમગ્ર વાતાવરણ ભાજપના ભગવા રંગે રંગાઈ ગયુ હતુ.

Leave a comment

Back to Top