રવિવારની મોડી રાત સુધી ટીકીટની જાહેરાત ન કરી ભાજપ અને કોંગ્રેસે ફટાકડા ફોડવાનો સમયજ ન આપ્યો

રવિવારની મોડી રાત સુધી ટીકીટની જાહેરાત ન કરી ભાજપ અને કોંગ્રેસે ફટાકડા ફોડવાનો સમયજ ન આપ્યો

News, Prachar News No Comments on રવિવારની મોડી રાત સુધી ટીકીટની જાહેરાત ન કરી ભાજપ અને કોંગ્રેસે ફટાકડા ફોડવાનો સમયજ ન આપ્યો

રવિવારની મોડી રાત સુધી ટીકીટની જાહેરાત ન કરી
ભાજપ અને કોંગ્રેસે ફટાકડા ફોડવાનો સમયજ ન આપ્યો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર વિધાનસભા સીટમાં ભાજપ અને કોંગ્રેસમાંથી કોને ટીકીટ મળશે તે ચર્ચાએ ભારે ઉત્તેજના ફેલાવી હતી. રવિવાર મોડી રાત સુધી ટીકીટની જાહેરાત નહી કરી ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીએ કાર્યકરોને ફટાકડા ફોડવાનો સમય આપ્યો નહોતો. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન બાદ ગેલમાં આવી ગયેલ કોંગ્રેસે એક વર્ષ પહેલા જાહેરાત કરી હતી કે છ મહિના પહેલા કોંગ્રેસ ઉમેદવારોની જાહેરાત કરશે. ત્યારે ચુંટણી જાહેર થતા સૌ પ્રથમ ભાજપે અલગ અલગ બે લીસ્ટની જાહેરાત કરી ઉમેદવારોની જાહેરાત કરી હતી. ભાજપના ઉમેદવાર જાહેર થતાજ જે તે સીટના ઉમેદવારો દ્વારા વિજયોત્સવ જેવી આતશબાજી કરવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીની ખેંચતાણમાં અટવાયેલી કોંગ્રેસ પ્રમુખ ફેઝની ચુંટણીની નોટીસ જાહેર થઈ ત્યાં સુધી ઉમેદવારોનુ લીસ્ટ જાહેર કરી શકી નહોતી. જોકે કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરતા કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. અન્ય સીટો ઉપર ભાજપ અને કોંગ્રેસની આતશબાજી જોઈ વિસનગર વિધાનસભા સીટમાં પણ આતશબાજી કરવા દાવેદારો દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી. પોતાની ઓફીસમાં ફટાકડા લાઈને રાખ્યા હતા. પરંતુ તા.૨૬-૧૧ ની મોડી રાત સુધી ટીકીટની જાહેરાત કરવામાં ન આવતા દાવેદારોનો આતશબાજી કરવાનો મુડ બગડ્યો હતો. કોંગ્રેસ દ્વારા રાત્રે ૧૨-૩૦ કલાકે મહેશભાઈ પટેલનુ નામ જાહેર કરવામાં આવ્યુ હતુ. પરંતુ આખો દિવસ રાહ જોઈને કાર્યકરો થાક્યા હોવાથી ઘરે જતા રહ્યા હતા. ફટાકડા ફોડી શકાયા નહોતા. જ્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ રીપીટ થયા તેની જાહેરાત ફોર્મ ભરવાની છેલ્લી તારીખે થતા ફટાકડા ફોડવાનો સમય મળ્યો નહોતો. જાણવા મળ્યા પ્રમાણે ફટાકડાના વેપારીઓએ કેટલાક દાવેદારોના ફટાકડા પરત લીધા છે. જ્યારે કેટલાક દાવેદારના ફટાકડા પરત નહી લેતા આ ફટાકડાઓને આવતી દિવાળી સુધી રાહ જોવી પડશે. દિવાળી સુધી એટલા માટે રાહ જોવી પડશે કે આમતો ચુંટણીના પરિણામ બાદ પણ ઘરમાં પડેલા ફટાકડાની આતશબાજી કરી શકાય. પરંતુ અત્યારે બન્ને પક્ષમાં ટીકીટની જાહેરાત બાદ એક મંચ ઉપર દેખાતા આગેવાનો ફક્ત તનથી ભેગા થયા છે મનથી થયા હોય તેવુ દેખાતુ નથી.

Leave a comment

Back to Top