૫ુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરાયુ – વડનગરના પેટાળમાં ઐતિહાસિક વારસો ધરબાયેલો છે

૫ુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરાયુ – વડનગરના પેટાળમાં ઐતિહાસિક વારસો ધરબાયેલો છે

News No Comments on ૫ુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરાયુ – વડનગરના પેટાળમાં ઐતિહાસિક વારસો ધરબાયેલો છે

૫ુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરાયુ
વડનગરના પેટાળમાં ઐતિહાસિક વારસો ધરબાયેલો છે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર

          વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરમાં પુરાતત્વ વિભાગ દ્વારા ચાલી રહેલા ખોદકામ દરમિયાન વડનગરના પેટાળમાં ધરબાયેલા પ્રાચિન અવશેષો મળી આવ્યા છે. જેમા પ્રાચિન વાસણોથી લઈને તાળા, મંદિરના પથ્થરની શિવલીંગ, શિલાલેખો સહિત વડનગરના ઈતિહાસનું વર્ણન કરતા અનેક પ્રાચિન અવશેષો મળી આવ્યા છે. વડનગર માટે એવું કહેવાય છે કે વડનગર ૭ વાર તુટયુ છે અને સાત વાર ઉભુ થયું છે.
ઐતિહાસિક નગરી વડનગરના પેટાળમાં ધરબાયેલી પ્રાચિન ધરોહર ઉજાગર કરવા માટે સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી ખોદકામ ચાલી રહ્યુ છે. જેમાં શહેરના દરબાર વિસ્તાર, અમરથોળ દરવાજા નજીક આંબાઘાટી વિસ્તાર, શર્મિષ્ઠા તળાવ કિનારા પાસે, બ્રાહ્મણશેરીની પાછળ અને વાલમીયાના માઢ નજીક છેલ્લા ચાર મહિનાથી ખોદકામ ચાલી રહ્યું છે. આ ખોદકામ દરમિયાન આજના અને રપ૦૦ વર્ષ અગાઉના વડનગરમાં શુ તફાવત હતો અને સુરક્ષાની દ્રષ્ટિએ કેવુ આયોજન કરાયુ હતુ. તેનુ પુરાતત્વ વિભાગના નિષ્ણાતો સંશોધન કરી રહ્યા છે. હાલમાં આંબાઘાટી વિસ્તારમાં ૩૦ ફુટના ખોદકામ દરમિયાન સુરક્ષિત દિવાલ મળી આવી છે. આ ઉપરાંત સ્ટેજ-૧ અને રમાં ૧૦૦ ફુટ લંબાઈ અને ૧૩ ફુટ પહોળાઈ ધરાવતા મકાનો પણ મળી આવ્યા છે. આ ઉપરથી એવુ કહેવાય છે કે વડનગર સાત વખત તુટયુ અને સાત વખત નવેસરથી ઉભુ થયુ છે. અને અહીનાં વેપારી મથક તરીકે વડનગરનો ઉપયોગ થતો હતો.ઈતિહાસ વિદ્રોના જણાવ્યા મુજબ વડનગરએ આર્નતપ્રદેશ તરીકે ખ્યાતી પામેલો છે. વડનગરમાં આવેલુ ઐતિહાસિક કિર્તિતોરણ આજે પણ લોકોમાં આકર્ષણનુ કેન્દ્ર બન્યુ છે. અને ગુજરાતની ઝાંખીમાં વડનગરના કિર્તિતોરણનો સમાવેશ કરાયો છે. આ ખોદકામમાં દરબાર વિસ્તાર, અમરથોળ દરવાજા, નજીક આંબાઘાટી વિસ્તાર, શર્મિષ્ઠા તળાવના કિનારા પાસે બ્રાહ્મણશેરીની પાછળ તથા વાલમીયાના માઢ નજીક ખોદકામ દરમિયાન ૩૭ થી ૪૦ સેમી લાંબી, રપથી ર૮ સે.મી પહોળી અને ૮ સે.મી જાડાઈ વાળી ઈંટો આજે પણ અકબંધ છે. આ જગ્યામાંથી પ્રાચીન સિક્કા, ખંડિત અવસ્થામાં ભગવાનની મુર્તિઓ, શંખની બંગડીઓ, માટીના પ્રાચીન વાસણો, તથા બોધ્ધમઠ ઉત્ખનનમાં બોધ મંદિરોના અવશેષો મળી આવ્યા છે. એવુ કહેવાય છે કે વડનગર કયારેય બંજર સ્થિતિમાં રહયું નથી. અહી કોઈપણ પ્રજાતિનો વસવાટ હોવો જોઈએ જેના અવશેષો આજે જમીનના પેટાળમાં ધરબાયેલા મળી આવ્યા છે. આ સાથે પાકા રસ્તા અને નગરની ફરતે પ કિ.મી ના અંતરમાં કોટની દિવાલો પણ મળવાની શક્યતાઓ હોવાનું ઈતિહાસવિદ્રો માની રહ્યા છે. આ ખોદકામમાં નગરની ફરતે માટીના કોટ તેમજ કોટની બહાર ઉંડી ખાઈ બનાવાઈ હોવાના અવશેષો મળી આવ્યા છે. ખાઈની અંદર પાણી ભરવામાં આવતુ હશે. જો બહારનો કોઈ રાજા આક્રમણ કરે તો તે પાણી ભરેલી ખાઈમાં પડે અને હુમલાથી બચી શકાય તેવી રચના હોવાનું પણ મનાય છે.

Leave a comment

Back to Top