You are here
Home > News > વિસનગર રાજપુત સમાજની મીટીંગમાં પદ્દમાવત ફિલ્મનો વિરોધ કરાયો ક્ષત્રિયોએ પોતાના લોહીથી ઈતિહાસ બનાવ્યો છે-જયરાજસિંહ પરમાર

વિસનગર રાજપુત સમાજની મીટીંગમાં પદ્દમાવત ફિલ્મનો વિરોધ કરાયો ક્ષત્રિયોએ પોતાના લોહીથી ઈતિહાસ બનાવ્યો છે-જયરાજસિંહ પરમાર

વિસનગર રાજપુત સમાજની મીટીંગમાં પદ્દમાવત ફિલ્મનો વિરોધ કરાયો
ક્ષત્રિયોએ પોતાના લોહીથી ઈતિહાસ બનાવ્યો છે-જયરાજસિંહ પરમાર

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ સંચાલિત વિસનગરના આઈ.ટી.આઈ.ચાર રસ્તા પાસે આવેલ પી.જે.ચાવડા હાઈસ્કુલના પટાંગણમાં ગત રવિવારે બપોરે રાજપુત સમાજના ઈતિહાસ અને હિન્દુ સંસ્કૃતિ સાથે ચેડા કરનાર ફિલ્મ પદ્દમાવતનો વિરોધ કરવા મીટીંગ મળી હતી.જેમા ગુજરાત સહિત ભારતભરમાં પદ્દમાવત ફિલ્મ રીલીઝ ન થાય તે માટે ઉગ્ર લડત આપવા રાજપુત ભાઈઓએ તૈયારી દર્શાવી હતી. આ મીટીંગમાં ક્ષત્રિય ઠાકોર સમાજ, બ્રહ્મ સમાજ, રબારી સમાજ, બારોટ સમાજ, દેવી પુજક સમાજ તથા વી.એચ.પીના આગેવાનોએ પોતાના ટેકો જાહેર કયો હતો.
પદ્દમાવત ફિલ્મ રીલીઝ કરવાના સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ કરણી સેના અને રાજપુત સમાજમાં ભારે રોષ ફેલાતા ઠેર-ઠેર પોતાનો વિરોધ પ્રદર્શન કર્યા હતા. જેને પગલે વિસનગરમાં આવેલ પી.જે.ચાવડા હાઈસ્કુલના પટાંગણમાં ગત તા.ર૧-૧ ના રોજ રાજપુત સમાજના ભાઈઓની એક મીટીંગ મળી હતી. આ મીટીંગમાં ગાંધીનગરના ધારાસભ્ય સી.જે.ચાવડા, કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ પરમાર, ભરતસિંહ.પી.પરમાર (કાંસા), અર્જુનસિંહ પરમાર, ગોવિંદસિંહ રાજપૂત, કડા પૂર્વ સરપંચ જશવંતસિંહ રાજપૂત, કિરણસિંહ ચાવડા, નરેન્દ્રસિંહ ચાવડા (કડા), કરણી સેનાના સંયોજક બળવંતસિંહ રાઠોડ, પ્રહલાદસિંહ ચાવડા, મનુસિંહ (કરલી), તથા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અભિજીતસિંહ બારડ (રંડાલા), કિરણજી ઠાકોર(વિસનગર), દેવેન્દ્રસિંહ ઠાકોર, વી.એચ.પી. આગેવાન વિનોદભાઈ પટેલ (વિનુકાકા),બ્રહ્મ સમાજના આગેવાન નિકુંજભાઈ રાવલ, કેતનભાઈ પંડિત, શૈલેષભાઈ રબારી, અજીતભાઈ બારોટ (ફોટોગ્રાફર), રાજુભાઈ દેવીપુજક સહિત રાજપુત તથા ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો હાજર રહ્યા હતા. જેમા તમામ સમાજના આગેવાનો અને કાર્યકરોએ રાજપુત સમાજના ઈતિહાસ અને હિન્દુ સંસ્કૃતિ સાથે ચેડા કરનાર ફિલ્મ પદ્દમાવતના વિરોધમા પોતાનો ટેકો જાહેર કર્યા હતો. આ મીટીંગમાં રાજપુત સમાજના કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ પરમારે, હિન્દી શાયરી અને રાજપુત સમાજના ઈતિહાસને વાગોળતા જણાવ્યુ હતુકે ભારતદેશમાં હિન્દુ સંસ્કૃતિને ટકાવવા માટે ક્ષત્રિયોએ પોતાના બલીદાન આપ્યા છે. આખી પૃથ્વી ઉપર ક્ષત્રિય સમાજ જેવી શક્તિશાળી બીજી કોઈ કોમ નથી. ક્ષત્રિયોને આજે પણ હથિયાર પકડતા અને ચલાવતા આવડે છે. પરંતુ ક્ષત્રિયો હિંસામાં માનતા નથી. આનો સંજયલીલા ભણસાલીએ રૂપિયા કમાવવા ફિલ્મના માધ્યમથી ઈતિહાસ બનાવ્યો છે. પણ ક્ષત્રિયોએ પોતાના લોહીથી ઈતિહાસ બનાવ્યો છે. ત્યારે ક્ષત્રિયોના ઈતિહાસ અને હિન્દુ-સંસ્કૃતિની સાથે ચેડા કરનાર સંજય લીલા ભણસાલી ને દરેક સમાજે સબક શિખવાડવો જોઈએ. જયારે ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અભિજીતસિંહે બારડે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે ક્ષત્રિય સમાજમાં રાજકીય વિચારધારા ગમે તે હોય પણ સામાજીક સંગઠન જરૂરી છે. અમને ભાજપ-કોંગ્રેસ જેવી રાજકીય પાર્ટીઓએ નહી પણ અમારી માતાએ જન્મ આપ્યો છે ત્યારે મા પદ્દમાવતીની અસ્મિતાના ખાતર અમે બધા બલિદાન આપવા તૈયાર છીએે. આ સાથે અભિજીતસિંહ બારડે ફિલ્મ નિર્માતા સંજયલીલા ભણસાલી સામે ભારે રોષ વ્યક્ત કરી તમામ સમાજના લોકોને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ મીંટીગમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભારતભરનું બંધનુ એલાન સફળ બનાવવા માટે સરકારી મિલ્કતને નુકશાન ન થાય અને પ્રજાને હૈરાનગતિ ન થાય તેવી રીતે પોતાનો વિરોધ દર્શાવવા કાર્યકરોને અપીલ કરી હતી. આ મીંટીંગમા વિસનગર સિને પ્લસ સિનેમાના મેનેજર મહેશભાઈ જોષીએ પોતાના સિનેમાગૃહમા પદ્દમાવતી ફિલ્મ નહી બતાવવાની ખાત્રી આપતા તેમના નિર્ણયને લોકોએ બિરદાવ્યો હતો.

Leave a Reply

Top