ગુનેગારોને ગુનો કરવા સગવડ કરી આપતી છ મહિનામાં સફેદ થઈ જતી HSRP નંબર પ્લેટ

ગુનેગારોને ગુનો કરવા સગવડ કરી આપતી છ મહિનામાં સફેદ થઈ જતી HSRP નંબર પ્લેટ

Prachar News No Comments on ગુનેગારોને ગુનો કરવા સગવડ કરી આપતી છ મહિનામાં સફેદ થઈ જતી HSRP નંબર પ્લેટ

ગુનેગારોને ગુનો કરવા સગવડ કરી આપતી
છ મહિનામાં સફેદ થઈ જતી HSRP નંબર પ્લેટ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
તંત્ર દ્વારા વાહનોને HSRP નંબર પ્લેટ લગાવવાનો ફરજીયાત નિયમ લવાયો છે. તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. નંબર પ્લેટના મટીરીયલની ગુણવત્તા તો સારી નથી જ પણ નંબરપ્લેટનો કાળો કલર છ મહિનામાં ઉડી જવાથી ગુનાહીત પ્રવૃત્તિને સરકારજ પ્રોત્સાહન આપે છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા રાજ્યના તમામ વાહનોની નંબર પ્લેટો HSRP ફરજીયાત બનાવવાનો નિયમ લાવવામાં આવ્યો છે. નંબર પ્લેટો બદલી વાહનો દ્વારા થતી ગુનાખોરી આ નંબર પ્લેટો આવવાથી અટકી શકે છે. પણ જે એજન્સીને આ નંબર પ્લેટોનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેના દ્વારા મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ૫૦/- રૂપિયાના પતરા ઉપર બનતી નંબર પ્લેટો યુરોપીયન દેશો જેવી બનાવાશે તે મુદ્દે ૪૦૦ થી ૭૦૦ રૂપિયા વસુલવામાં આવે છે. તદુપરાંત કાર માલિકની ડીમાન્ડ ઉપર નંબર પ્લેટ નીચેનુ પ્લાસ્ટીક કવર ૬૦૦/- રૂપિયામાં નાંખવામાં આવે છે. જેની બજાર કિંમત ૧૫૦ થી ૨૦૦ રૂપિયા છે જેનુ બીલ અપાતુ નથી. છતાં વાહનમાલિક જાતે આ પ્લાસ્ટીક કવર નાંખી શકતો નથી. વાહન માલિકો મનેકમને નંબર પ્લેટો બદલાવે છે. સરકારે નંબર પ્લેટ વગરના નંબર પ્લેટો બદલતા વાહનોની ગુનાખોરી અટકાવવા માટે HSRP નંબર પ્લેટો લગાવવાનો કાયદો લવાયો છે. પણ આ નંબર પ્લેટનો કલર છ મહિનામાંજ સફેદ થઈ જતો હોવાથી ગુનાખોરી કરી નાસતા વાહનોનો નંબર સીસીટીવીમાં પણ જોઈ શકાતો નથી. ત્યારે તો અમદાવાદનો હીટ એન્ડ રનનો કેસ પકડાતો નથી. અત્યાર સુધી નંબર પ્લેટ ઝાંખી થઈ ગઈ હોય, કોઈ નંબર વાંચી શકાય નહિ તેવો હોય તો પોલીસ તેને અટકાવી મેમો આપી દંડ કરતી હતી પણ તંત્રની આપેલી સફેદ થઈ ગયેલી વાંચી ન શકાય તેવી નંબરપ્લેટ સામે પોલીસતંત્ર લાચાર છે. નંબર પ્લેટોના કોન્ટ્રાક્ટમાં ભલે ગમે તે નામ હોય, ગમે તે વ્યક્તિ હોય પણ આ HSRP નંબર પ્લેટના કોન્ટ્રાક્ટ પાછળ ભાજપના મોટા માથા હોઈ શકે છે. જેથી આની ફરિયાદ માટે કોઈ પરિણામ નહિ મળે તે ચોક્કસ વાત છે.

Leave a comment

Back to Top