પ્રાન્ત અધિકારીને પાલિકાનો રેકર્ડ જપ્ત કરવાની કોઈ સત્તા નથી – ચીફ ઓફીસર વિસનગરમાં પ્રાન્ત અને ચીફ ઓફીસર વચ્ચે ખટરાગ

પ્રાન્ત અધિકારીને પાલિકાનો રેકર્ડ જપ્ત કરવાની કોઈ સત્તા નથી – ચીફ ઓફીસર વિસનગરમાં પ્રાન્ત અને ચીફ ઓફીસર વચ્ચે ખટરાગ

News, Prachar News No Comments on પ્રાન્ત અધિકારીને પાલિકાનો રેકર્ડ જપ્ત કરવાની કોઈ સત્તા નથી – ચીફ ઓફીસર વિસનગરમાં પ્રાન્ત અને ચીફ ઓફીસર વચ્ચે ખટરાગ

પ્રાન્ત અધિકારીને પાલિકાનો રેકર્ડ જપ્ત કરવાની કોઈ સત્તા નથી-ચીફ ઓફીસર
વિસનગરમાં પ્રાન્ત અને ચીફ ઓફીસર વચ્ચે ખટરાગ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા દ્વારા હિરો હોન્ડા શો-રૂમ પાસે આર.સી.સી.રોડ બનાવવા ટેન્ડરમાં ફેરફાર કરી વરસાદી પાણીની લાઈન નાખવાની કામગીરીનો ઠરાવ કલેક્ટરમાં પડકારવામાં આવતા કલેક્ટરની સુચનાથી પ્રાન્ત ઓફીસરના આદેશથી પાલિકાનો રેકર્ડ જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રાન્ત ઓફીસરની આ કામગીરીથી નારાજ થઈ ચીફ ઓફીસર દ્વારા ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજુઆત કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે. જેમાં ચીફ ઓફીસરની રજુઆત છેકે પ્રાન્ત અધિકારીને પાલિકાનો રેકર્ડ જપ્ત કરવાની કોઈ સત્તા નથી.
વિસનગરના પ્રાન્ત ઓફીસર વી.જી.રોર અને પાલિકા ચીફ ઓફીસર જયેશભાઈ પટેલ વચ્ચે છેલ્લા છ મહિનાથી ઘર્ષણ ચાલી રહ્યુ છે. બે અધિકારીઓ વચ્ચેનો વિવાદ અત્યાર સુધી ભુગર્ભમાં હતો પરંતુ પ્રાન્ત ઓફીસરની સુચનાથી પાલિકાનો રેકર્ડ જપ્ત કરવામાં આવતા બન્ને અધિકારીઓ વચ્ચેનો વિવાદ સપાટી ઉપર તરી આવ્યો છે. હિરો હોન્ડા શો-રૂમ પાસે સીસી રોડના ટેન્ડરમાં ફેરફાર કરી વરસાદી પાણીની લાઈન નાખી માટી પુરાણ કરવામાં આવ્યા બાદ પાલિકા દ્વારા તેનો ઠરાવ કરવામાં આવતા આ ઠરાવ વિરુધ્ધ ૨૫૮ મુજબ કલેક્ટરમાં અરજી કરવામાં આવી હતી. વિવાદિત કામગીરીની તપાસ માટે કલેક્ટરે પ્રાન્ત અધિકારીને આદેશ કરતા પ્રાન્ત અધિકારીની સુચનાથી મામલતદારે પાલિકાનો કેટલોક રેકર્ડ જપ્ત કર્યો હતો. દ્વેષભાવ ભરી કામગીરીથી ચીફ ઓફીસર જયેશભાઈ પટેલ નારાજ થઈ શહેરી વિકાસના અગ્રસચીવ, નગરપાલિકા નિયામક તથા કલેક્ટર સમક્ષ રજુઆત કરી હોવાનુ જાણવા મળ્યુ છે. જેમાં ચીફ ઓફીસરે એ રજુઆત કરી હોવાનુ જાણવા મળ્યુ છેકે પ્રાન્ત ઓફીસરની સુચનાથી મામલતદારે રેકર્ડ જપ્ત કરવાનો હુકમ બતાવ્યા વગર રોફ જમાવી ત્રણ ફાઈલો જપ્ત કરી પાલિકા અધિનિયમની જોગવાઈ પ્રમાણે પ્રાન્ત અધિકારીને તપાસ કરવાની સત્તા આપી છે પરંતુ રેકર્ડ જપ્ત કરવાની કોઈ સત્તા નથી. પાલિકા કાયદા વિરુધ્ધ કામ કરતી હોય તો કલેક્ટર ૨૫૮ મુજબ જરૂર જણાય તે હુકમ કરી શકે છે. પરંતુ કોર્ટના હુકમ સિવાય કોઈ અધિકારી આવી રીતે રેકર્ડ જપ્ત કરી શકે નહી. અધિકારી પોતાની મનમાની કરી પાલિકા વહિવટ ઉપર તરાપ મારે તો પાલિકા સ્વતંત્ર રીતે કામ કરી શકે નહી કે ફરજો બજાવી શકે નહી. અધિકારીની આવી પ્રથા ઉપર અંકુશ લાવવામાં આવે નહી તો ચીફ ઓફીસર નિષ્પક્ષ રીતે કામ કરી શકે નહી. ચીફ ઓફીસરની આ રજુઆતમાં પ્રાન્ત ઓફીસરની અગાઉની જોહુકમીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યુ છેકે અગાઉની સંકલનમાં પ્રાન્ત ઓફીસરે તાલુકા સેવા સદનના શૌચાલય સાફ કરવા પાલિકા સફાઈ કામદારોની માગણી કરી હતી અને પાણીના ટેન્કર માગવામાં આવ્યા હતા. ત્યારે ચીફ ઓફીસરે આ કામગીરી પાલિકાને કરવાની હોતી નથી તેમ જણાવતા પ્રાન્ત ઓફીસરે પાલિકાને સીલ મારવા સુધીની ધમકીઓ આપી હતી. જે અંગેની રજુઆત પણ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ કરવામાં આવી હતી. પાલિકાનુ રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી બાદ પ્રાન્ત ઓફીસર અને ચીફ ઓફીસર વચ્ચેનો ખટરાગ સપાટી ઉપર આવ્યો છે.

Leave a comment

Back to Top