You are here
Home > News > દેશમાં યુવતીઓ ઉપર વધતા અત્યાચારથી પ્રેરણા મેળવી – મરચન્ટ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓએ સેલ્ફ ડીફેન્સ ગ્લોઝનુ સંશોધન કર્યુ

દેશમાં યુવતીઓ ઉપર વધતા અત્યાચારથી પ્રેરણા મેળવી – મરચન્ટ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓએ સેલ્ફ ડીફેન્સ ગ્લોઝનુ સંશોધન કર્યુ

દેશમાં યુવતીઓ ઉપર વધતા અત્યાચારથી પ્રેરણા મેળવી
મરચન્ટ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓએ સેલ્ફ ડીફેન્સ ગ્લોઝનુ સંશોધન કર્યુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર

          ભારત દેશમાં યુવતીઓ વિવિધ ગુનાઓનો ભોગ બની રહી છે. ત્યારે દેશમાં યુવતીઓ વિરોધનો ક્રાઈમ ઘટે તેમજ યુવતીઓ કોઈપણ જાતની ટ્રેનીંગ વગર આત્મરક્ષણ કરી શકે તે માટે વિસનગર બાસણા મરચન્ટ એન્જીનીયરીંગ કોલેજના ચાર વિદ્યાર્થીઓ દ્વારા સેલ્ફ ડીફેન્સ ગ્લોઝનુ સંશોધન કર્યુ છે. ચાર વિદ્યાર્થીઓની મહેનતથી તૈયાર થયેલ આ પ્રોજેક્ટ વિવિધ ઈવેન્ટમાં રજુ કરવામાં આવતા યુવાનોના આ સંશોધનને પ્રતિસાદ મળ્યો છે.
ભારત દેશની યુવતીઓ બળાત્કાર, શારીરિક શોષણ, એસીડ એટેક, અપહરણ, છેડતી વિગેરે ગુનાઓનો સામનો કરી રહી છે. દેશની સરકાર યુવતીઓ ઉપરનો અત્યાચાર અટકાવવા માટે કાયદા બનાવે છે પરંતુ આવા કાયદાનો યોગ્ય અમલ નહી થતા યુવતીઓ ઉપરના વધતા ગુનાઓ અટકાવી શકાતા નથી. દેશમાં યુવતીઓ ઉપર વધતા અત્યાચારથી ચીંતીત વિસનગર બાસણા મરચન્ટ એન્જીનીયરીંગ કોલેજમાં બી.ઈ. કરેલા વિદ્યાર્થીઓએ યુવતીઓના સેલ્ફ ડીફેન્સ માટે જે સંશોધન કર્યુ છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે.
બાસણા મરચન્ટ એન્જીનીયરીંગમાં બી.ઈ.પાસ કરનાર હિતેશ લીંબાચીયા વિસનગર, દિક્ષિત પ્રજાપતિ, પ્રદોષ પાઈટલ તથા સ્નેશ પટેલના ગૃપ દ્વારા યુવતીઓ ઉપર થતા ફીઝીકલ ગુનાઓ રોકવા યુવતીઓ પોતે સક્ષમ થાય અને યુવતીઓ પોતાનુ રક્ષણ કરી શકે તે માટે જીીઙ્મક ડ્ઢીકીહષ્ઠી ર્ય્ઙ્મદૃીજનુ સંશોધન કર્યુ છે. જેમાં હાથમાં આ ગ્લોઝ પહેરનાર યુવતી આસાનીથી હુમલો કરનારનો પ્રતિકાર કરી શકવા સક્ષમ બને છે. રાત્રે મોડા જોબ પરથી યુવતી એકલી ઘરે જતી હોય કે વહેલી સવારે ટ્યુશન જતી હોય, યુવતી એકલી રાત્રે બહારગામથી ઘરે આવતી હોય તે સમયે એકલતાનો લાભ લઈ કોઈ લુખ્ખા તત્વો યુવતી ઉપર એટેક કરે તો સેલ્ફ ડીફેન્સ ગ્લોઝ પહેરેલ યુવતી ખુબજ સરળતાથી પ્રતિકાર કરી શકે છે. જેમાં ગ્લોઝ પહેરેલ યુવતી દ્વારા પ્રતિકાર કરવાથી એટેક કરનારને કરંટનો જટકો લાગે છે. આ ગ્લોઝની ખાસીયત એ છેકે તેની બેટરી ૫ થી ૭ કલાક ચાર્જીંગ રહે છે. જે બેટરી એક કલાકમાં ચાર્જ કરી શકાય છે. તેના ઉપયોગ માટે સ્વીચ ચાલુ કરી શકાય, ગ્લોઝના સેન્સરનો ઉપયોગ થાય, વોશેબલ બનાવી શકાય, જીપીએસ સીસ્ટમ કનેક્ટ કરી શકાય તેવી વિવિધ ટેકનોલોજીનુ પણ સંશોધન કર્યુ છે. આ સેલ્ફ ડીફેન્સ ગ્લોઝથી પાંચ એમ્પીયર સુધીનો કરંટનો પાસ થાય છે. એમ્પીયરમાં પણ વધારો કરી શકાય તેમ છે. એન્જીનીયરીંગના યુવાનોએ વિશ્વમાં પ્રથમ વખત સંશોધન કરેલ નવી ટેકનોલોજી સાથેનો પ્રોજેક્ટ મેકર ફર્સ્ટ ઈન્ટરનેશનલ ઈવેન્ટ અમદાવાદ તથા સ્પાર્ક નેશનલ ઈવેન્ટ અમદાવાદ ખાતે રજુ કરતા યુવતીઓને આત્મરક્ષણ આપતા આ પ્રોજેક્ટને ભારે પ્રતિસાદ મળ્યો છે.
એન્જીનીયરીંગના યુવાનોના આ સંશોધન પાછળનો ઉદ્દેશ એ છેકે યુવતીઓ કોઈપણ જગ્યાએ અને કોઈપણ સમયે પોતાને નિશ્ચિતપણે સુરક્ષીત અનુભવે, કોઈપણ ટ્રેનીંગ વગર સામનો કરી આત્મરક્ષણ કરી શકે તેમજ યુવતીઓ ઉપરના ગુનાઓનો ક્રાઈમ રેટ ઓછો થાય. આ યુવાનોના આ ગૃપનુ નામ ફછૈંમ્ ્‌ઈઝ્રૐર્દ્ગંર્ન્ંય્ૈંઈજી છે. સેલ્ફ ડીફેન્સ ગ્લોઝના વધુ પુછપરછ માટે હિતેશ લીમ્બાચીયાનો મો.નં. ૮૪૮૮૮૫૪૧૨૩ તથા દિક્ષિત પ્રજાપતિનો મો.નં. ૯૮૯૮૭૨૩૫૩૦ ઉપર સંપર્ક કરી શકાશે.

Leave a Reply

Top