You are here
Home > News > ગુજરાત સરકાર ખેડુતોને ચોર સમજે છે ? મુકેશભાઈ દેસાઈ

ગુજરાત સરકાર ખેડુતોને ચોર સમજે છે ? મુકેશભાઈ દેસાઈ

ગુજરાત સરકાર ખેડુતોને ચોર સમજે છે ? મુકેશભાઈ દેસાઈ

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આગામી તા.૧-ર-ર૦૧૮થી આદેશ કરવામા આવ્યો છે કે જે ખેડુત ભાઈઓને રાસાયણીક ખાતર ખરીદવુ હશે તો તેણે આધારકાર્ડ અને અંગુઠો આપવો પડશે. તો શું ગુજરાત સરકાર ખેડુતોને ચોર સમજે છે ? તેવુ એક અખબારી યાદીમાં મુકેશભાઈ દેસાઈ જણાવે છે.
તઘલખી કાયદાનો વિરોધ કરવા માટે ખેરાલુ, સતલાસણા અને વડનગરના ખેડુતો આ નિર્ણયનો સખ્ત શબ્દોમાં વિરોધ કરે છે. ત્રણે તાલુકાના ખેડુતો આ નિર્ણયનું પાલન નહી કરે, ખેડુતો આ ઝંઝટમાં પડવા માંગતો નથી. ખેડુતોની માંગણી છેકે આ કાળો કાયદો રદ કરવામા આવે. નહી તો ૧-ર-ર૦૧૮ ના રોજથી ખેરાલુ, સતલાસણા અને વડનગર તાલુકાના ખેડુતો ચક્કાજામ કરશે. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામા આવશે. સરકારને આ રીતે ખેડુતોને પરેશાન કરવાનો કોઈ અધિકાર નથી. વર્તમાન ભાજપ સરકાર નવા નવા નિયમો બનાવીને ખેડુતોને પરેશાન કરવાનું બંધ કરે તેવુ આ વિસ્તારના ખેડુત આગેવાન મુકેશભાઈ દેસાઈ સખ્ત શબ્દોમાં જણાવે છે. આ બાબતે ટુંક સમયમાં ખેરાલુ, વડનગર અને સતલાસણા તાલુકાના ખેડુતોની મિટીંગ બોલાવવામાં આવશે અને આગામી કાર્યક્રમ ઘડવામા આવશે. આ આયોજનમાં સતલાસણા તાલુકાના જયંતિભાઈ પટેલ, જિતેન્દ્રસિંહ પરમાર, કમલેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ ઠાકોર, હિતેશભાઈ ચૌધરી, મોંઘીબેન ચૌધરી, કેદારસિંહ ચૌહાણ, સમરસિંહ પરમાર, ખેરાલુ તાલુકાના જયમીયતખાન પઠાણ, પહાડજી રાણા, ગોવિંદભાઈ રાવત, જીતુભાઈ ચૌધરી, નટુભા ડભાડ, ઈબ્રાહિમખાન તુંવર, ડી.કે.ચૌધરી, દેવજીભાઈ ચૌધરી, અભેરાજભાઈ ચૌધરી સાથે આંદોલન કરવામા આવશે.
મુકેશભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યુ હતુ કે ખાતર પરનો જી.એસ.ટી. ખેડુતોના વપરાશની વિવિધ ચિજવસ્તુઓ જેવી કે ટપક સિંચાઈ, ટ્રેકટર તેના પાર્ટસ, ખેડુતોના ઓજારો ઉપર જી.એસ.ટી. લાગુ કર્યા છે તે રદ કરવામા આવે તેવી પણ માંગણી ખેડુતો કરશે. ખેડુતોને રાયડો, દિવેલા, મગફળી, ઘઉં, વરીયાળી, કપાસ જેવી ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો આપવામા આવે તેવી માંગણી કરવામાં આવશે. ખેડુત આંદોલનમાં ભાગ લેવા માટે મુકેશભાઈ દેસાઈનો મો.નં.૯૪ર૭૯ ૮૮૮૪પ ઉપર સંપર્ક કરવો. અને છેલ્લે મળતી માહિતી મુજબ દુધ શિત કેન્દ્ર પાસે ૧-ર-ર૦૧૮ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ચક્કાજામનો ખેડુતો કાર્યક્રમ કરવાના છે.

Leave a Reply

Top