You are here
Home > News > મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્‌ઘાટન કરાયુ વિસનગરમાં સાયન્સ કાર્નિવલનો લોકોએ લાભ લીધો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્‌ઘાટન કરાયુ વિસનગરમાં સાયન્સ કાર્નિવલનો લોકોએ લાભ લીધો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્‌ઘાટન કરાયુ
વિસનગરમાં સાયન્સ કાર્નિવલનો લોકોએ લાભ લીધો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં શિક્ષણ ક્ષેત્રે ખ્યાતિ પામેલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે તારીખ ૨૫ તથા ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ મેહસાણા જીલ્લામાં પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગ રૂપે ગુજરાત સરકાર તથા ડિપાર્ટમેંટ ઓફ સાયન્સ અને ટેક્નોલોજીના અને ય્ેંત્નર્ઝ્રંજી્‌ ના સહયોગથી રાજયકક્ષાની સ્કૂલ, કોલેજ તથા ઈન્ડસ્ટ્રીજના સમન્વયથી મેગા ઈવેન્ટનું આયોજન કરાયુ હતુ. આ સાયન્સ કાર્નિવલને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, “ગુજરાત સાયન્સ કાર્નિવલ-૨૦૧૮” ના માધ્યમથી સ્કૂલ, કોલેજ તથા ઈન્ડસ્ટ્રીજને એક જ પ્લૅટફૉર્મ મળશે અને વિધાર્થીઓમાં સાયન્સ ક્ષેત્રે રુચિ વધશે અને સમાજની જરૂરિયાત, અપેક્ષા તથા દેશ-દુનિયાના નવા ઈનોવેશનથી માહિતગાર થશે.
આ સાયન્સ કાર્નિવલમાં સાયન્સ સ્કૂલોના ૫૦૦૦ કરતા વધારે વિધાર્થીઓને આમંત્રિત કરાયા હતા. ૧૦૦ કરતા પણ વધારે સ્કૂલોએ ભાગ લીધો હતો. અને ૨૦૦૦૦ કરતાં વધુ લોકોએ ક્રાર્યક્રમને નિહાળ્યો હતો. આ કાર્નિવલમાં ૪૦ સાયન્સ સ્કૂલના વિધાર્થીઓના પ્રોજેકટસ, ૩૦ જેટલાએન્જિનિયરીંગ સ્ટુડન્ટ પ્રોજેકટ, ૨૦ કરતા વધારે ઈન્ડસ્ટ્રીજ ઇનોવાટિવ પ્રોજેકટ, ૧૫ ગવર્મેન્ટ સ્ટોલ, લાઈવ વોલ પેંટિંગ, નુતન હોસ્પિટલ દ્વારા ‘ સર્વ રોગ નિદાન કેમ્પ’ તથા યુનિવર્સિટી કેમ્પસમાં ‘મહા રક્તદાન શીબીર’નું સુંદર આયોજન કરાયુ હતુ. આ કાર્નિવલમાં સ્કૂલોના વિધાર્થીઓ દ્વારા તેમના કૌશલ્યપૂર્ણ પ્રોજેકટ પ્રદર્શિત કર્યા હતા તથા વિવિધ ઈન્ડસ્ટ્રીઝના એન્જિનિયર્સ દ્વારા લેટેસ્ટ સંશોધનો, ટેકનોલોજીના નમૂના, રોબોટિક્સ વગેરે વિધાર્થીઓ તથા જાહેર જનતા માટે રજૂ કરાયા હતા. જેનો સાયન્સના વિધાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
વધુમાં ક્રાર્યક્રમના ભાગરૂપે વિસનગરમાં જિલ્લા કક્ષાની સૌ પ્રથમવાર એવી “લાઈવ વોલ પેઇન્ટિંગ”નું પણ આયોજન કરાયુ હતુ. જેનો વિધાર્થીઓ તથા જાહેર જનતાને આ લાઈવ ક્રાર્યક્રમ નજારો જોવા મળ્યો હતો. ઈન્ડસ્ટ્રીજ દ્વારા અધતન ટેકનોલોજીવાળા પ્રોજેકટ જેવા કે રોબોટીક્સ, વી. આર. ગ્લાસ, ૪ય્ ટેકનોલોજી, સેટેલાઈટ, મોડેલ વગેરે રજૂ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં દરેક જિલ્લાની સ્કૂલોના વિધાર્થી તથા શિક્ષક મિત્રોને ક્રાર્યક્રમમાં સમયસર હાજરી આપવા માટે યુનિવર્સિટી દ્વારા ૭૦ થી વધુ બસોની સેવા પૂરી પાડવામાં આવી હતી. ‘સાયન્સ કાર્નિવલ ‘માં પાર્ટીસિપેન્ટ થનાર દરેક વિધાર્થી તથા સ્કૂલોને પ્રોત્સાહિત કરવા ‘એપ્રિસીએશન સર્ટિફિકેટ’ એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, સાંસદ જયશ્રીબેન પટેલ, વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ, વિજાપુર ધારાસભ્ય રમણભાઈ પટેલ, ભાજપના પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, સામાજીક કાર્યકર સોમાભાઈ મોદી, મહેસાણા જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલ સહીત રાજ્ય સરકારના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ, ટ્રસ્ટી મંડળના સભ્યો તથા શહેર તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ.ડી.એમ.પટેલ, યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ.જે.આર.પટેલ સહીત સમગ્ર યુનિવર્સિટીની ટીમ દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના આયોજનમાં ગુજરાત રાજય એસ.ટી. નિગમ, કલેક્ટર કચેરી, તાલુકા પ્રાંત કચેરી તથા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સહયોગ મળ્યો હતો.

Leave a Reply

Top