વિધાનસભામાં ઉમેદવારી કરાવવા ભેગી થયેલી મિટીંગમાં ખેરાલુની ૧૦૮ જેવા લોક સેવક મુકેશભાઈ દેસાઈના સમર્થનમાં લોકો સ્વયંભુ ઉમટ્યા

વિધાનસભામાં ઉમેદવારી કરાવવા ભેગી થયેલી મિટીંગમાં ખેરાલુની ૧૦૮ જેવા લોક સેવક મુકેશભાઈ દેસાઈના સમર્થનમાં લોકો સ્વયંભુ ઉમટ્યા

News, Prachar News No Comments on વિધાનસભામાં ઉમેદવારી કરાવવા ભેગી થયેલી મિટીંગમાં ખેરાલુની ૧૦૮ જેવા લોક સેવક મુકેશભાઈ દેસાઈના સમર્થનમાં લોકો સ્વયંભુ ઉમટ્યા

વિધાનસભામાં ઉમેદવારી કરાવવા ભેગી થયેલી મિટીંગમાં

ખેરાલુની ૧૦૮ જેવા લોક સેવક મુકેશભાઈ દેસાઈના સમર્થનમાં લોકો સ્વયંભુ ઉમટ્યા

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ખેરાલુ વિધાન સભામાં કોંગ્રેસની ટીકીટના પ્રબળ દાવેદાર તથા કોંગ્રસના સર્વેમા જેમનુ નામ મોખરે હતુ તેવા ખેરાલુ પંથકના લોક સેવક મુકેશભાઈ મોંઘજીભાઈ દેસાઈનુ નામ રવિવારે કપાઈ જતા લોકોમા સ્વયંભુ આક્રોશ જોવા મળ્યો હતો.રવિવારે આખો દિવસ મુકેશભાઈ દેસાઈના ઘરે હજારો સમર્થકો પહોચ્યા હતા. હજારોની સંખ્યામાં ફોન કરી લોકોએ અપક્ષ ફોર્મ ભરવા દબાણ કર્યુ. બીજા દિવસે સોમવારે લોકોએ જાતે દેસાઈવાડા ચોરામા મિટીંગ બોલાવી મુકેશભાઈ દેસાઈને વિધાનસભામા ફોર્મ ભરવા દબાણ કરતા છેવટે લોક લાગણીને માન આપી મુકેશભાઈ દેસાઈએ છેલ્લા દિવસે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. લોકોએ બોલાવેલી મીટીંગમા સોશિયલ મિડીયાનો ઉપયોગ થયો હતો. હજારો લોકોએ સોશિયલ મિડીયા દ્વારા એક બીજાને જાણ કરતા દેસાઈવાડા ચોરા ખાતે હજારોની ભીડ એક્ઠી થઈ ગઈ હતી. જેમા ખેરાલુ તાલુકા કોંગ્રેસના સાત ડેલીગેટોએ પોતાના ગામોમાંથી સમર્થકોને હાજર રાખ્યા હતા. કોંગ્રેસ પક્ષે રપ વર્ષથી લોકસેવા કરતા મુકેશભાઈ દેસાઈને ટીકીટ ન આપતા ખેરાલુ વિધાનસભા ક્ષેત્રના હજારો આગેવાનોએ એક સુરથી કોંગ્રેસ પક્ષ છોડી મુકેશભાઈ દેસાઈને મદદ કરવા જાહેર પ્રવચનો કર્યા. ઈત્તર સમાજની જ્ઞાતિઓના આગેવાનો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા. હિન્દુ-મુસ્લિમ સમાજના તમામ આગેવાનોએ તન, મન, ધનથી મુકેશભાઈ દેસાઈને સમર્થન કર્યુ હતુ. કોંગ્રેસના ડેલીગેટોએ એક સાથે કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા હતા. ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ દેસાઈ અને સતલાસણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીતેન્દ્રસિંહ પરમારે બન્ને તાલુકા સંગઠનના હોદ્દેદારો સાથે રાજીનામા આપતા ખેરાલુ તાલુકો ચુંટણી પહેલા જ કોંગ્રેસ મુક્ત બની ગયો, હોય તેવા ઘાટ જોવા મળ્યો હતો. મુકેશભાઈ દેસાઈને એક આગેવાને ૧૦૮ એમ્બ્યુલન્સ નામ આપ્યુ હતુ. મિટીંગમા હાજર તમામ જ્ઞાતિઓ એટલે કે ૧૮ વર્ણના લોકોએ સમર્થન કર્યુ હતુ. મિટીંગના ઠાકોર અને ચૌધરી સમાજના આગેવાનો વધુ પ્રમાણમાં હતા. મુકેશભાઈ દેસાઈની કોગ્રેસે ટીકીટ કાપતા લોક લાગણી મુકેશભાઈ તર્ફી સ્પષ્ટ જોવા મળતી હતી. મુકેશભાઈ દેસાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે તમે મારામા વિશ્વાસ મુક્યો છે જેથી અપક્ષ તરીકે તમે મારો પ્રચાર કરવા જશો તો તમને અંદાજ નહી હોય કે લોકો સ્વયંભુ કામ કરી રહ્યા છે. પ્રચાર કરવા જશો તો શુ તકલીફ પડશે તેવી ચિંતા ન કરતા લોકો તમને સામેથી કહેશે કે મુકેશભાઈને મત આપજો. છેલ્લા બે દિવસમાં હજારોની સંખ્યામાં ફોન આવ્યા છે. ૯૮ ટકા લોકોએ એવુ કહ્યુ કે મુકેશભાઈ તમે ફોર્મ ભરી દો માત્ર બે ટકા લોકોએ કહ્યુ છેકે તમે વિચારજો. મારા ૧૮ સમાજ ભેગા થઈને મને જે સુચના આપે તે રીતે મારે વર્તવાનુ છે. આ સમાજો કહે કે કુવામા પડો તો કુવામા પડીશ.ઘેર બેસવાનુ કહેતો ઘેર બેસીશ. ર૦૧રમાં આવી જ સ્થીતી હતી. તમામ સમાજોએ અપક્ષ ફોર્મ ભરવા કહ્યુ હતુ પરંતુ તે વખતે બાબુજી ઠાકોર ને કોંગ્રેસે ટીકીટ આપી ત્યારે મારો સ્પષ્ટ વિચાર હતો કે બાબુજી ઠાકોર ખેરાલુ વિધાનસભાનો સાચો કાર્યકર છે. બાબુજી ઠાકોરને ચુંટણી લડવાનો  અધિકાર છે. તે વખતે મારો શ્રમ પક્ષ માટે વધારે હતો છતા બાબુજી ઠાકોર માટે મે કામ કર્યુ. કોગ્રેસ પક્ષે સ્થાનિક રમીલાબેન દેસાઈ, બાબુજી ઠાકોર, જીતેન્દ્રસિંહ પરમાર, જયરાજસિંહ પરમારની ટીકીટ આપી હોતતો હું કોંગ્રેસ સાથે જ હતો પરંતુ સ્થાનિક આગેવાનોની અવગણના થતા ૧૮ વર્ણની મદદથી હું ઉમેદવારી કરવા જઈશ. મે તમામ લોકો માટે કામ કર્યુ છે. જેમા નાત-જાત જોઈ નથી મારી કોઈ ભુલચુક થઈ હોય તો મને માફ કરશો. આ વાક્ય પુરુ કરતા પહેલા મુકેશભાઈ દેસાઈની આંખમાં પાણી હતા. હાજર હજારો લોકોના આંખ પણ લાગણીથી ભીંજાઈ ગઈ હતી.  મુકેશભાઈ દેસાઈએ માત્ર પાંચ ટેકેદારોને લઈને ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. તેમના ટેકેદારો અને દરખાસ્ત કરનારા લોકોનેપણ પાછળથી બોલાવ્યા હતા. પ્રાંત અધિકારી સમક્ષ ફોર્મ ભરાયુ હતુ. અને છેલ્લે કોંગ્રેસ છોડયા પછી મુકેશભાઈ દેસાઈ પણ ૧૭ વર્ષે પહેલાના મુકેશભાઈ દેસાઈ હોય તેવુ લાગતુ હતુ. ભારત માતા કી જયના નારા પણ સાંભળવા મળતા હતા. કોંગ્રેસ છોડયા પછી શુ મુકેશભાઈ દેસાઈ પોતાની માતૃ સંસ્થા ભાજપ પાછા ફરશે. તેવી ચર્ચાઓ પણ શરુ થઈ ગઈ છે.

Leave a comment

Back to Top