વિસનગર સીટમાં ઈશ્યુ થયેલા ૭૩ ઉમેદવારી ફોર્મમાંથી ૨૩ ફોર્મ ભરાયા-૮ રદ-૬ પાછા ખેંચાયા-૯ મેદાનમાં

વિસનગર સીટમાં ઈશ્યુ થયેલા ૭૩ ઉમેદવારી ફોર્મમાંથી ૨૩ ફોર્મ ભરાયા-૮ રદ-૬ પાછા ખેંચાયા-૯ મેદાનમાં

News, Prachar News No Comments on વિસનગર સીટમાં ઈશ્યુ થયેલા ૭૩ ઉમેદવારી ફોર્મમાંથી ૨૩ ફોર્મ ભરાયા-૮ રદ-૬ પાછા ખેંચાયા-૯ મેદાનમાં

વિસનગર સીટમાં ઈશ્યુ થયેલા ૭૩ ઉમેદવારી ફોર્મમાંથી
૨૩ ફોર્મ ભરાયા-૮ રદ-૬ પાછા ખેંચાયા-૯ મેદાનમાં

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર વિધાનસભા સીટમાં ચુંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસમાંથી ટીકીટ કોને મળશે તેની ભારે ઉત્તેજના વચ્ચે ૭૩ ઉમેદવારી ફોર્મ ઈશ્યુ થયા હતા. જેમાંથી ૨૩ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ફોર્મ ચકાસણીમાં ૮ રદ થયા હતા. ભાજપ અને કોંગ્રેસની મથામણ બાદ ૬ ઉમેદવારી ફોર્મ પાછા ખેચાયા હતા. વિસનગર સીટમાં ૯ ઉમેદવાર મેદાનમાં છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રભાઈ(મહેશભાઈ) પટેલ નામના બીજા ઉમેદવારોએ ઉમેદવારી કરી રહ્યા છે. વિસનગર વિધાનસભા સીટની ચુંટણીની નોટીસ તા.૨૦-૧૧-૨૦૧૭ ના રોજ જાહેર થઈ હતી. ચુંટણી નોટીસની જાહેરાત બાદ મતદાર વિસ્તારના લોકોમાં એ જાણવાની ઉત્તેજના હતી કે ભાજપ અને કોંગ્રેસમાંથી કોને ટીકીટ મળશે. ચુંટણી નોટીસની તારીખથી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૭-૧૧ ના આગળના દિવસ સુધી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જાહેર નહી થતા રવિવારનો આખો દિવસ ગરમાગરમ ચર્ચાઓનો રહ્યો હતો. આ દરમ્યાન ૭૩ ઉમેદવારી ફોર્મ ઈશ્યુ થયા હતા. વર્લ્ડકપની ક્રિકેટ મેચની જેમ રવિવારનો આખો દિવસ ઉત્તેજનાભર્યો રહ્યો હતો. મોડી રાત્રે કોંગ્રેસમાંથી મહેશભાઈ પટેલનું નામ જાહેર થયુ હતુ. જ્યારે સોમવારની સવારે લોકો ઉઠતા ખબર પડી હતી કે ભાજપમાંથી ધારાસભ્ય રીપીટ થયા છે. તા.૨૭-૧૧ ના રોજ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે આ દિવસે કેટલાક ફોર્મ ભરાયા અને કયા ઉમેદવારે કયા પક્ષ કે અપક્ષમાંથી ફોર્મ ભર્યુ તે જોઈએ તો, ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ-ભાજપ, મીનાબેન ઋષિકેશભાઈ પટેલ-ડમી, મહેન્દ્રકુમાર શંકરલાલ પટેલ-કોંગ્રેસ, કાન્તાબેન મહેન્દ્રકુમાર પટેલ-ડમી, જયંતિભાઈ પ્રભુદાસ પટેલ-રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટી, નવિનચંદ્ર લક્ષ્મણદાસ પટેલ એન.