વિસનગર વિધાનસભા સીટમાં છેલ્લી ઘડીએ ટીકીટ કપાતા માજી મંત્રી કિરીટભાઈ પટેલના હાર્દિક પટેલ ઉપર પ્રહાર

વિસનગર વિધાનસભા સીટમાં છેલ્લી ઘડીએ ટીકીટ કપાતા માજી મંત્રી કિરીટભાઈ પટેલના હાર્દિક પટેલ ઉપર પ્રહાર

News, Prachar News No Comments on વિસનગર વિધાનસભા સીટમાં છેલ્લી ઘડીએ ટીકીટ કપાતા માજી મંત્રી કિરીટભાઈ પટેલના હાર્દિક પટેલ ઉપર પ્રહાર

વિસનગર વિધાનસભા સીટમાં છેલ્લી ઘડીએ ટીકીટ કપાતા
માજી મંત્રી કિરીટભાઈ પટેલના હાર્દિક પટેલ ઉપર પ્રહાર

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર કોંગ્રેસ પાર્ટીના એક વફાદાર સૈનિક મનાતા માજી મંત્રી કિરીટભાઈ પટેલને વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ ટીકીટ આપશે તેવી આશા હતી. વિસનગર બેઠક ઉપર સંભવીત ઉમેદવારોમાં કિરીટભાઈ પટેલનુ નામ મોખરે ચર્ચાતુ હતુ. પરંતુ કોંગ્રેસે કડા સીટના જીલ્લા સદસ્ય મહેશભાઈ પટેલ(પાલડી)ને ટીકીટ ફાળવી હતી. ત્યારે કિરીટભાઈ તથા તેમના સમર્થકોએ પાસના નેતા હાર્દિક પટેલના દબાણથી પાર્ટીએ મહેશભાઈ પટેલને ટીકીટ આપી હોવાનુ જણાવી હાર્દિક પટેલ વિરુધ્ધ સુત્રોચ્ચાર કરી આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાત વિધાનસભાની ચુંટણીનો કાર્યક્રમ જાહેર થતાજ વિસનગર વિધાનસભાની બેઠક ઉપર ભાજપમાંથી વર્તમાન ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને કોંગ્રેસમાંથી માજીમંત્રી કિરીટભાઈ પટેલ વચ્ચે ચુંટણી જંગ ખેલાશે અને કિરીટભાઈ પટેલ પાટીદાર સમાજ તથા અન્ય સમાજમાં લોકપ્રિય હોવાથી તેઓ ઋષિભાઈને ટક્કર આપશે તેવુ લોકો ગણીત માંડી રહ્યા હતા. જેમાં ભાજપના હાઈકમાન્ડે તાલુકામાંથી સર્વે કર્યા બાદ વર્તમાન ધારાસભ્ય ઋષિભાઈ પટેલને ત્રીજી વખત રીપીટ કરી તેમના ઉપર જીતનો વિશ્વાસ મુક્યો હતો. જ્યારે કોંગ્રેસે ધારાસભ્ય ઋષિભાઈને ચુંટણીમાં ટક્કર આપી શકે તેવા ઉમેદવાર કિરીટભાઈ પટેલની જગ્યાએ આશ્ચર્યજનક નિર્ણય લેતા કડા સીટના જીલ્લા સદસ્ય મહેન્દ્રભાઈ પટેલ(મહેશભાઈ પાલડી)ને ગત રવિવાર મોડી રાત્રીએ ટીકીટ ફાળવતા કિરીટભાઈ તથા તેમના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો. કિરીટભાઈ તથા તેમના સમર્થકોને મોડી રાત્રે અમદાવાદ ખાતે રહેતા પાસના નેતા હાર્દિક પટેલના નિવાસસ્થાને પહોચ્યા હતા. જ્યાં હાર્દિક પટેલની સિક્યુરીટીના માણસોએ હાર્દિકની મુલાકાત કરાવ્યા વગર પાછા મોકલી દીધા હતા. જેના કારણે કિરીટભાઈ પટેલ તથા તેમના સમર્થકોનો હાર્દિક પટેલ ઉપર ભારે રોષ ઉભો થયો હતો. અને ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસે કિરીટભાઈ પટેલ તથા તેમના સમર્થકો મોટી સંખ્યામાં કાંસા એન.એ.વિસ્તારમાં આવેલ તિરૂપતી મેટ્રો મોલ પાસે એકઠા થયા હતા. જ્યાં કિરીટભાઈ પટેલે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના હાઈકમાન્ડે વિસનગર વિધાનસભાની ટીકીટ આપવા માટે ઓપીનીયન આપ્યો હતો. પરંતુ પાસના નેતા હાર્દિક પટેલે રાજસ્થાનના કોંગ્રેસ નેતા અશોકભાઈ ગહેલોત ઉપર સતત દબાણ લાવી મારો મેન્ડેટ બદલાવ્યો છે. આમ હાર્દિક પોતાની પેઢી સમજી મારો મેન્ડેટ બદલાવી નાખે તો થોડુ ચાલે. જોકે વિસનગરમાં પાટીદાર ફેક્ટર ચાલે છે, હાર્દિક ચાલતો નથી. ત્યારે હાર્દિક આવી ખોટી ડખલગીરી કરે તે હરગીજ ચલાવી નહી લેવાય. વધુમાં તેમને પાર્ટીથી નારાજ થઈ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ સમાજના હિતમાં ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચવાની છેલ્લી ઘડીએ પોતાનું ઉમેદવારી ફોર્મ પાછુ ખેચી તેઓ અમદાવદમાં ઉમેદવારી કરતા તેમન એક નજીકના સગાના ચુંટણી પ્રચાર માટે નિકળી ગયા હતા. ત્યારબાદ તેમના કેટલાક નજીકના સમર્થકો પણ દેખાતા નથી. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલ(પાલડી) આ પ્રતિષ્ઠાભરી ચુંટણી જીતવા રાત-દિવસ મહેનત કરવી પડશે.

Leave a comment

Back to Top