તંત્રી સ્થાનેથી…છાશવારે ચક્કાજામ, રોડ રોકો આંદોલન માટે સરકારે કડકમાં કડક કાયદો બનાવવાનો સમય પાકી ગયો છે

તંત્રી સ્થાનેથી…છાશવારે ચક્કાજામ, રોડ રોકો આંદોલન માટે સરકારે કડકમાં કડક કાયદો બનાવવાનો સમય પાકી ગયો છે

Prachar News No Comments on તંત્રી સ્થાનેથી…છાશવારે ચક્કાજામ, રોડ રોકો આંદોલન માટે સરકારે કડકમાં કડક કાયદો બનાવવાનો સમય પાકી ગયો છે

 

તંત્રી સ્થાનેથી…

pen_PNG7408
છાશવારે ચક્કાજામ, રોડ રોકો આંદોલન માટે
સરકારે કડકમાં કડક કાયદો
બનાવવાનો સમય પાકી ગયો છે

            તંત્ર માટે એ સમય પાકી ગયો છેકે રસ્તા રોકો, ચક્કાજામ આંદોલન કરનાર સામે કડકમાં કડક દંડનીય પગલાં લેવા જોઈએ. પ્રવર્તમાન સંજોગોમાં કોઈપણ સંગઠનને કોઈપણ સમાજને તંત્ર પુરી ન કરી શકે તેવી માંગણી પુરી ન થાય તો તુરતજ સંગઠન, સમાજ, રોડ ઉપર ઉતરી આવી ચક્કાજામ,રેલ રોકો, રોડ રોકો આંદોલન કરે છે. ખેતપેદાશનના ભાવ પોક્ષણ ક્ષમ્ય ન મળે, યુરીયા ખાતર ન મળે તો ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવે રોડ રોકી ચક્કાજામ કરે, આર.એસ.એસ.ના નેતા જાતે ગુમ થાય તો પણ તેના સમર્થકો ચક્કાજામ કરી નાંખે, કેનાલમાંથી પાણી ન મળે તો ચક્કાજામ થાય, કોઈ મોટો ભારે દર્દનાક બનાવ હોય તો તેમનો આક્રોશ ચક્કાજામથી સમાવે તે માનવા જોગ છે. નાના બનાવોમાં ચક્કાજામ આવું કરવા પાછળનું કારણ શું? ચક્કાજામના કારણે અનેક માનવ કલાકો બગડે છે. તેનો ખ્યાલ ચક્કાજામ કરનારને ખબર નથી. બગડતા માનવ કલાકો દેશના અર્થતંત્રને ખોખલું કરે છે. ચક્કાજામને લઈ કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહે છે. કેટલાક વિદ્યાર્થીઓ પોતાના ઈન્ટરવ્યુ માટે સમયસર નહિ પહોંચવાથી નોકરીની તક ગુમાવે છે. બસમાં પ્રવાસ કરનાર દર્દીઓ બસ રોકાવાથી દવાખાને નહિ પહોંચવાના કારણે સમયસર દવા નહિ મળવાથી રોગનો શિકાર બની મૃત્યુ સુધી પહોંચી જાય છે. બસમાં મુસાફરી કરી મેટરનીટી હોમ પહોચવા નીકળેલી સગર્ભા સ્ત્રીઓની પ્રસુતિ વાહનમાં થઈ જતા મોતના મુખમાંથી જતા જતા પાછી આવે છે. રસ્તા રોકી રોડ ઉપર બટાકા, ટામેટા, દૂધ વગેરે ઢોળવાથી રોડ ઉપરથી પસાર થતા દ્વિચક્રી વાહનો હંકાવનાર વ્યક્તિઓ અકસ્માતનો ભોગ બની મોતના મુખ સુધી પહોંચી જાય છે. દેશની ભાવિ પેઢી કે જેને શાળાએ નહિ જવાનુ બહાનુ મળતાં શાળામાં જતી અટકી જાય છે. ચક્કાજામ દેશની ભાવિ પેઢીને શાળાથી વંચિત રાખી દેશ અને સમાજને મોટુ નુકશાન પહોંચાડે છે. આવી ગંભીર હાનિઓ પહોંચાડનાર ચક્કાજામ સામે દેશના તંત્રએ ભારેમાં ભારે ગુનાની જોગવાઈ કરવી હવે જરૂરી થઈ પડી છે. ચક્કાજામ કરાય એટલે સરકારી મિલકતોને નુકશાન કરાય છે. બસો બાળવામાં આવે છે. આપણી મિલકત બસો અને ખેત પેદાશના ભાવોને શું લેવાદેવા હોય છતાં બસોને બાળી દેશને નુકશાન કરવામાં આવે છે. દેશને અને સમાજને નુકશાન પહોચાડનાર ચક્કાજામ સામે ભારેમાં ભારે ગુનાની અને દંડની જોગવાઈ કરવામાં આવવી જોઈએ. ચક્કાજામ કરનાર પોલીસના હાથે પકડાય તો તેને ભારેમાં ભારે સજાની જોગવાઈ કરી સજા દંડ કરવાથી લોકો ચક્કાજામ કરતા અટકી જશે. ચક્કાજામ કદાચ પોલીસના હાથે નિર્દોષ લોકો આવી પણ જાય તેમને ખોટી સજાના દંડનો ભોગ બનવું પણ પડે આવા નિર્દોષ વ્યક્તિઓ સજા દંડનો ભોગ બનશે તો તે ચક્કાજામ નહિ કરવાના પ્રચારક બનશે. લાખો લોકોને ફાયદો થતો હોય તો થોડા નિર્દોષ લોકો ભોગ બને તો તેના માટે વિચારવુ જરૂરી નથી. ભોગ બનનાર નિર્દોષો સાવ નિર્દોષ ન ગણાય. તે ચક્કાજામનું નાટક જોવા જતાં સ્થળ ઉપરથી પકડાયા પણ હોય તો તે નિર્દોષ ન ગણાય. માટે તંત્રએ ચક્કાજામ ઉપર રોક લગાવવા કડકમાં કડક કાયદો બનાવવો પડશે.

Leave a comment

Back to Top