સી.પી., મિતેષકુમાર નરસિંહભાઈ ચૌધરી-વિશ્વ હિન્દુસ્તાની સંગઠન, હિરેનકુમાર વિષ્ણુભાઈ પટેલ-ગુજરાત નવચેતના પાર્ટી, પીયુષકુમાર અંબાલાલ ચૌધરી-શીવસેના, અનિતાબેન રામાભાઈપટેલ-જનતાદળ યુનાઈટેડ, શંકરજી મફાજી ઠાકોર-યુવા સહકાર, અશોકકુમાર સોમાભાઈ રામી-જનતાદળ એસ, કિરીટભાઈ ઈશ્વરભાઈ પટેલ-કોંગ્રેસ, અમીતકુમાર પુષ્કરરાય પટેલ-અપક્ષ, કિરીટભાઈ ઈશ્વરભાઈ પટેલ-અપક્ષ, હરેશભાઈ લવજીભાઈ ચૌધરી-અપક્ષ, સંજયકુમાર નારાયણભાઈ ચૌધરી-અપક્ષ, મહેન્દ્રભાઈ શંકરભાઈ પટેલ-અપક્ષ કડા, મહેન્દ્રભાઈ શંકરભાઈ પટેલ-અપક્ષ કુવાસણા, યતિનકુમાર હસમુખભાઈ પટેલ-અપક્ષ, જયેશકુમાર શંભુભાઈ પ્રજાપતિ-અપક્ષ, રમેશજી સોમાજી ઠાકોર-અપક્ષ તથા પ્રકાશભાઈ જયંશકર ઠાકરે-અપક્ષમાંથી ફોર્મ ભર્યુ હતુ. તા.૨૮-૧૧-૧૭ ના રોજ ફોર્મ ચકાસણીના દિવસે પટેલ જયંતિભાઈ પ્રભુદાસ-રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટી, ચૌધરી મિતેશકુમાર નરસિંહભાઈ-વિશ્વ હિન્દુસ્તાની સંગઠન, ઠાકોર શંકરજી મફાજી-યુવા સહકાર, ઠાકોર રમેશજી સોમાજી-અપક્ષ, ઠાકર પ્રકાશભાઈ જયશંકર-અપક્ષ, પટેલ અમિત પુષ્કરભાઈ-અપક્ષ, પટેલ કિરીટભાઈ ઈશ્વરભાઈ-કોંગ્રેસ તથા પટેલ મીનાબેન ઋષિકેશભાઈ ડમીનુ ફોર્મ રદ થયુ હતુ. ફોર્મ પાછુ ખેચવાની તારીખ ૨૯ અને ૩૦ હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસે પોતાના મત બગાડે તેવા ઉમેદવારોના ફોર્મ પાછા ખેચાવવા મથામણ કરતા પટેલ નવિનચંદ્ર લક્ષ્મણદાસ, ચૌધરી પીયુષકુમાર અંબાલાલ, ચૌધરી સંજયભાઈ નારણભાઈ, ચૌધરી હરેશભાઈ લવજીભાઈ, પટેલ કિરીટભાઈ ઈશ્વરભાઈ તથા પ્રજાપતિ જયેશકુમાર શંભુભાઈ એમ છ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પાછા ખેચ્યા હતા. ફોર્મ ચકાસણીમાં ફોર્મ રદ થતા અને ફોર્મ પાછા ખેચાતા વિસનગર સીટના ઉમેદવારોનુ ચીત્ર સ્પષ્ટ થઈ ગયુ છે. પટેલ ઋષિકેશ ગણેશભાઈ-ભાજપ, પટેલ મહેન્દ્રકુમાર એસ.-કોંગ્રેસ, પરમાર નાનજીભાઈ કરશનભાઈ-બહુજન સમાજ પાર્ટી, અશોકકુમાર સોમાલાલ રામી-જનતાદળ(સેક્યુલર), પટેલ અનીતાબેન રામાભાઈ-જનતાદળ(યુનાઈટેડ), પટેલ હિરેનકુમાર વિષ્ણુભાઈ-ગુજરાત જનચેતના પાર્ટી, પટેલ મહેન્દ્રભાઈ શંકરભાઈ-અપક્ષ તથા પટેલ યતીનકુમાર હસમુખભાઈ અપક્ષમાંથી ઉમેદવારી કરી રહ્યા છે.

Leave a comment

Back to Top