ખેરાલુ પાલિકાના મહિલા ઉમેદવાર કોણ ?

ખેરાલુ પાલિકાના મહિલા ઉમેદવાર કોણ ?

News, Prachar News No Comments on ખેરાલુ પાલિકાના મહિલા ઉમેદવાર કોણ ?

ખેરાલુ પાલિકાના મહિલા ઉમેદવાર કોણ?
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ પાલિકામાં ભાજપના સિમ્બોલ ઉપર સાત મહિલાઓ જીતી છે. તેમજ ૮ પુરુષો ભાજપના સિમ્બોલ ઉપર જીત્યા છે. બાકીના છ અપક્ષો ભાજપના ટેકેદાર છે. જેમાં બે મહિલાઓ વોર્ડનં-૬માંથી ચુંટાઈ છે. આગામી પાલિકાની મહિલા પ્રમુખ કોણ બનશે તેની ચર્ચાઓ ચાલુ થઈ છે. જેમા આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોવાથી ધારાસભ્ય ભરતસિંહ ડાભી ઈત્તર કોમને પ્રાધાન્ય આપશે તે નિશ્ચિત છે.
વર્ષો પુર્વ ભાજપની ૧૮ સીટો આવી ત્યારે નરેશભાઈ બારોટ પ્રમુખ બન્યા હતા. ત્યારબાદ આજે ૧પ વર્ષ પછી ફરીથી ઈત્તરકોમને પ્રમુખપદ મળે તેવી પરિસ્થિતિ આવી છે. બારોટ કોમના પ૦૦થી ૬૦૦ વોટ છે ત્યારે આ વખતે પાંચ ઉમેદવારો જીત્યા છે. જેમા ૧ આશાબેન બારોટ, ભાજપમાંથી અને ચાર અપક્ષો જીત્યા છે. તેની સામે ચૌધરી સમાજના ૮ ઉમેદવારો જીત્યા છે. એટલે ગત ટર્મમાં ર૧ ઉમેદવારોમાં ૧૧ જીત્યા હતા ત્યારે હાલ ૨૪ ઉમેદવારોમાં ૮ જીત્યા છે.એટલે અડધા ઉપરાંતની જગ્યાએ ત્રીજા ભાગના થઈ ગયા છે. બારોટ કોમના તમામ ઉમેદવારો ભાજપ સાથે જ કાયમ રહે છે. જેથી ભાજપ જે કોઈ ઈત્તર કોમના સભ્યને પ્રમુખનુ મેન્ડેટ આપશે તેને ટેકો કરશે.
ખેરાલુ પાલિકામાં આજ સુધીનો ઈતિહાસ છે કે ઠાકોર કોમનો કોઈ સભ્ય પ્રમુખ બન્યો નથી વોર્ડનં-રમાં જીતેલા રમીલાબેન દશરથભાઈ ઠાકોર ના પતિ દશરથભાઈ અગાઉ ઈન્ચાર્જ પ્રમુખપદ એક-બે મહિના સુધી ભોગવી ચુક્યા છે. અગાઉ પાલિકામા ઉપપ્રમુખ હોવાથી દશરથભાઈ ઠાકોર પાલિકાના વહીવટના નિષ્ણાત છે. જેથી રમીલાબેન ઠાકોર પ્રમુખ બને તેવી શકયતા છે. બીજા ઉમેદવાર વોર્ડનં-પના નીરૂબેન ભરતકુમાર ઠાકોરના સસરા જવાનજી ઠાકોર તમામ સમાજોના લોકપ્રિય વ્યકિત છે. જેથી ભરતસિંહ ડાભી નીરૂબેન ઠાકોરની પસંદગી પ્રમુખ તરીકે કરે પણ ખરા. વોર્ડનં-રના ગાયત્રીબેન જગદીશકુમાર ઠક્કર પણ પ્રમુખપદના દાવેદાર કહેવાય કારણ કે પુર્વ શહેર ભાજપ પ્રમુખ મોહનભાઈ સિંધીના સગા હોવાથી સિંધી સમાજની મહિલા પ્રમુખ બને પણ ખરી, વોર્ડનં-૪ ના આશાબેન નિલેશકુમાર બારોટ, ભાજપના મહિલા મોરચાના સક્રિય હોદ્દેદાર હોવાથી તેમને પણ પ્રમુખ પદ મળે તેવુ લાગે છે. વોર્ડનં-૧ના હીરાબેન ભગુભાઈ પટેલ ચૌધરી છે. વોર્ડનં-૩ ના વસંતીબેન યોગેશકુમાર દેસાઈ ચૌધરી છે. વોર્ડનં-૪ના ધારાબેન નરસિંહભાઈ દેસાઈ ચૌધરી છે. જેથી ચૌધરી સમાજના હોવાથી પ્રમુખપદ નહી મળે. મુખ્ય બે ઠાકોર ૧ સિંધી અને ૧ બારોટ મહિલા વચ્ચે પ્રમુખપદ માટે રસાકસી રહેશે. જેમા ઠાકોર મહિલાને પ્રમુખપદ મળવાના ચાન્સ સૌથી વધુ છે. બાકી જેના ભાગ્યમાં હશે તે મહિલા પ્રમુખ બનશે અમેતો ખાલી શક્યતા દર્શાવી છે.

Leave a comment

Back to Top